Advanced search


લંડનમાં નવા જન્મેલાં ૭૦ ટકા બા...

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સનાઆંકડા અનુસાર ગયા વર્ષમાં લંડનમાં જન્મેલા દરેક ૧૦માંથી સાત નવજાત બાળકના ઓછામાં ઓછાં એક પેરન્ટ વિદેશી કૂળના છે. કેટલાક સબર્બમાં આ આંકડો ૮૬ ટકા જેટલો ઊંચો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જન્મેલા બાળકના એક પેરન્ટ વિદેશી હોય તેમની સંખ્યા વધીને ૩૩ ટકાએ પહોંચી છે. ટોની બ્લેર સરકારે પૂર્વ યુરોપમાંથી સામૂહિક માઈગ્રેશનના દ્વાર ખોલ્યાં તે અગાઉ વર્ષ ૨૦૦૦માં આ આંકડો ૨૧.૨ ટકા હતો.

ઘરે રસોઈની કડાકૂટ જ નહિઃ બહારથ...

બ્રિટનમાં પણ અમેરિકાના માર્ગે ચાલવાનું વલણ વધ્યું છે. યુવાપેઢી એક જ માસમાં ૧૦ વખત બહારથી મંગાવી ભોજન કરે છે. એટલે કે ઘરે રાંધવાની કડાકૂટ ધીમેધીમે બંધ થઈ રહી છે. ૧૮થી ૩૫ વયજૂથના લાખો લોકો ફાસ્ટફૂડના શોખીન બન્યા છે, જેઓ પાંચ વખત પેક ઘરે લઈ જાય છે. હાલ ૪૮ ટકા લોકો મેદસ્વીતાથી પીડાય છે તેનું મુખ્ય કારણ ફાસ્ટફૂડ છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં બ્રિટનવાસી ફાસ્ટફૂડ કે તૈયાર ભોજનના પેકેટ પાછળ ત્રણ ગણું વધું ખર્ચવા લાગશે. ગયા વર્ષે ૨ બિલિયન પાઉન્ડ ખર્ચ હતો, જે આ વર્ષે વધીને ૭ બિલિયન પાઉન્ડ થયો છે.

The Modi Doctrine

The Modi Doctrine

ડાબેથીડોવિજય ચૌથાઈવાલેશિશિર બાજોરીઆ,, ડોઅનિર્બન ગાંગુલીયુકેસ્થિત કાર્યકારી ભારતીય હાઈ કમિશનર દિનેશ કેપટનાયક અને મનોજ લાડવા

The Modi Doctrine-2

The Modi Doctrine-2

કાર્યક્રમમાં પ્રશ્ન કરી રહેલા ઓવરસીઝ બીજેપીના પ્રમુખ લાલુભાઈ પારેખના પૌત્ર કરણ લાખાણી

The Modi Doctrine-1

The Modi Doctrine-1

ડાબેથીડોઅસીમ વોહરાસી.બીપટેલવિરેન્દ્ર શર્મામનોજ લાડવા તથા અન્યો

ભવન્સ દ્વારા ભંડોળ એકત્ર કરવા...

લંડનઃ ભારતની બહાર ભારતીય શાસ્ત્રીય કળા અને સંસ્કૃતિના સૌથી મોટા કેન્દ્ર ધ ભવન દ્વારા બુધવાર, ૩૦ નવેમ્બરે સ્વિસ કોટેજ નજીક લંડન મેરિયોટ હોટેલ ખાતે ભંડોળના એકત્રીકરણ માટે બેન્ક્વેટ સહિત દિવાળી ઉત્સવની ઊજવણીનું આયોજન કરાયું હતું. આ ચેરિટી સંસ્થા દ્વારા ભંડોળ એકત્ર કરવાનો ઉદ્દેશ્ય ભારતની સમૃદ્ધ કળા અને સાસંસ્કૃતિક ધરોહર જીવંત રાખવા અને તમામ માટે તે પ્રાપ્ય બનાવવાની ચોકસાઈનો હતો. ભવ્ય કાર્યક્રમમાં કોમ્યુનિટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ આરંભે નેટવર્કિંગ સેશન અને રાગાસન દ્વારા તૈયાર કરાયેલી ભારતીય વાનગીઓ અને ડ્રિન્ક્સની લિજ્જત માણી હતી અને તે પછી બેસીને શાકાહારી ભોજનનો આસ્વાદ લીધો હતો.

