Advanced search


ડો.મોરજરીઆને ડાયાબિટીસ કેર ૨૦

નેશનલ ડાયાબિટીસ ઓડિટમાં ડાયાબિટીસના દર્દીઓની શ્રેષ્ઠ સંભાળ માટે બ્રોડહર્સ્ટ સ્ટ્રીટ સર્જરીના ડો. કિશોરચંદ્ર મોરજરીઆ અને ડો. હેમલતા મોરજરીઆને પ્રથમ સ્થાને પસંદ કરાયા હતા. કિંગ પાવર સ્ટેડિયમ ખાતે ગત ૨૧ સપ્ટેમ્બરે આયોજીત કાર્યક્રમમાં ડો. થાનના હસ્તે ડો. મોરજરીઆ અને તેમના પત્નીને એવોર્ડ ફોર ડાયાબિટીસ કેર ૨૦૧૬ એનાયત કરાયો હતો.

૧૩૦ વર્ષે પુસ્તક પરત કર્યું!...

કેટલાક લોકો કહે છે કે પુસ્તકની ચોરીને ચોરી ના કહેવાય, પરંતુ ૭૭ વર્ષનાં બ્રિટિશ મહિલા એલિસ ગિલેટ તેવાં કથનમાં વિશ્વાસ નથી ધરાવતાં. એલિસે શાળાની લાઇબ્રેરીમાંથી ૧૩૦ વર્ષ પહેલાં ચોરાયેલું પુસ્તક પરત કર્યું છે. એલિસના દાદાએ આર્થર ઈ. બાયકોટે આ પુસ્તક શાળાની લાઇબ્રેરીમાંથી મેળવ્યા પરત નહોતું કર્યું.

નોટબંધીના લીધે દેશમાં વર્તાઈ રહેલી રોકડની ખેંચ વચ્ચે કેન્દ્ર સરકારે ઓનલાઈન વ્યવહારો વધારવા અને કેશલેસ વ્યવહારને પ્રોત્સાહિત કરવા માટે કવાયત હાથ ધરી છે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન પણ કેશલેસ પદ્ધતિનો અમલ શરૂ કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપ-કોંગ્રેસના મળીને કુલ ૭૨ કોર્પોરેટરોને દર માસે માનદ વેતન પેટે ચૂકવાતા આશરે કુલ રૂ. ૩.૨૫ લાખ હવે જાન્યુઆરી-૨૦૧૭થી સીધા તેમના બેંક ખાતામાં જમા થશે તેવી જાહેરાત સ્થાનિક તંત્ર દ્વારા કરાઈ છે. દરમિયાન ગત માસનું બાકી માનદ્ વેતન પણ આ રીતે જ ચૂકવાઈ જશે તેવું તંત્રએ જણાવ્યું છે.

વિદેશી સહાયનો દુરુપયોગઃ પ્રી

બ્રિટનના વિદેશી સહાયભંડોળનો દુરુપયોગ ખાનગી કોન્ટ્રાક્ટર્સ અને સલાહકારોને ચુકવણીમાં થતો હોવાના અહેવાલો મધ્યે ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલ દ્વારા તેની સમીક્ષા કરવાની જાહેરાત થઈ છે. ખાનગી કોન્ટ્રાક્ટર્સ અને સલાહકારો તેમજ બહારના બિઝનેસીસને કરાયેલી ચુકવણી વધીને ૧.૨૫ બિલિયન યુએસ ડોલર થઈ છે. સેક્રેટરી પ્રીતિ પટેલ સરકારની ખાનગી ઈક્વિટી શાખા સીડીસી ગ્રૂપનું બજેટ ૧.૫ બિલિયન પાઉન્ડથી વધારી ૬ બિલિયન પાઉન્ડ કરવા વિચારતાં હતાં ત્યારે જ આ ઘટસ્ફોટ આવ્યો છે.

ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર દ્વારા

ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર, ક્રોયડન દ્વારા ૩૬મા વાર્ષિક વીગન ક્રિસમસ લંચનુ રવિવાર તા.૧૧ ડિસેમ્બરે આયોજન કરાયું હતું. તેમાં ઉપસ્થિત સ્થાનિક ચર્ચ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સ્કૂલટીચર્સ સહિત લગભગ ૧૧૦ લોકોએ લિજ્જતદાર વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. કાઉન્સિલના વડા ટોની ન્યુમેન, સ્ટીવ રીડ MP અને કાઉન્સિલરો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા. ટોની ન્યૂમેન અને સ્ટીવ રીડે કહ્યું હતું કે ક્રોયડનની ભારતીય કોમ્યુનિટી તમામ સમુદાયોમાં મિત્રતાના પ્રસારમાં ભૂમિકા ભજવે છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ક્રોયડન ટ્રામ દુર્ઘટનાનો ભોગ

ગત નવેમ્બરમાં ટ્રામ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા ઈન્ડિયન કલ્ચરલ સેન્ટરના સ્થાપક નીતિન મહેતાના અધ્યક્ષસ્થાને ભારતીય સમુદાય દ્વારા ૧ ડિસેમ્બરે શર્લી રોડસ્થિત ઓએસીસ એકેડમી ખાતે પ્રાર્થનાસભા યોજાઈ હતી.

‘સ્ટે વેલ ધીસ વિન્ટર’ અભિયાનન

સાંસદ શૈલેષ વારાએ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ અને NHS ઈંગ્લેન્ડના ‘સ્ટે વેલ ધીસ વિન્ટર’ અભિયાનને ટેકો આપી આ શિયાળાની ઋતુમાં ફ્લુની રસી-ઈન્જેક્શન લઈ સાજાસમા રહેવા તેમજ શિયાળામાં સાજા કેવી રીતે રહેવાય તે જાણવા લોકોને અનુરોધ કર્યો છે. ‘સ્ટે વેલ ધીસ વિન્ટર’ અભિયાન શિયાળામાં વયોવૃદ્ધ અને લાંબા સમયથી બીમાર લોકોની અસલામતી અંગે જાગૃતિનો પ્રસાર કરવા માગે છે.

બ્રિટન વિદેશી વિદ્યાર્થીઓના

બ્રિટનમાં અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર છે. બ્રિટન સરકાર દ્વારા પોતાના દેશમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને આપવામા આવતા વિઝાના ક્વોટામાં ૫૦ ટકા જેટલો ધરખમ ઘટાડો કરવા જઇ રહ્યું છે. એટલે કે, અત્યારે વર્ષે ૩૦૦,૦૦૦ વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવે છે તેને ઘટાડી ૧૭૦,૦૦૦ સુધી સીમિત કરી દેવામાં આવશે.

ગુરખાઓએ મૃતઃપ્રાય એલ્ડરશોટ ટ

ગુરખાઓએ ૨૦૦૪માં બ્રિટનમાં રહેવાના અધિકાર પ્રાપ્ત થયા પછી એલ્ડરસોટ ટાઉનને પોતાનું ઘર બનાવ્યું છે. યુકેની સમૃદ્ધ ભૂમિમાં રહેવા બદલ આભારી ગુરખા રેજિમેન્ટના ઘણા પૂર્વ સૈનિકો આભારી છે ત્યારે કેટલાક પોતાના બાળકો અને પરિવાર વિના નિઃસહાય છે. તેમને પોતાના બ્રિટિશ સમકક્ષોની સરખામણીએ પેન્શનની ઓછી રકમ મળે છે અને જીવનખર્ચ ઘણો ઊંચો હોવાથી નિરાશ પણ છે. કેટલાક તો કદાચ વતનમાં પાછા ફરવા વિચારતા પણ હશે પરંતુ, સ્થળાંતર કરતાં પહેલાં વતનમાં તેમણે બધુ જ વેચી નાખ્યું હોવાથી પાછા ફરવા માટે કશું રહ્યું નથી.

વિશ્વપ્રસિદ્ધ અમૂલ, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છેલ્લા વર્ષોમાં સમયની સાથે ચાલી રહ્યો છે. સતત નવા ઉત્પાદનો, નવા પ્લાન્ટ થકી આવનારી પરિસ્થિતિ સામે એડવાન્સ પગલાં લઈ રહ્યો છે. તાજેતરમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરવાના નિર્ણય બાદ વિષમ પરિસ્થિતિમાં પણ ખાતેદારોના હિતો સાધવા ત્વરિત પગલાં લીધાં હતાં અને ગ્રામ્ય કક્ષાએ સભાસદોના ૧૦૦ ટકા ખાતાં ખોલવાનો નિર્ણય કરાયો હતો. જેના ભાગરૂપે ૬ 
લાખ ૪૦ સભાસદો પૈકી ૫ લાખ ૬૮ હજાર સભાસદોનાં ખાતાં ખોલાવી રૂ. ૫૨ (બાવન) કરોડ આટીજીએસ મારફતે સભાસદોના ખાતામાં જમા કર્યા હતા.