Advanced search


ભગવાનના નામે રેશનકાર્ડ!

ભગવાનના મંદિરોમાં પૂજારીઓ પૂજા-અર્ચના માટે હોય છે પણ એક પૂજારી ભગવાનના નામે અનાજ લેતો પકડાયો છે. આ પૂજારી રેશનિંગ કાર્ડમાં કૃષ્ણ, ગણેશ સહિતના દેવી-દેવતાના નામ લખાવીને તેમના નામે સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ લેતો હતો. આ કિસ્સો રાજસ્થાનના બારાન જિલ્લાનો છે. ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરે જણાવ્યું કે, ૭૦ વર્ષીય બાબુ લાલ કાજીખેર મંદિરમાં પૂજારી છે. તે ઘણા સમયથી રેશનિંગ કાર્ડમાં ભગવાનના નામ લખાવી તેમના નામે અનાજ લઈ જાય છે. આ કાર્ડ તેને ૨૦૧૫માં ઈશ્યૂ કરાયું હોવાની શક્યતા છે.

Members of the Supreme Court

Members of the Supreme Court

સુપ્રીમ કોર્ટના જજીસ (ઉભેલા-ડાબેથી) લોર્ડ કાર્નવાથ, લોર્ડ સમ્પસન, લોર્ડ વિલ્સન, લોર્ડ વિલ્સન, લોર્ડ રીડ, લોર્ડ હ્યુજીસ અને લોર્ડ હોજ.... (બેઠેલાં-ડાબેથી) લોર્ડ કેર, ડેપ્યુટી પ્રેસિડેન્ટ લેડી હાલે, પ્રેસિડેન્ટ લોર્ડ ન્યુબર્ગર, લોર્ડ મેન્સ અને લોર્ડ ક્લાર્ક

ઇતિહાસની ૧૦૦ સૌથી પ્રભાવશાળી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સન ૧૯૪૬માં ચરખા સાથે લેવામાં આવેલી તસવીરને ‘ટાઇમ’ મેગેઝિને ઇતિહાસની ૧૦૦ સૌથી પ્રભાવશાળી તસવીરોમાં સ્થાન આપ્યું છે. ‘ટાઇમ’ મેગેઝિને દુનિયાને બદલી નાખનારી ૧૦૦ તસવીરોની યાદીમાં આ તસવીરનો સમાવેશ કર્યો છે. મહાત્મા ગાંધીની આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર અમેરિકન ફોટોગ્રાફર માર્ગારેટ બર્ક-વ્હાઇટે ઝડપી હતી. આ તસવીરમાં ચશ્માં પહેરેલા ગાંધીજી જમીન ઉપર બેઠેલા અને કંઈક વાંચી રહેલા જણાય છે, જ્યારે તેમની આગળના ભાગે ખાદી કાંતવાનો ચરખો જોવા મળે છે. 

પ્રતિબંધિત ગાંજાની ખેતી પર નભ

હિમાલચ પ્રદેશમાં હિમાલયની પહાડીઓ પર ૮૮૫૯ ફીટ ઊંચાઈ પર માલાના ગામ આવેલું છે. આ ગામ ભારે રહસ્યમ અને રસપ્રદ છે. આખુ ગામ તેની સદીઓ જૂની પરંપરાને જાળવવા માટે જાણીતું છે. વધારે નવાઈની વાત એ છે કે ગામની આવકનું એકમાત્ર સાધન ગાંજો છે. આખા દેશની માફક ગાંજો અહીં પણ પ્રતિબંધિત છે, છતાં પણ લોકોનું ગુજરાન ગાંજા પર જ ચાલે છે.

ભારતીય વિદ્યાર્થીએ ઓક્સફર્ડન...

ઓક્સફર્ડ યુનિવર્સિટી ભલે વિશ્વના ટોચના શિક્ષણ સંસ્થાનોમાં સ્થાન ધરાવતી હોય, પરંતુ તેની શિક્ષણ પદ્ધતિ કંટાળાજનક હોવાનું એક વિદ્યાર્થીનું માનવું છે. ભારતીય મૂળના વિદ્યાર્થી ફૈઝ સિદ્દિકીએ યુનિવર્સિટીને કાનૂની નોટિસ પાઠવીને આક્ષેપ કર્યો છે કે તમે બહુ બોરિંગ રીતે ભણાવો છો. સિદ્દિકીએ યુનિવર્સિટીની બ્રેસનસ કોલેજમાં કાયદા શાખામાં અભ્યાસ કર્યો છે.

કાયરા ‘જગ’ પાસેથી જિંદગી જીવત

ગૌરી શિંદે દિગ્દર્શિત ફિલ્મ ‘ડિયર ઝિંદગી’માં શાહરુખ ખાન અને આલિયા ભટ્ટની જોડી પહેલીવાર દેખાઈ છે, પણ પોતપોતાની દમદાર એક્ટિંગના લીધે આ જોડી પરદા પર જોવી ગમે છે. આલિયાએ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી માંડીને ‘હાઇવે’ સુધીની તમામ ફિલ્મોમાં ઉમદા અભિનય આપ્યો છે. ‘ડિયર ઝિંદગી’ની વાર્તા અને ડિરેક્શન ખૂબ જ સરસ છે. ફિલ્મના લોકેશન અને સિનેમેટોગ્રાફી પણ દર્શકોને જકડી રાખે તેવાં છે. શાહરુખ અને આલિયા સિવાય કુણાલ કપૂર, અંગદ બેદી અને અલી ઝફરની એક્ટિંગ પણ ફિલ્મમાં સારી છે.

એશે આત્મહત્યાનો પ્રયાસ કર્યો?...

હાલમાં સોશિયલ મીડિયા પર એવા સમાચાર વહેતા થયા છે કે, ઐશ્વર્યા રાય બચ્ચને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. અહેવાલો પ્રમાણે ઐશ્વર્યા પોતાના લગ્નજીવનથી દુઃખી  છે. કહેવાય છે કે ‘યે દિલ હૈ મુશ્કિલ’માં ઐશ્વર્યાએ રણબીર કપૂર સાથે કેટલાક બોલ્ડ સીન આપ્યા તેનાથી બચ્ચન પરિવાર તેનાથી નારાજ છે.

સલમાન પાંચ મોબાઈલ ટોયલેટ દાન ક...

સલમાન ખાને થોડા દિવસ પહેલાં જ મુંબઈ મ્યુનિસિપાલિટીને એક પત્ર લખીને ફરિયાદ કરી હતી કે તેના ઘરની સામે કેટલાક લોકો ખુલ્લામાં શૌચ કરે છે અને લોકોને જાહેરમાં શૌચ કરતા રોકવાનું પ્રોત્સાહન આપવા માટે તે બીએમસીને પાંચ મોબાઇલ ટોયલેટ આપશે. 

લાઈન લગાકે હૈશાઃ અનિલ કપૂરે ATMથ...

નોટબંધીથી સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓને પણ બેંક કે એટીએમની લાઇનમાં ઊભું રહેવું પડે છે. અભિનેતા અનિલ કપૂર પણ નાણા ઉપાડવા માટે હાલમાં એક એટીએમની લાઇનમાં ઉભો હતો. ત્યાં અનિલ કપૂર સાથે કેટલાક પ્રશંસકોએ સેલ્ફી પણ લીધી હતી. 

નોટબંધીના નિર્ણયથી ફિલ્મ ઇન્

ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે બીજી ડિસેમ્બરે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નોટબંધીનો નિર્ણય લેવાયો છે તેનાથી સમાજનાં છેવાડાનાં માનવીઓ પરેશાન થઈ રહ્યા છે.