મોંનું ઇન્ફેક્શનઃ હૃદયને પણ અસર કરે 25/01/2017 5:49 am Mukesh Patel આપણું મોં આપણા શરીરનું દ્વાર છે. ઘરનું દ્વાર જેટલું મજબૂત હોય એટલી જ એ ઘરની સુરક્ષા વ્યવસ્થિત બની રહે છે. આ જ પ્રમાણે ઓરલ હાઇજીનનું આપણે જેટલું વધુ ધ્યાન રાખીએ એટલું જ આપણું શરીર હેલ્ધી રહી શકે છે. ઓરલ હાઇજીનમાં દાંતની અને જીભની સફાઈ મુખ્ય રહે છે. આ સિવાય કોગળા કરવા પણ એટલા જ જરૂરી છે. વળી દાંતમાં સડો થાય, પેઢાં નબળાં થાય, મોઢામાં ચાંદાં પડે કે કોઈ પણ તકલીફ થાય તો એ તકલીફને અવગણવી નહીં; કારણ કે દરેક નાની તકલીફ એક મોટી તકલીફને આવકારી શકે છે એ વાત ઓરલ હાઇજીનમાં મુખ્યત્વે સમજવા જેવી છે.
યુએસ પ્રમુખ જ્યાં શપથ લે છે એ કેપિટોલ ડોમ લોખંડનું સ્ટ્રક્ચર છે 25/01/2017 5:32 am Mukesh Patel વોશિંગ્ટનમાં આવેલા અને યુનાઈટેડ સ્ટેટ કેપિટોલ તરીકે ઓળખાતા વિશાળ બિલ્ડિંગના આંગણાંમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા. આ બિલ્ડિંગ તેની ઉપર આવેલા કદાવર ડોમના કારણે જગવિખ્યાત છે. દૂરથી સિમેન્ટ-પથ્થર- કોંક્રીટનો બનેલો લાગતો એ ગુંબજ ખરેખર તો લોખંડનું માળખું છે! કેપિટોલ બિલ્ડિંગ એ અમેરિકાનું સંસદભવન છે, જ્યાં કોંગ્રેસમેનો બિરાજે છે. તેના આંગણામાં જ થોમસ જેફરસનના વખતથી એટલે કે ૧૮૦૦ની સાલથી પ્રમુખની શપથવિધિ યોજાય છે. મૂળ ઇમારત ૧૮૦૦ની સાલમાં તૈયાર થઇ હતી અને પછી તેમાં જરૂર પ્રમાણે સુધારાવધારા અને વિસ્તરણ થતું ગયું છે. આ ભવ્ય ઇમારત અને શપથવિધિ સંકળાયેલી કેટલીક રસપ્રદ માહિતી...
ચૂંટણીવચનોઃ જો વાદા કિયા વો નિભાના પડેગા 25/01/2017 5:30 am Mukesh Patel • ઇમિગ્રેશનઃ ઇમિગ્રેશન ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી ઝૂંબેશનો મુખ્ય મુદ્દો હતો. લગભગ દરેક રેલી અને ડિબેટમાં તેમણે આ મુદ્દો ખૂબ જ ચગાવ્યો હતો. તેઓ અમેરિકા અને મેક્સિકોની સરહદે ૨૦૦૦ કિલોમીટર લાંબી દીવાલ ચણાવી દેવા કાનૂની ઇમિગ્રેશનમાં ઘટાડો કરવાની સાથે અમેરિકામાં ગેરકાયદે રહેતા ૧.૧ કરોડ લોકોની સંખ્યા ઓછી કરવાની તરફેણમાં છે. તેઓ મુસ્લિમોને અમેરિકામાં પ્રવેશવા દેવા સામે પણ પ્રતિબંધ મૂકવા જેવા નિવેદનો કરી ચૂક્યા છે. તેઓ અમેરિકાની મિડલ-ઇસ્ટ તેમજ બીજા મુસ્લિમ દેશોના લોકોને આશ્રય આપવાની નીતિના પણ વિરોધી છે. તેઓ તેને દેશની સુરક્ષા માટે જોખમી માને છે. તેમની દલીલ છે કે લોકોને ત્યારે જ આશ્રય આપવો જોઈએ જ્યારે તેમની બરાબર તપાસ થઈ હોય.
ટ્રમ્પ સામે પડકારોઃ દેશમાં અને વિદેશમાં 25/01/2017 5:31 am Mukesh Patel દુનિયામાં વધતો જતો ઇસ્લામિક આતંકવાદ, સીરિયા અને ઇરાકનું ગૃહયુદ્ધ અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વારસામાં મળેલા પડકાર છે. એ ઉપરાંત ચીન તરફથી મળતી ધમકી અને રશિયાનું વલણ પણ ટ્રમ્પને પરેશાન કરી શકે છે. જોકે આ બધી તો વૈશ્વિક સમસ્યા છે. આ પહેલાં ટ્રમ્પે ઘરઆંગણે એટલે કે દેશની આંતરિક સમસ્યા ઉકેલવી પડશે. ટ્રમ્પની સામે કયા કયા પડકારો મોં ફાડીને ઊભા છે.અમેરિકામાં...