ડિજિટલ કરન્સીના પ્રચારનું સુકાન સંભાળોઃ ગુજરાત ભાજપને મોદીનો અનુરોધ 14/12/2016 5:25 am Nilesh Parmar મારા ગયા પછી ટીમ ગુજરાતે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે. વિકાસની બાબતમાં કાઠું કાઢ્યું છે. વડા પ્રધાનપદ સંભાળ્યા બાદ પહેલી વાર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમે પહોંચેલા નરેન્દ્ર મોદીએ સરકાર અને સંગઠનની ટીમને અભિનંદન આપતા ‘કામ કરો છો તો તેને ઘુંટતા પણ રહો’ તેવી ટકોર કરીને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે લોકોશિક્ષણ આપવા બહાર નીકળવા પણ સૂચના આપી હતી.
નોટબંધી ઈફેક્ટઃ લોકો બ્રીફ રિએક્ટિવ સાયકોસિસના શિકાર 14/12/2016 5:35 am Mukesh Patel દેશમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ કરાયાના એક માસ બાદ હવે તેની સાઈડ ઈફેક્ટ દેખાવા માંડી છે. લોકોને સરળતાથી છૂટ્ટા નાણાં નહીં મળતા તેમજ રોજગાર પણ મંદ પડતા માનસિક રીતે પરેશાન થઈ રહ્યા છે. રોજિંદા વ્યવહારમાં પણ મુશ્કેલીને લીધે લાખો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
મની લોન્ડરિંગ – એકસચેન્જની ગંધ આવતાં પાંચ બેંકમાં ઇડીના દરોડા બેંક 14/12/2016 5:45 am Mukesh Patel નોટબંધીની જાહેરાત કરાયા પછી ૭મી ડિસેમ્બર સુધી માંથી આઇડી પ્રુફના આધારે કરોડો રૂપિયાના બ્લેકમની વ્હાઇટ કેવી રીતે કરાયા તેની માહિતી ફાયનાન્સિયલ ઇન્ટેલીજન્સ બ્યુરો (એફઆઇયુ)એ સાતમી ડિસેમ્બરે મેળવી હતી. જે રીતે બેંકમાં જૂની રૂ. પ૦૦ અને ૧૦૦૦ની નોટો જમા થતી હતી તેની સામે ઝડપથી નવી ૨૦૦૦ની નોટોના બંડલ લાભાર્થીઓ સુધી પહોચતાં હતાં. રૂ. પાંચ હજાર અને રૂ. ૧૦ હજારની લિમિટ હોવા છતાં લાખ્ખો રૂપિયા કેવી રીતે બેંકમાંથી બહાર આવ્યા તેની માહિતી એફઆઇયુ પાસે મેળવી લીધી હતી. દેશભરમાં ઇડીએ સાતમીએ ૫૦ જેટલી બેન્કોમાં દરોડા પાડયા હતા. જેમાં અમદાવાદની પાંચ રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઇડીની પાંચ ટીમો બપોર બાદ ત્રાટકી હતી. મોડી સાંજ સુધી તપાસ ચાલી હતી.
કરોડોની નવી કરન્સી ઝડપાઇ... 14/12/2016 5:34 am Mukesh Patel આઠ નવેમ્બરે વડા પ્રધાને નોટબંધીની જાહેરાત કરી તેના બે દિવસ બાદથી ઠેર ઠેર લોકો પૈસા ઉપાડવા માટે બેંકોની સામે લાઈનો લગાવીને ઊભેલા જોવા મળે છે. એક તરફ લોકો પાસે રોજબરોજના ખર્ચને પહોંચી વળવા માટે રોકડ નાણાં નહોતા ત્યાં અમુક એવા કિસ્સા એવા પણ બહાર આવ્યા છે, જેમાં વગદાર લોકો પાસેથી કરોડો રૂપિયાની નવી ચલણી નોટો મળી આવી છે.
સંસ્થા સમાચાર તા. ૧૭-૧૨-૧૬ માટે 13/12/2016 3:03 pm Vikram Nayak • શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ (ટેમ્પલ) મંદિર, વેસ્ટફિલ્ડ લેન, કેન્ટન હેરો, મીડલસેક્સ HA3 9EA ખાતે સોમવાર તા. ૨૬-૧૨-૧૬ થી રવિવાર તા.૧-૧-૧૭ દરમિયાન ૨૦મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 020 8909 9899
વડા પ્રધાન દીકરાએ માતા સાથે ભોજન કર્યું 14/12/2016 5:28 am Nilesh Parmar ડીસાના કાર્યક્રમમાં ભાગ લઇ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવાઇમાર્ગે ગાંધીનગર આવ્યા હતા. જ્યાંથી તેઓ બાય રોડ રાયસણ સ્થિત મોટા ભાઇના નિવાસસ્થાને માતૃશ્રી હિરાબાને મળવા ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, ત્યાં વડા પ્રધાને માતૃશ્રી સાથે ભોજન લીધું હતું. અડધો કલાક રોકાયા બાદ ત્યાંથી વડા પ્રધાન પ્રદેશ ભાજપના વડા મથક કમલમ્ જવા માટે રવાના થયા હતા. વડા પ્રધાને બપોરે સવા કલાકે હેલિકોપ્ટર મારફત સચિવાલય સ્થિત હેલીપેડ ખાતે ઉતરાણ કર્યુ હતું.
નોટબંધી પછી રાજ્યનાં જનધન ખાતામાં નાણાં ત્રણ ગણા 14/12/2016 5:38 am Mukesh Patel ગુજરાતમાં ગામોની બેંકમાં જનધન ખાતામાં ૯ નવેમ્બરની તુલનામાં ૨૩ નવેમ્બરે ખૂબ જ ઘટાડો થયો હતો. ૯ નવેમ્બરે ગુજરાતની ગ્રામીણ બેંકમાં કુલ ૪૮,૩૧,૫૪૯ ખાતા હતા જે ૨૩ નવેમ્બરે ધટીને ૪૮,૨૭,૧૭૮ થઇ ગયા હતા. એટલે કે ૧૪ દિવસમાં કુલ ૪૩૭૧ ખાતા ઓછા થયા હતા. તે પછી માત્ર ૧૩ દિવસમાં તેમાં ૫૪૮૨૫ ખાતાનો વધારો થયો હતો.