Advanced search


DSC_9786

DSC_9786

lord mountbatten- Gurinder-Chadha

lord mountbatten- Gurinder-Chadha

DSC_9906

DSC_9906

lord mountbatten-1

lord mountbatten-1

Trump-may 1

Trump-may 1

DSC_9786

DSC_9786

બ્રેક્ઝિટ પછી વેપાર સમજૂતીની

બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે યુએસના ૪૫મા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળનારાં પ્રથમ વિદેશી નેતા બન્યાં છે. લાલ રંગના ડ્રેસમાં સજ્જ થેરેસા મે ૨૭ જાન્યુઆરીએ જ્યારે વ્હાઈટ હાઉસ ખાતે આવ્યાં ત્યારે ખુદ ટ્રમ્પે તેમનું સ્વાગત કર્યું હતું. યુકે અને યુએસ વચ્ચે ‘વિશેષ સંબંધો’ જળવાય તેની ખાતરી મેળવવાં ઈચ્છતાં થેરેસાને પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુકે જ્યારે ઈયુમાંથી બહાર નીકળશે ત્યારે તેને વર્તમાન વેપારી શરતો સાથે જ અમેરિકા સાથે વેપાર કરવા મળશે. થેરેસા મેએ વર્ષના અંત સુધીમાં બ્રિટનની મુલાકાત લેવા ટ્રમ્પને નિમંત્રણ આપ્યું હતું તેનો યુએસ પ્રમુખે સ્વીકાર કર્યો છે. આ મુલાકાત દરમિયાન બન્ને એક બીજાના હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા.

ભારતીય હાઈ કમિશન દ્વારા ૬૮મા પ...

ભારતના ૬૮મા પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે ભારતીય હાઈ કમિશને ૨૬મી જાન્યુઆરીએ ગ્રોવનર હાઉસ હોટલ ખાતે ખાસ સમારોહનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે કોમ્યુનિટી અને બિઝનેસ જગતના અગ્રણીઓ પત્રકારો, રાજકારણીઓ સહિત ઘણાં વિશિષ્ટ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો ‘વાસ્તવિકમાં પ્રોત્સાહનજનક રીતે’ ઉભરી રહ્યા હોવાની નોંધ લઈને યુકે ખાતેના ભારતીય હાઈ કમિશનર વાય કે સિંહાએ જણાવ્યું હતું કે બ્રિટનમાં આ વર્ષે યુકે-ભારત સાંસ્કૃતિક વર્ષની ઉજવણીનો આરંભ કરાવવા ક્વીન એલિઝાબેથ દ્વિતીય બકિંગહામ પેલેસ ખાતે ભવ્ય સમારોહનું આયોજન કરશે.

ભારતમાં લોર્ડ માઉન્ટબેટનની ભ

લોર્ડ લૂઈ માઉન્ટબેટનને ભારતના આખરી વાઈસરોય તરીકેની ભૂમિકામાં દેશના લોહિયાળ વિભાજનના ઘડવૈયા તરીકે ચિતરવામાં આવે છે. જોકે, તેમના ગ્રેટ-નેવ્યુ પ્રિન્સ ઓફ વેલ્સ માટે લોર્ડનું આ ચિત્રણ તદ્દન અયોગ્ય જ રહ્યું છે. ‘Viceroy's House’ નામની નવી ફિલ્મમાં ૧૯૪૭ની ખળભળાટ મચાવનારી ઘટનાઓ વિશે લોર્ડ માઉન્ટબેટન પરનું આળ અથવા દોષારોપણ દૂર કરવાનો પ્રયાસ કરાયો છે. આ ફિલ્મના સર્જનમાં પ્રિન્સ ચાર્લ્સની મોટી ભૂમિકા રહી છે.

Bill-- Theresa May copy

Bill-- Theresa May copy