Men convicted of murder over a mop and bucket 31/01/2017 2:25 pm Rupanjana Dutta Following a family feud that broke out over a mop and bucket, two men have been convicted of murdering a father-of-four in Bradford. Sarfraz Khan, 35, was stabbed to death and his three brothers seriously hurt when a row at the family ice cream business, Rossi's Ices, escalated in April last year.
પીડાથી ઉંઘ હરામ થઈ ગઈ હશે તો જ NHS તમારી હિપ સર્જરી કરશે 31/01/2017 12:09 pm Achyut Sanghavi યુકેના હેલ્થ મેનેજર્સે લાખો પાઉન્ડ બચાવવા માટે હિપ અને ની સર્જરી માટે નવી પીડામર્યાદા પરીક્ષણો ફરજિયાત બનાવવા નિર્ણય કર્યો છે. જેઓ અતિ સ્થૂળ તેમજ ચાલવાફરવા માટે સક્ષમ હોય તેવા પેશન્ટ્સને ઘૂંટણ બદલવાની સર્જરીનો ઈનકાર કરવામાં આવશે. જે પેશન્ટ્સ પીડાના કારણે રાત્રે ઉંઘી ન શકતા હોય તેમને જ આવી સર્જરી કરી અપાશે. કેટલાક હેલ્થ ટ્રસ્ટ્સનું માનવું છે કે આવા ફેરફારથી તેઓ વાર્ષિક બે મિલિયન પાઉન્ડની બચત કરી શકશે. રોયલ કોલેજ ઓફ સર્જન્સના અંદાજ અનુસાર ઈંગ્લેન્ડમાં ૧૦માંથી ચાર હેલ્થ ટ્રસ્ટ જે પેશન્ટ્સને ઓછી પીડા હોય કે ભારે સ્થૂળ હોય તેમને ઓપરેશનનો ઈનકાર કરી રહ્યાં છે.
લોર્ડ ધોળકિયાનો રીહેબિલિટેશન ઓફ ઓફેન્ડર્સ (સુધારા) બિલને ટેકો 31/01/2017 12:47 pm Achyut Sanghavi લોર્ડ નવનીત ધોળકિયાએ રીહેબિલિટેશન ઓફ ઓફેન્ડર્સ (એમેન્ડમેન્ટ) બિલને બીજા વાંચનમાં સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. લોર્ડ રામ્સબોથામે રીહેબિલિટેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ ૧૯૭૪ને સુધારવામાં અથાગ પ્રયાસો કરવા બદલ લોર્ડ ધોળકિયાની પ્રસંશા કરી હતી.
મનીલોન્ડરિંગ ગુનામાં ત્રણને સજા 31/01/2017 12:47 pm Achyut Sanghavi નિર્મલ તન્ના, કેવિન હોલીઓકે અને માર્ક પર્સિવલને પાંચ લાખ પાઉન્ડ કરતા વધુ રકમના મની લોન્ડરિંગ ગુનામાં લેસ્ટર ક્રાઉન કોર્ટે ૨૩ જાન્યુઆરીએ કેદની સજા ફરમાવી છે. નિર્મલ તન્નાને પાંચ વર્ષ કરતા વધુ, કેવિન હોલીઓકેને ૧૮ મહિના તેમજ માર્ક પર્સિવલને ૧૨ મહિનાની સસ્પેન્ડેડ કેદની સજા ફરમાવાઈ છે. સ્વીટ્ઝર્લેન્ડનો નિર્મલ તન્ના અગાઉ લેસ્ટરના ઓડબીમાં રહેતો હતો.