ટ્રમ્પથી ભારતને ફાયદો થશે, પણ પાકિસ્તાનને નુકસાનની શક્યતા 25/01/2017 6:14 am Mukesh Patel સર્વોચ્ચ મહાસત્તાનું પ્રમુખ પદ સંભાળ્યાને ડોનાલ્ડ ટ્રમ્પને હજુ ગણતરીના દિવસો થયા છે. આથી હજી સુધી તેમની વિદેશનીતિ એકદમ સ્પષ્ટ તો નથી, પણ રાજદ્વારી નિષ્ણાતોના મતે તેમના શાસનકાળમાં અમેરિકાના ભારત સાથે સંબંધો સારા બનશે અને તેનો ભરપૂર લાભ ભારતને મળશે. જોકે પાકિસ્તાન માટે તેઓ ચિંતાનું કારણ બની શકે છે. તેઓ પાકિસ્તાનની તરફ પોતાનું કડક વલણ દાખવી શકે છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ચૂંટણીપ્રચાર દરમિયાન ભારત અને હિંદુઓને વ્હાઇટ હાઉસના મિત્રો તરીકે ગણાવ્યા હતા.
The unremarkable side of the remarkable Jayalalithaa 19/12/2016 6:29 am Anand Pillai The problem with people is they not only have short memory but they tend to remember only the last scene and not the entire episode.
આર્મ્સ એક્ટ કેસમાં પણ સલમાન નિર્દોષ 25/01/2017 6:01 am Mukesh Patel સુપરસ્ટાર સલમાન ખાનને જોધપુરની નીચલી કોર્ટે ત્રણ ચિંકારાનો શિકાર કરવાના આર્મ્સ એક્ટના કેસમાં ૧૮મીએ નિર્દોષ જાહેર કર્યો હતોે. વર્ષ ૧૯૯૮માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નાં શૂટિંગ વખતે ત્રણ ચિંકારાનો શિકાર કરવાનો તેના પર આરોપ હતો. આ કેસ માટે જજ દલપતસિંહ રાજપુરોહિતે ચુકાદો આપતાં કહ્યું હતું કે, સલમાન સામે ખોટી કલમો લગાડીને કેસ કરાયો છે. જોધપુરના તત્કાલીન કલેક્ટરે સમજ વગર આ કેસ કર્યો હતો. કથિત શિકાર વખતે સલમાનનું લાઇસન્સ એક્સ્પાયર્ડ નહોતું અને ૮ ઓગસ્ટ ૧૯૯૯ સુધી માન્ય હતું. ફરિયાદી સાબિત કરી શક્યા નથી કે સલમાને એક્સ્પાયર્ડ લાઇસન્સવાળા હથિયારનો ઉપયોગ કર્યો હતો. આથી તેને બેનિફિટ ઓફ ડાઉટના આધારે નિર્દોષ છોડાય છે. સલમાન સામે હરણ અને ચિંકારાના શિકારના ત્રણ કેસ કરાયા છે. સલમાન તેની બહેન અલવીરા સાથે કોર્ટમાં ગયો હતો.
‘રઈસ’ના પ્રમોશનથી દૂર રખાતાં પાક. હિરોઈન માહિરા દુઃખી 25/01/2017 6:03 am Mukesh Patel શાહરુખ ખાનની ફિલ્મ ‘રઈસ’ થિયેટર્સમાં આવવાની તૈયારીઓ ચાલે છે. ફિલ્મનો પ્રચાર પણ જોરશોરથી થાય છે, પણ આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી માહિરા ખાનને પ્રમોશનથી દૂર રખાતાં માહિરા દુઃખી છે.
પ્રિયંકાને બીજી વખત પીપલ્સ ચોઇસ એવોર્ડ 25/01/2017 6:02 am Mukesh Patel બોલિવૂડમાં ચર્ચામાં રહેતી અને હોલિવૂડમાં પણ પદાર્પણ કરી ચૂકેલી હિરોઈન પ્રિયંકા ચોપરાને ‘ક્વોન્ટિકો’માં તેના દમદાર રોલ માટે પીપલ્સ ચોઇસ એવોર્ડ્ઝમાં ફેવરિટ ડ્રામેટિક ટીવી એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. પ્રિયંકાએ બીજી વખત પીપલ્સ ચોઇસ એવોર્ડ જીત્યો છે. તેને ‘ક્વોન્ટિકો’માં જ તેના રોલ માટે ગયા વર્ષે ફેવરિટ એક્ટ્રેસ ઇન અ ન્યૂ ટીવી સિરીઝ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. તેણે આ એવોર્ડ માટે એલેન પોમ્પપેઓ, કેરી વોશિંગ્ટન અને વિઓલા ડેવિસ જેવી પોપ્યુલર ટીવી એક્ટ્રેસિસને બીટ કરી છે.
ટી૨૦ શ્રેણીમાં અશ્વિન, જાડેજાને આરામ 25/01/2017 6:09 am Mukesh Patel ઇંગ્લેન્ડ સામે ગુરુવારથી શરૂ થઇ રહેલી ત્રણ મેચની ટ્વેન્ટી૨૦ શ્રેણી માટે રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજાને આરામ અપાયો છે. તેમના સ્થાને અમિત મિશ્રા, પરવેઝ રસૂલને સ્થાન અપાયું છે. અગાઉ જાહેર કરાયેલી ટીમમાં અશ્વિન, જાડેજા સામેલ હતા. મિશ્રા આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી૨૦માં આઠ મેચમાં રમ્યો છે, જેમાં તેણે ૧૩.૭૧ની એવરેજથી ૧૪ વિકેટ ખેરવી છે.
સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૩૭) 25/01/2017 6:20 am Mukesh Patel યુરાલની પર્વતમાળાને ગાઢ ધુમ્મસે ઢાંકી દીધી હતી. દિવસનો સુરજ પણ સા-વ નિષ્ફળ!ચંદ્ર બોઝ વિચારી રહ્યાઃ રશિયન સરકાર હવે શું કરશે તેની કશી જ જાણ નથી. શિદેઈ પણ નિરાશ છે અને તેને લાગે છે કે સ્તાલિન થોડા સમય માટે ઇંગ્લેન્ડ-અમેરિકા સાથેના વ્યવહાર પૂરતો ઉપયોગ કરી દીધા પછી...
વિદેશવાસી ગુજરાતી સાથેનો સંબંધ વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છીએઃ મુખ્ય પ્રધાન 25/01/2017 6:46 am Khushali Dave ગુજરાત સરકાર વહીવટી નિર્ણયોના અમલીકરણમાં અત્યારે ટ્વેન્ટી૨૦ મેચની જેમ કામ કરી રહી છે. ઘણા કામ કર્યા છે, અને હજુ ઘણા કામ કરવાના છે. ઝડપભેર નિર્ણયો લેવાઇ રહ્યા છે, અને તેનાથી પણ વધુ ઝડપે તેનો અમલ થઇ રહ્યો છે. રાજ્યના મિતભાષી મુખ્ય પ્રધાનશ્રી વિજયભાઇ રૂપાણી વાણી-વર્તનમાં જેટલી નમ્રતા, સાલસતા છલકે છે તેટલી જ દૃઢતા અને પ્રતિબદ્ધતાથી તેઓ તેમના શબ્દોનો અમલ પણ કરી જાણે છે. શુક્રવાર, ૨૦ જાન્યુઆરીએ ‘ગુજરાત સમાચાર’-Asian Voiceના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલ, બ્યૂરો ચીફ નીલેશ પરમાર અને વરિષ્ઠ પત્રકાર-કટારલેખક વિષ્ણુ પંડ્યાને આપેલી એક્સક્લુઝિવ મુલાકાત દરમિયાન મુખ્ય પ્રધાનનો આ અભિગમ જોવા મળ્યો હતો. મુલાકાત વેળા મુખ્ય પ્રધાને વિદેશવાસી ગુજરાતીઓ અને ગુજરાત સાથેનો સંબંધ વધુ મજબૂત બનાવવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
નવ નવ વિશ્વવિક્રમ સાથે ખોડલધામમાં મા ખોડિયારની પ્રાણપ્રતિષ્ઠા 25/01/2017 6:54 am Khushali Dave કાગવડમાં ખોડલધામ મંદિરના નિર્માણની શિલાન્યાસ વિધિ વર્ષ ર૦૧૧માં થઈ હતી. એ પછી ભક્તોની ૬ વર્ષની મહેનત બાદ ૧૭મી જાન્યુઆરીથી ૨૧મી જાન્યુઆરી સુધી મંદિરમાં મા ખોડલની પ્રાણપ્રતિષ્ઠા વિધિનો મહોત્સવ યોજાયો હતો. મા ખોડિયારની મુખ્ય મૂર્તિ સહિત ર૧ દેવી દેવતાઓની મૂર્તિની પણ ખોડલધામમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. આ મહોત્સવમાં માની પ્રાણપ્રતિષ્ઠા વિધિ, શિખર અનાવરણ, ધ્વજારોહણ અને બાદમાં પ્રથમ મંગળા આરતીના સાક્ષી બનેલા આશરે ૧૮ લાખથી વધુ ભાવિકો ભાવવિભોર થઈ બની ગયા હતા.
૬૮મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં કચ્છની ઝલક 25/01/2017 6:59 am Khushali Dave દેશના ૬૮મા પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય ઉજવણીની તૈયારીઓ દિલ્હીમાં જોરશોરથી ચાલી રહી છે ત્યારે ૨૩મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ બાળાઓ અને ૧૩ કુમારોને રાષ્ટ્રીય વીરતા એવોર્ડ – ૨૦૧૬ પ્રદાન કર્યા હતા. જેમાંથી ચાર એવોર્ડ મરણોપરાંત અપાયા હતા. અરુણાચલ પ્રદેશની ૮ વર્ષની સ્વ. તાર્હ પીજુને તેના મિત્રને ડૂબતો બચાવવા માટે પોતાની જાતનું બલિદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ભારત એવોર્ડ મોદી દ્વારા અર્પણ કરાયો હતો. મોદીએ ૨૫ બાળકોને વીરતા એવોર્ડ પ્રદાન કર્યા બાદ બાળકોને પ્રેરિત કરતા સંબોધનમાં વિદ્યાર્થીઓને સફળ બનવા અને શિક્ષિત જીવન માટે મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું.