Advanced search


નોટબંધીને પ્રજાનું સમર્થનઃ ભ

રાજ્યમાં વાપી અને સુરત જિલ્લાની કનકપુર-કનસાડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોની કેટલીક બેઠકોની પેટાચૂંટણીઓના પરિણામોમાં ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે કોંગ્રેસની બેઠકોમાં મોટો ઘટાડો નોંધાયો છે. 

રૂ. ૧૧૭ કરોડની સંપત્તિઃ દેશનાં સૌથી અમીર મુખ્ય પ્રધાન જયલલિતા

છ વાર તામિલનાડુના મુખ્ય પ્રધાન રહેલાં જયલલિતા તામિલનાડુની જનતામાં ઘણી લોકપ્રિયતા ધરાવતા હતા. દેશમાં જનસમર્થનના મામલામાં જયલલિતા ભલે અગ્રીમ સ્થાન ન ધરાવતાં હોય, પરંતુ દેશના સૌથી અમીર મુખ્ય પ્રધાન જરૂર હતાં. મે ૨૦૧૫માં આવકથી વધુ સંપત્તિના મામલામાં કર્ણાટક હાઈ કોર્ટ દ્વારા ક્લિનચિટ મળ્યા બાદ જયલલિતાએ તેમની સંપત્તિની ઘોષણા કરી હતી. 

Navin Kundra-8

Navin Kundra-8

IMG_4527

IMG_4527

પ્રથમ ફિલ્મને ‘એ’ સર્ટિફિકેટ મળ્યું હતું, તેમણે પોતે પણ નહોતી જોઈ

‘અમ્મા’નાં નામે જાણીતા તામિલનાડુના મુખ્ય પ્રધાન રાજકારણમાં આવતાં પહેલા અભિનેત્રી હતાં. તેમની પ્રથમ ફિલ્મને એડલ્ટ (એ) પ્રમાણપત્ર મળ્યું હતું. તેનાથી વધુ રસપ્રદ વાત એ છે કે તેમણે એ ફિલ્મ જોઈ જ નહતી.

ઉંમરે દરાજ માંગ કર લાયે થે ચાર દિન
દો કમાને મેં લગ ગયે, દો નોટ બદલવાને મેં.

અંબાજીમાં કેશલેસ દાનનો પ્રારંભઃ છ માસમાં શિખર સુવર્ણજડિત

નોટબંધી પછી મંદિરમાં દાન માટે રોકડની રામાયણ થતી હોવાથી ભક્તોની સુવિધા માટે શક્તિપીઠ અંબાજીમાં કેશલેસ દાન સ્વીકારની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ભક્તો ક્રેડિટ-ડેબિટ કાર્ડ દ્વારા દાન-ભેટ, પ્રસાદ નોંધાવી શકશે. આ સુવિધાનો પ્રારંભ ૨૯મી નવેમ્બરથી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે થયો હતો. મુખ્ય પ્રધાને પરિવાર સાથે અંબાજી માની સવારની આરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી.

વોહરા સમાજે ફરી એક વખત તમામ સમાજ માટે ઉત્તમ દૃષ્ટાંત રજૂ કર્યું છે. લગ્નના નામે થતાં ફાલતુ ખર્ચને ખતમ કરવા માટે સમાજના ધર્મગુરુ સૈયદના આલીકદર મુફદ્દલ મૌલાએ ફરમાન જાહેર કર્યું છે કે સમાજમાં સાદગીથી વિવાહ થાય. સમાજના દરેક પરિવારનું ભવિષ્ય સલામત કરવામાં આવે તેવો આ ફરમાનનો આશય પણ છે.