સુરતમાં ફરી લઠ્ઠાકાંડઃ ૭નાં મોત 25/01/2017 6:56 am Khushali Dave ચાર મહિના પહેલાં જન્માષ્ટમીએ થયેલા લઠ્ઠાકાંડમાં સુરત પોલીસને બદનામી મળ્યા પછી પોલીસ કમિશનર અને રેન્જ આઈ.જી.ની બદલી કરવામાં આવી હતી. હવે ચાર મહિનામાં જ બીજી વખત સર્જાયેલા લઠ્ઠાકાંડના લીધે પોલીસ ફરી મુશ્કેલીમાં છે. ઉત્તરાયણના દિવસે દારૂ પીધા બાદ અત્યાર સુધીમાં સાત જેટલી વ્યક્તિઓના મોત નીપજ્યા છે. જ્યારે એકની હાલત ગંભીર છે. પોલીસ તપાસમાં જણાયું છે કે, જેરામ મોરારની વાડીમાં રહેતી મહિલા બુટલેગર શીલા ને ત્યાંથી પ્લાસ્ટિકની કોથળીમાં મળતો દારૂ પીધા પછી લઠ્ઠાકાંડ સર્જાયો છે. આ મામલે ચાર જણાને પોલીસે ડિટેઈન પણ કર્યા હોવાનું જાણવા મળે છે.
રાજ્યની પ્રજાસત્તાક દિનની ઉજવણી આણંદમાં 25/01/2017 6:48 am Khushali Dave દેશના ૬૮મા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી મધ્ય ગુજરાતમાં આવેલા આણંદમાં થવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ૨૬મી જાન્યુઆરીએ રાજ્યપાલ ઓ. પી. કોહલી દ્વારા આણંદમાં ધ્વજવંદન કરવામાં આવશે અને પરેડની સલામી ઝીલવામાં આવશે. આ અવસરે રાજ્યની વિકાસગાથા દર્શાવતા વિવિધ કલાત્મક ટેબ્લો તેમજ આણંદ જિલ્લાની શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ ખાસ ઉપસ્થિત રહેશે.
ટ્રમ્પે બોલ્યું પાળ્યુંઃ ‘ઓબામાકેર’ બંધ 25/01/2017 6:17 am Mukesh Patel ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વચન અનુસાર પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા જ ‘ઓબામાકેર’ સંબંધિત જોગવાઈઓ બંધ કરી છે. તેમણે શપથ લીધા બાદ તુરંત ઓવલ ઓફિસમાં પહોંચીને આ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર વખતે યોજનાના બદલે અન્ય યોજના લાવવાનું વચન આપ્યું હતું. હવે તેઓ તમામ લોકો માટે ‘હેલ્થ કેર એક્ટ’ લાગુ કરે તેવી શક્યતા છે.
ગુજરાતી સર્જકોના ભવાટવિની ભૂલભલામણી? 24/01/2017 7:59 am Nilesh Parmar સમુરાઈ શબ્દ તો જાપાનીઝ છે, પણ દુનિયાભરના સંઘર્ષવીરો માટે તે વપરાય છે. ગુજરાતી સાહિત્યમાં એવા ઘણા નામો છે જે સાહિત્યના સમુરાઈ હતા, તેમાંથી બે સર્જકો વિશે વાત કરવી છે. બન્ને હતા શબ્દ-નાવડીના નાવિક, હલેસાં પણ નિજ પુરુષાર્થથી બનાવ્યા અને સાહિત્ય તેમજ પત્રકારત્વની યાત્રાએ નીકળી પડ્યા. બન્નેનું નજરે ચડે તેવું લક્ષણ એ હતું કે તેમના વિચારવામાં અને જીવવામાં કોઈ અંતર નહોતું.
તમિળનાડુમાં દ્રવિડ પક્ષોના શાસનની સુવર્ણજયંતી 23/01/2017 8:22 am Nilesh Parmar જયાઅમ્માના અંતિમ સંસ્કારથી જલીકટ્ટુ માટે મરીના બીચ પર માનવ મહેરામણ
A Small Spark To A Much Bigger Flame 25/01/2017 5:10 am Mitul Paniker Tamil Nadu State government promulgated an ordinance with Governor C Vidyasagar Rao's approval to circumvent the 2014 ban on Jallikattu.
President Trump pulls US out of Trans-Pacific deal 25/01/2017 5:04 am Mitul Paniker US President Donald Trump took out Washington from the Trans-Pacific Partnership - a trade agreement among 12 of the Pacific Rim countries, one of former prez Barack Obama's most significant trade deals, on the very first day of office
લેસ્ટર નજીક ગુજરાતી પોસ્ટમાસ્ટરને લુંટી લેવાયા: એકની ધરપકડ 25/01/2017 9:31 am Vikram Nayak લેસ્ટરઃ લેસ્ટરથી બે માઇલ દૂર આવેલ માઉન્ટસોરેલમાં પોસ્ટ ઓફિસ ધરાવતા અતુલભાઇ બારોટ નામના પોસ્ટમાસ્ટરને માથામાં ઇજા પહોંચાડી બે લુંટારાઓએ મોટી રકમની લુંટ ચલાવતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એક આરોપી ડેવીડ બ્લડ (ઉ.વ.૫૧)ને પોલીસે પકડીને કોર્ટમાં રજૂ કર્યો હતો. મળતી માહિતી મુજબ લુંટારાઓએ આશરે ૨૯ હજાર પાઉન્ડની લુંટ ચલાવી હતી. જોે કે પોલીસ તરફથી લુંટની રકમ અંગે કોઇ જાહેરાત કરાઇ નથી.