Advanced search


(લંડનની એક કાઉન્સિલમાં દુભાષિયા (ઇન્ટરપ્રીટર) તરીકે ફરજ બજાવનાર ગુજરાતી મહિલાએ અાપણા સમાજમાં બનેલી એક સત્યઘટના અમને લખી મોકલી અાપી છે. એ અમે શબ્દશ: અત્રે રજૂ કરીએ છીએ.)

તબીબી ક્રાંતિઃ ચીનના સર્જને દર્દીના હાથ પર કાન ઉગાડ્યો!

ચીનમાં એક ડોક્ટરે હાથ ઉપર કાન ઉગાડ્યો છે. કોસ્મેટિક સર્જરીની દુનિયામાં આને એક ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે. પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ગુઓ શુઝહોંગે નવેમ્બરના બીજા સપ્તાહમાં આ સિદ્ધિ મેળવી હતી, જેની જાહેરાત હવે થઇ છે. ઝી નામના એક દર્દીને કાનની જરૂર હોવાથી પ્રત્યારોપણ કરાયું હતું. 

નબળા પડતાં રોમાન્સની વાત કરવા સ્ત્રીમિત્રો યોગ્ય પાત્ર નથીઃ સર્વેક્ષણ

રોમાન્સ કે પ્રેમસંબંધનો સવાલ છે ત્યાં સુધી સ્ત્રીમિત્ર તે સંબંધોનો સૌથી મોટો શત્રુ બની શકે છે. તમારા સંબંધો કે રોમાન્સ જરાક નબળા પડ્યા હોય અને સ્ત્રીમિત્રમાં ભરોસો કરીને તેની સમક્ષ હૈયું ઠાલવશો તો કદાચ પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ શકે. જે સ્ત્રી સમક્ષ હૈયુ ઠાલવ્યું હોય તેમાં રહેલો અસંતોષ કે હતાશા તમારા પ્રેમસંબંધનો ભોગ લઈ શકે છે. એક સ્ત્રીની વાત સાંભળીને તમારા દુખમાં સહભાગી થવાને બદલે તે સ્ત્રીમિત્ર તમારી સમસ્યા વધારી શકે છે. ટૂંકમાં સેમસેક્સના મિત્ર સમક્ષ રોમાન્સ વિષયક હૈયું ઠાલવવું નુકસાન પહોંચાડી શકે છે.

જાપાનીઝ આઇડિયાઃ વડીલો ખોવાઇ ન જાય તે માટે નખ પર ક્યુઆર કોડ ચોંટાડ્યા

જાપાનમાં મોટી સંખ્યામાં લોકો વધતી ઉંમર સાથે વિસ્મૃતિની બીમારીનો ભોગ બની થઇ રહ્યા છે. તેના કારણે તે ક્યારેક ઘરનો રસ્તો ભૂલી જાય છે તો ક્યારેક ઘર છોડીને ચાલ્યા જાય છે. સરકારે એવા સિનિયર સિટિઝન માટે એક વિશેષ ક્યુઆર કોડ સ્ટિકર બનાવ્યું છે, જેથી તેને શોધવામાં સરળતા રહેશે. આ પદ્ધતિમાં વૃદ્ધોના નખ પર એક ક્યુઆર કોડ લગાવવામાં આવે છે. તેને સ્માર્ટફોનમાં એપના માધ્યમથી ગમે ત્યાંથી સ્કેન કરી શકાય છે. આ સેવા બિલકુલ ફ્રી છે. 

રજનીકાંતના જન્મદિને શુભકામનાઓનો વરસાદ

ભલે રજનીકાંતે જયલલિતાના નિધનને પગલે આ વર્ષે પોતાનો જન્મદિવસ નહીં મનાવવાની જાહેરાત કરી, પણ તેના ચાહકોએ પોતાના આ મનગમતા સુપરસ્ટારના જન્મદિવસે એટલે કે ૧૨મી ડિસેમ્બરે પ્રાર્થના કરવામાં કોઈ ઓછપ રાખી નથી. રજનીના જન્મદિને તેના પર શુભકામનાઓનો વરસાદ પણ થતો જ રહ્યો હતો. રજનીકાંતને તેના જન્મદિવસે અમિતાભ બચ્ચને શુભકામના પાઠવી હતી અને ટ્વિટર તેમજ ફેસબુક પર તેણે રજનીકાંત સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. 

મુખવાસઃ સ્વાદ સાથે પોષણનો સંગ

મુખવાસ લોકો શોખથી ખાતા હોય છે અથવા જમ્યા પછી માઉથ-ફ્રેશનર તરીકે વાપરતા હોય છે, પરંતુ હકીકતમાં મુખવાસ પાચનને બળ આપતું પરિબળ છે. શરત ફક્ત એટલી કે એમાં સાકર, સેન્ટ, આર્ટિફિશ્યલ કલર વગેરે નાખેલાં ન હોવાં જોઈએ અને એ ઘરે જ બનાવેલો હોય.

ટીમ ઇંડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ બેટ્સમેન તરીકેની કારકિર્દીના સુવર્ણ યુગને આગળ ધપાવતા ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં વિક્રમજનક ૨૩૫ રન ફટકાર્યા હતા. આ સાથે તેણે એક જ વર્ષમાં ત્રણ બેવડી સદી ફટકારવાની સિદ્ધિ મેળવનારા ભારતના પ્રથમ બેટ્સમેન અને પ્રથમ કેપ્ટન તરીકે રેકોર્ડ બુકમાં ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે. કોહલીએ ૩૪૦ બોલમાં ૨૫ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૨૩૫ રનની મેરેથોન ઈનિંગ રમીને વિક્રમોની વણઝાર સર્જી હતી. કોહલી વિશ્વનો ત્રીજો એવો કેપ્ટન બન્યો છે કે, જેણે એક જ કેલેન્ડર વર્ષમાં ત્રણ વખત બેવડી સદી નોંધાવી હતી.