Advanced search


Gandhiji-Tevistock

Gandhiji-Tevistock

Mariyam Khaliq copy

Mariyam Khaliq copy

આરબ સમસ્યા વિશે મોદીના અભિગમ અ...

પશ્ચિમ જગતમાં ‘એકલા ચાલો રે’ની એકલ અથવા અલગતાવાદી માનસિકતા ગતિ પકડી રહી છે ત્યારે ઉદાર લોકશાહી તરીકે ભારત ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્ર સાથે આગળ વધવા તૈયાર છે, જે વધુ સારી વિશ્વ વ્યવસ્થા માટે નમૂનારુપ બની શકે છે. નવી વિશ્વ વ્યવસ્થાને ઘડનારું ગતિશાસ્ત્ર નવું નથી. ઈતિહાસના કોઈ પણ સમયખંડની માફક વિશ્વ અત્યારે પ્રતિભા, ઈન્વેસ્ટમેન્ટ્સ, મૂડી અને સંસ્કૃતિઓના સેતુની રચના કરવા માટે ઈરાદાબદ્ધ લોકો તથા વ્યાપક સહકાર, સહભાગી મૂલ્યો તેમજ સાંસ્કૃતિક, વંશીય, ભાષાકીય અને ધાર્મિક વૈવિધ્યો માટે પારસ્પરિક ઉજવણી કરવાના માર્ગોને પસંદ કરતા લોકો વચ્ચે વિભાજિત છે.

ગાંધીજીનો શાંતિ અને અહિંસાનો

ભારતીય હાઈ કમિશન દ્વારા ઈન્ડિયા લીગના સહયોગથી લંડનના ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે ૩૦ જાન્યુઆરી, સોમવારે શહીદ દિવસ સમારોહનું આયોજન કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ પછી, મહાત્મા ગાંધી અને શહીદોની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા ભારતીય હાઈ કમિશનર વાય કે સિંહાએ જણાવ્યું હતું કે હાલના તબક્કે વિશ્વ જે કટોકટી (હિંસા અને આતંકવાદ)નો સામનો કરે છે તેને ધ્યાનમાં લેતા મહાત્મા ગાંધીના શાંતિ અને અહિંસાના ઉપદેશ આજે વધુ પ્રસ્તુત જણાય છે.

આર્ટિકલ-૫૦ પ્રક્રિયા શરુઃ પાર્લામેન્ટ

થેરેસા સરકારે આર્ટિકલ-૫૦ પ્રક્રિયા આરંભી શકાય તે માટેનું અત્યંત ટુંકુ બિલ પાર્લામેન્ટ સમક્ષ રજૂ કરી દીધું છે. સુપ્રીમ કોર્ટે સંસદની મંજૂરી વિના બ્રેક્ઝિટ પ્રક્રિયા આરંભી ન શકાય તેવો ચુકાદો આપ્યા પછી સંસદમાં મૂકાયેલું બે પેરેગ્રાફનું આ બિલ બ્રિટનનું ભાવિ ઘડશે. થેરેસા મે માર્ચ મહિનાના અંત સુધીમાં બ્રેક્ઝિટ પ્રક્રિયા આરંભવા મકકમ છે ત્યારે સરકારે વિરોધપક્ષોને બિલમાં સુધારા કરવાની સુવિધા મળે તેવી કોઈ જોગવાઈ રાખી નથી. કોમન્સમાં આ બિલની ચર્ચા માટે માત્ર દિવસનો સમય અપાયો છે. કોમન્સમાં બહુમતીની અપેક્ષા છતાં હાઉસ ઓફ લોર્ડ્સમાં આ બિલ સામે ભારે અવરોધો આવી શકે છે.મિનિસ્ટર્સ દ્વારા બાહેંધરી અપાઈ છે કે ૨૦૧૯માં થનારી આખરી બ્રેક્ઝિટ સંધિ પર સાંસદો સરકારને બંધનકર્તા રહે તેમ મતદાન કરી શકશે.

બ્રિટિશ મહિલા મરિયમ ખાલિકે ભા

પાકિસ્તાની મૂળની ૩૪ વર્ષીય બ્રિટિશ મહિલા મરિયમ ખાલિકે બે વર્ષથી ગૂમ થયેલા ભારતીય પતિ કુન્નુમબાથ નૌશાદ હુસેનને શોધીને તેનાથી તલાક લીધા હતા. પ્રેમસંબંધ પછી બન્નેએ ૨૦૧૩માં નિકાહ કર્યા હતા અને એક વર્ષ સુધી સાથે પણ રહ્યા હતા. નૌશાદ મરિયમને છોડીને ભારત આવી ગયા પછી પરત ફર્યો ન હતો. તેણે બ્રિટનના કાયમી વિઝા મેળવવા માટે જ મરિયમ સાથે નિકાહ કર્યા હતા મરિયમનો પરિચય સ્કોટલેન્ડમાં અભ્યાસ કરતા ૩૪ વર્ષીય નૌશાદ હુસેન સાથે ફેસબુક પર થયો હતો. ૨૦૧૩માં નિકાહ અને એક વર્ષ સાથે રહ્યા પછી નૌશાદે લગ્ન બાબતે પેરન્ટ્સને મનાવી લીધા બાદ બ્રિટન પરત આવશે તે મરિયમને કહ્યું હતું. મરિયમે જણાવ્યું હતું કે નૌશાદે તેને કેરળ લઈ જઈને ફરીથી વિધિસર લગ્ન કરવાનું વચન આપ્યું હતું.

A man has been sentenced to an indefinite hospital order at the Old Bailey after pleading guilty to GBH with intent. The sentencing follows after he attacked his cousin with a long kitchen-style knife repeatedly in the chest as he sat in his car in north London. 

 

Manoj Ladwa

Manoj Ladwa

Launching the Timeless Treasurers...

Timeless Treasures – a heavy, coffee table book on the material culture of regal Indian weddings was launched amidst great pomp and grandeur at the Natural History Museum, by London based publisher Rutland Hall.