• થેરેસા મે તુર્કીના પ્રમુખ એર્ડોગનને મળ્યાં 31/01/2017 12:09 pm Achyut Sanghavi વોશિંગ્ટનમાં યુએસ પ્રમુખ ટ્રમ્પ સાથે મુલાકાત પછી બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે અંકારાની એક દિવસની મુલાકાત લઈ તુર્કીના પ્રમુખ રેસેપ તૈય્યપ એર્ડોગનને મળ્યાં હતાં. એર્ડોગન સરકારની માનવ અધિકાર રેકોર્ડ માટે આકરી ટીકા થયેલી છે. આ પછી તેમને મળનારાં થેરેસા પ્રથમ પશ્ચિમી નેતા છે. બન્ને નેતાએ ૧૦૦ મિલિયન પાઉન્ડથી વધુ મૂલ્યના સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર પણ કર્યાં હતાં. મેએ તુર્કી પ્રમુખને જણાવ્યું હતું કે બ્રિટન એર્ડોગન અને તુર્કી લોકશાહીની રક્ષાના પ્રયાસમાં સાથે જ રહે છે. જોકે, માનવ અધિકારોનું જતન આવશ્યક હોવાની ચેતવણી પણ તેમણે આપી હતી.
બાળાના હેડસ્કાર્ફ પર પ્રતિબંધના મુદ્દે મુસ્લિમ સમાજમાં મતભેદ 31/01/2017 12:09 pm Achyut Sanghavi હેન્ડ્સવર્થ,બર્મિંગહામની રોમન કેથોલિક સ્કૂલ - સેન્ટ ક્લેર્સ સ્કૂલ - દ્વારા ચાર વર્ષની મુસ્લિમ બાળાને હેડસ્કાર્ફ પહેરવા પર ફરમાવાયેલા પ્રતિબંધ બાદ તેના પિતાએ સ્થાનિક સત્તાવાળા હસ્તક્ષેપ કરવાનું કહેતા મુસ્લિમ સમાજના અગ્રણીઓમાં મતભેદ સર્જાયો હતો.
યુકેમાં લગ્નેતર સંબંધોથી જન્મતાં બાળકોની સંખ્યામાં સતત વધારો 31/01/2017 12:09 pm Achyut Sanghavi બદલાતી સામાજિક તાસીર પ્રમાણે લગ્નને બંધન માનવાની માનસિકતા વધી છે. નવી પેઢી લગ્નની પળોજણ વિના માત્ર રિલેશનશિપમાં રહેવાનું પસંદ કરતા થયા છે. આના પરિણામે, લગ્ન વિના જન્મતા બાળકોની સંખ્યા તેમજ સિંગલ મોમ કે સિંગલ ડેડની સંખ્યામાં સતત વધારો થયો છે.
ડ્રગ્સની હેરાફેરીમાં સાતને સજા 31/01/2017 12:09 pm Achyut Sanghavi શહેરમાં ૩.૫ કિલો હેરોઈન લાવવામાં ગુનેગાર ઠરેલા રોબર્ટ ડુગીડ, ઉસ્માન પટેલ, હબીબ યાકુબ, ઈઝરાયેલ ક્લાર્ક, જોશુઆ હોકિન્સ અને હમઝા અસલમ સહિત કુલ સાતને લેસ્ટર ક્રાઉન કોર્ટે ૨૦ જાન્યુઆરીએ કેદની સજા ફરમાવી છે. અપરાધીઓએ ગુનાની કબૂલાત કરી લીધી હતી.
એર ઇન્ડિયાનું હીથરોના ટર્મિનલ – ટુ પર સ્થળાંતર: ક્વીન્સ ટર્મિનલ પર અફલાતુન સગવડો મળશે 31/01/2017 12:18 pm Kamal Rao ભારતની નેશનલ કેરિયર એર ઇન્ડિયા દ્વારા લંડન હીથરો ખાતેથી તમામ ફ્લાઇટો હવે 'ક્વીન્સ ટર્મિનલ' તરીકે અોળખાતા અને સુખ સુવિધાઅોથી ભરપૂર ટર્મિનલ ટુ પરથી ઉપડશે અને ઉતરશે. હીથરો ટર્મિનલ ટુ સ્ટાર એલાયન્સ તરીકે અોળખાતી પ્રતિષ્ઠીત એરલાઇન્સ માટેનું ઘર છે અને એર ઇન્ડિયાનો પણ તેમાં ઉમેરો થયો છે. હવે એર ઇન્ડિયાના મુસાફરોને સ્ટાર એલાયન્સના મુસાફરોને મળતી તમામ સુવિધાઅોનો લાભ મળશે. તા. ૨૫ના રોજ હીથરો ટર્મિનલ ટુના ઝોન ડી ખાતે તમામ મુસાફરોનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું અને સાંજે એર ઇન્ડિયા સાથે સંકળાયેલા ટ્રાવેલ એજન્ટ્સ, હીથરો ટર્મિનલ ટુ તેમજ સ્ટાર એલાયન્સના અગ્રણીઅો માટે ભવ્ય પાર્ટીનું આયોજન પણ કરાયું હતું.
Teacher sells £250,000 cottage for £2 in Derbyshire 31/01/2017 12:27 pm Rupanjana Dutta A 43-year-old Indian-origin teacher has sold her £250,000 worth home in Derbyshire for a token of mere £2 to ensure that she cannot be evicted from the property.
લો ફર્મને રિનોવેશન ગ્રાન્ટ સામે રોષ 31/01/2017 2:25 pm Achyut Sanghavi બોલ્ટન કાઉન્સિલના વડા ક્લિફ મોરીસે ગત ઓક્ટોબરમાં મળેલી સત્તાનો ઉપયોગ કરીને એસન્સ સોલિસિટર્સને શહેરની પોતાની નવી ઓફિસોના રિનોવેશન માટે £૩૦૦,૦૦૦ની સહાય મંજૂર કર્યા બાદ તેમને રાજીનામુ આપી દેવા જણાવતા સંખ્યાબંધ ફોનકોલ્સનો સામનો કરવો પડી રહ્યો છે.
Apprentices from diverse background join Evening Standard 31/01/2017 1:21 pm Rupanjana Dutta Four apprentices from diversity background have been appointed with the launch of a new apprenticeship scheme by the London Evening Standard and Independent.