Advanced search


પત્નીઃ એક વાત કહું?
પતિઃ બોલ ને...
પત્નીઃ જ્યારે આપણાં નવાં-નવાં લગ્ન થયાં એ સમયે હું જમવાનું બનાવતી તો તમે ઓછું ખાતા અને મને જ વધુ ખવડાવતા. હવે એવું કેમ નથી કરતા?
પતિઃ કારણ કે હવે તું જમવાનું સારું બનાવવા લાગી છે.

જર્મનીમાં ભાંગનો દવા તરીકે ઉપયોગ થઇ શકશે

જર્મનીએ મેડિકલ ટ્રીટમેન્ટ માટે ભાંગના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. જર્મનીની સંસદે ચિકિત્સા માટે ભાંગ તથા ગાંજા જેવી ડ્રગ્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા ૧૯ જાન્યુઆરીએ મતદાન કરીને સહમતી આપી હતી. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે સ્થાનિક દવાની દુકાનોમાંથી આ ડ્રગ્સ ખરીદવા માટે મંજૂરી આપવી જોઈએ એ મુદ્દે સરકારના ડ્રગ કમિશનર માર્લિન મોર્ટેલર તરફદારી કરતા રહ્યા છે.
ડોક્ટરના મતે કેન્સરના દર્દીઓને કિમોથેરપી બાદ મોળ આવવી કે ઊલટી થવી જેવી ફરિયાદ રહે છે. તેથી મેરિઝુઆના જેવી ડ્રગ્સનો ઉપયોગ કરવાથી રાહત રહે છે. સાથે એ પણ મનાય છે કે આ દવા ભૂખ ન લાગવી, વજન ઘટવું જેવી પરેશાની ભોગવતા દર્દીઓ માટે પણ તે લાભકારી છે. આ ઉપરાંત ભાંગ મલ્ટિપલ સ્કેલેરોસિસના લક્ષણોને પણ ઓછા કરી શકે છે. 

આવતાં ૨૫ વર્ષમાં બેડરૂમમાં રોબોટ આવી જશે

નિષ્ણાતો આગાહીઓ કરવા લાગ્યા છે કે આગામી વર્ષોમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધો ખાસ પ્રસંગે જ બંધાશે, બાકી સેક્સ અંગેની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે રોબોટ બેડરૂમ સુધી પહોંચી જશે. આંતરરાષ્ટ્રીય રોબોટિક પરિષદમાં આગાહી કરવામાં આવી હતી કે ૨૫ વર્ષમાં બેડરૂમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતા રોબોટ આવી જશે.

જેકી ચાનને સલમાન ખાનને મળવાની ઇચ્છા

સુપરસ્ટાર જેકી ચાન પોતાની આગામી ફિલ્મ ‘કૂંગ ફુ યોગા’ને પ્રમોટ કરવા માટે ૨૩મી જાન્યુઆરીએ મુંબઈ પહોંચી ચૂક્યા હતા. મુંબઈ એર પોર્ટ પર જેકી ચાનના પ્રશંસકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જેકીની ઇન્ડિયામાં સુવિધાઓ સચવાઈ રહે તે માટે આ ફિલ્મના તેના સહઅભિનેતા સોનું સુદ અને દિશા પટણી જેકી ચાન સાથે જ રહે છે. 

સુસ્મિતા ફરી મિસ યુનિવર્સમાં!

વર્ષ ૧૯૯૪માં ફિલિપાઇન્સના મનિલામાં મિસ યુનિવર્સના તાજની વિજેતા બનનારી ભારતીય મોડલ કમ એક્ટ્રેસ સુસ્મિતા સેન ૬૫મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં જજ તરીકે હાજરી આપવાની છે. ૪૧ વર્ષીય સુસ્મિતાએ ૧૯૯૪માં મનિલામાં જ મિસ યુનિવર્સનો તાજ જીત્યો હતો. 

Donald_Trump_swearing_in_ceremony_fb

Donald_Trump_swearing_in_ceremony_fb

Donald Trump with his family at his inauguration as the 45th President of the US on January 20, 2017

cm interview2

cm interview2

cm interview1

cm interview1

ટ્રમ્પનો વિરોધઃ હજારો મહિલાઓ, ભારતીય સાંસદો રસ્તા પર ઉતર્યા

નવનિયુક્ત યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામેનો વિરોધ સતત વધી રહ્યો છે. ટ્રમ્પે શપથગ્રહણ કર્યાના એક જ દિવસ પછી વોશિંગ્ટનના માર્ગો પર હજારો મહિલાઓએ રેલી યોજીને નવી સરકારની નીતિઓ વિરુદ્ધ દેખાવો કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં ભારતીય મૂળના સાંસદ એમી બેરા, ડેમોક્રેટસના પૂર્વ વિદેશપ્રધાન સહિત અનેક નેતાઓ પણ સામેલ થયા છે.

કોલકતા વન-ડેઃ ઈંગ્લેન્ડનો પાંચ રને મેચવિજય, ભારતનો ૨-૧થી શ્રેણીવિજય

રવિવારે ઐતિહાસિક ઇડન ગાર્ડનમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને છેલ્લી વન-ડે ઈંગ્લેન્ડે પાંચ રને જીતી લઇને ક્લીન સ્વીપનું કલંક ટાળ્યું છે. વડોદરાના હાર્દિક પંડયાના ઓલરાઉન્ડ દેખાવ તેમજ કેદાર જાધવની ૭૫ બોલમાં ૯૦ રનની ઝમકદાર ઇનિંગ છતાં ટીમ ઇંડિયા વિજયથી વંચિત રહી હતી. છેલ્લા બોલ સુધી ચાલેલા દિલધડક મુકાબલામાં જીતની લગોલગ પહોંચ્યા બાદ મેચ હારવા છતાં ભારતે ત્રણ વન-ડે શ્રેણી ૨-૧થી કબ્જે કરી છે.