મોદીશાસનમાં ભારતમાં કેટલો બદલાવ? ઃ ધ મોદી ડોક્ટ્રિનની ત્રીજી આવૃત્તિનું લોકાર્પણ 07/12/2016 6:20 am Achyut Sanghavi ‘ધ મોદી ડોક્ટ્રિનઃ ન્યુ પેરેડાઈમ્સ ઈન ઈન્ડિયાઝ ફોરેન પોલિસી’ પુસ્તકની ત્રીજી આવૃત્તિ લંડનના ઈન્ડિયા હાઉસ ખાતે ૨૯ નવેમ્બરે લોન્ચ કરવામાં આવી હતી. આ પુસ્તકમાં વિવિધ રાષ્ટ્રીયતા અને મહત્ત્વપૂર્ણ વિષયોના નિષ્ણાત એનાલીસ્ટ્સ અને પ્રેક્ટિશનર્સના નિબંધોનું સંકલન છે.કાર્યકારી ભારતીય હાઈ કમિશનર દિનેશ કે. પટનાયકે પ્રારંભિક પ્રવચન કર્યા પછી પેનલ ચર્ચા અને ઈન્ટરેક્ટિવ સત્રનો આરંભ કરાયો હતો. પેનલમાં આ પુસ્તકના એડિટર્સ શ્યામાપ્રસાદ મુખરજી રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર ડો. અનિર્બન ગાંગુલી અને ભાજપ ફોરેન એફેર્સ ડિવિઝનના વડા ડો. વિજય ચૌથાઈવાલે ઉપરાંત, ત્રીજા પેનલિસ્ટ IFGL Group ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બાજોરીઆ હતા. ચર્ચાના મોડરેટરની કામગીરી ઈન્ડિયા ઈન્ક. ઈન્ડિયા ગ્લોબલ બિઝનેસ મેગેઝિનના સ્થાપક અને સીઈઓ મનોજ લાડવાએ સંભાળી હતી.
પદ્મવિભૂષણ ડો. બાલામુરલીકૃષ્ણને શ્રદ્ધાંજલિ 07/12/2016 6:20 am Achyut Sanghavi મહાન કર્ણાટકી ગાયક પદ્મવિભૂષણ ડો. મંગલમપલ્લી બાલામુરલીકૃષ્ણને શ્રદ્ધાંજલિ અર્પવા વાયોલિન કલાકાર એલ. નાગરાજુ અને પ્રભાકર કાઝા દ્વારા શનિવાર, ત્રીજી ડિસેમ્બરે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું, જેમાં ૧૨૫થી વધુ લોકો ઉપસ્થિત હતા. ડો. બાલામુરલીકૃષ્ણનું ૨૨ નવેમ્બરે ચેન્નાઈમાં નિધન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા.
કોમ્યુનિટી સર્વિસની સજા કડક આપવા લોર્ડ ચીફ જસ્ટિસનું સૂચન 07/12/2016 6:20 am Achyut Sanghavi લોર્ડ ચીફ જસ્ટિસ લોર્ડ થોમસે અપરાધીઓને અપાતી કોમ્યુનિટી સર્વિસની સજા વધુ કડક બનાવવા સૂચન કર્યું છે. હળવી કોમ્યુનિટી સજાને સમસ્યા ગણાવતા લોર્ડ થોમસે કહ્યું હતું કે આનાથી અપરાધીઓને હું સસ્તામાં છૂટી ગયોની લાગણી થાય છે. સામાન્યપણે સીનિયર જજીસ તેમના સાથીઓને ક્રિમિનલ્સને જેલોમાં નહિ મોકલવા અનુરોધ કરતા આવ્યા છે, કારણકે જેલો ભરચક રહે છે અને ત્યાંની હાલત બદતર હોય છે. રાજકારણીઓ કોમ્યુનિટી સજાઓને કડક ગણાવતા આવ્યા છે.