સુપ્રીમ કોર્ટમાં બ્રેક્ઝિટ ય

બ્રિટનની સુપ્રીમ કોર્ટના ૧૧ જજીસ સમક્ષ બ્રેક્ઝિટ કાનૂની લડતનો આરંભ થયો છે. હાઈ કોર્ટના ચુકાદા સામે સરકારની અપીલ પાંચ નવેમ્બરે આરંભાયેલી સુનાવણી ચાર દિવસ સુધી ચાલશે. બ્રિટિશ કાનૂની ઈતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ કેસીસમાં એક તરીકે ગણાવાયેલા આ કેસમાં સુપ્રીમ કોર્ટના પ્રેસિડેન્ટ લોર્ડ ન્યુબર્ગરે બ્રેક્ઝિટવિરોધી કેમ્પેઈનરો સામે ઓનલાઈન એબ્યુઝ વિશે ગંભીર ચેતવણી આપી હતી.

લેસ્ટરશાયર પોલીસે ક્રાઈમ મુદ

પોલિસીંગ અને કોમ્યુનિટી સુરક્ષાના મુદ્દે ૩,૦૦૦થી વધુ નિવાસીઓએ લેસ્ટરશાયર કાઉન્ટીના પોલીસ અને ક્રાઈમ કમિશનર (PCC) લોર્ડ વિલી બાક સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. લોર્ડ બાકે જણાવ્યું હતું કે ભાવિ પોલિસીંગ રણનીતિ ઘડવામાં લોકોનો ફીડબેક મદદરુપ નીવડશે. તેમનો પોલીસ એન્ડ ક્રાઈમ પ્લાન મુસદ્દો સોમવાર, પાંચ ડિસેમ્બરે કાઉન્ટીની પોલીસ એન્ડ ક્રાઈમ પેનલ સમક્ષ રજૂ કરાયો હતો.

બાળકોમાં જુગારનું ચલણ ડ્રગ્સ,...

યુકેના બાળકોમાં પણ જુગારનું વલણ અને ચલણ વધી રહ્યું છે. જુગારનું સૌથી સામાન્ય સ્વરુપ ફ્રૂટ મશીન્સ, નાણા માટે પત્તા રમવા અને સ્ક્રેચ કાર્ડનો સમાવેશ થાય છે. યુવાવર્ગના ૧૧-૧૫ વયજૂથના આશરે ૪૫૦,૦૦૦ યંગસ્ટર્સ સપ્તાહમાં ઓછામાં ઓછાં એક વખત તો જુગાર રમે છે. ડ્રગ્સ લેનારા, ધૂમ્રપાન કે શરાબપાન કરતા યંગસ્ટર્સ કરતા આ આંકડો મોટો છે. આમાંથી, ૯,૦૦૦ તો જુગારના બંધાણી બની ગયાની આશંકા છે.

પત્નીની હત્યા બદલ ભારતીય મૂળન

સરેની ગિલ્ડફર્ડ ક્રાઉન કોર્ટે ભારતીય મૂળના નિવૃત્ત બેંકર સંજય નિઝવાન (૪૬)ને તેની પત્ની સોનિતા (૩૮)ની હત્યા કરવા બદલ લઘુતમ ૯ વર્ષ અને ૧૭૨ દિવસ સાથે આજીવન કેદની સજા ફરમાવી છે. ગત મેમાં સાઉથ ઈંગ્લેન્ડના સરેના નિવાસેથી સોનિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. અગાઉ, આ હુમલાના થોડા મહિના પહેલા સંજય ડિપ્રેશન અને એન્ક્ઝાઈટીથી પીડાતો હોવાની રજૂઆતને લીધે તેને દોષિત ઠેરવાયો ન હતો.