Advanced search


અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતો ૨૬ વર્ષનો જૈન યુવાન રોશન શાહ અને ૨૪ વર્ષની જૈન યુવતી આયુષી વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. રોશન અને આયુષીના તાજેતરમાં જ એક પાર્ટી પ્લોટમાં સામાજિક રીત રિવાજ મુજબ સગા સંબંધીઓની હાજરીમાં ધામધૂમથી લગ્ન થયા હતા. જોકે તેમના લગ્નની પ્રથમ રાત્રિ કોઇ વિચારી ન શકે એ રીતે જુદી રીતે ઉજવાઈ હતી. આ રાત્રિ તેમણે ઉપાશ્રયમાં સાધુ જીવન જીવીને વિતાવી હતી. વાત એટલેથી જ અટકતી નથી, પણ પોતાના લગ્નના ચટાકેદાર ભોજનનો સ્વાદ માણવાના સ્થાને મીઠા વગરનું બાફેલું ભોજન લઇને આ યુગલે પોતાના સહજીવનની મીઠી શરૂઆત કરી હતી.

ખાનગી સ્કૂલોએ ૧૦,૦૦૦ ફ્રી બેઠક...

ઈંગ્લેન્ડની સ્વતંત્ર શાળાઓએ સરકારી સબસિડીના બદલામાં સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને ૧૦,૦૦૦ ફ્રી બેઠક આપવા તૈયારી દર્શાવી છે. ૧,૨૦૦ ખાનગી શાળાનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ધ ઈન્ડિપેન્ડન્ટ સ્કૂલ્સ કાઉન્સિલે જણાવ્યું છે કે સરકાર વિદ્યાર્થીદીઠ વાર્ષિક ૫,૫૦૦ પાઉન્ડ સબસિડી ચુકવે તો તેઓ ૧૦,૦૦૦ ફ્રી બેઠકો પૂરી પાડવા તૈયાર છે. અત્યારે સરકારી શાળાઓને વિદ્યાર્થીદીઠ આટલું જ ભંડોળ અપાય છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબીમાં રહેતા અને દરજીકામ કરતા પરેશભાઈ ધામેચાના પુત્ર નિખિલનું એક વર્ષ પહેલાં તપોવન વિદ્યાલયમાંથી અપહરણ કરાયું હતું. અપહરણ બાદ ચોથા દિવસે તેની લાશ મળી હતી. હત્યાના બનાવને એક વર્ષ થઈ ગયું છે ત્યારે પણ નિખિલનો પરિવાર ન્યાય મળે તેની રાહમાં છે. નિખિલના પરિવારજનોએ દીકરાના મૃત્યુ માટે મોરબી સ્વામીનારાયણ સંસ્કારધામ મંદિરના પ્રશાસન સામે આક્ષેપો કર્યા છે. જેના લીધે હરિભક્તોએ જિલ્લા પોલીસને આ કેસની તટસ્થ તપાસ કરવા અને જેની સંડોવણી બહાર આવે તેની સામે કડક પગલાં લેવા માગણી કરી છે.

દિલ્હી એરપોર્ટ પર દુબઈથી આવેલા સુરતના કેટલાક પ્રવાસીઓ પાસેથી સોમવારે સુરક્ષા અધિકારીઓએ ૧૬ કિલોના સોનાની ઇંટો કબજે કરી હતી. એમાંથી યાહાભાઈ અને મોઇયાદી તસનીમની ઓળખ  થઈ છે. તેઓ વિમાનમાંથી ઉતરીને ઇમિગ્રેશન તપાસમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની પાસેથી સોનાની ઇંટોનો જથ્થો ઝડપાયો હતો. અન્ય લોકોની ઓળખ હજુ સુધી સામે આવી નથી.

કોર્ટની ગુગલી: ક્રિકેટ બોર્ડન

સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટના વહિવટી તંત્રનો ઐતિહાસિક નિર્ણય લેતા બોર્ડ ઓફ ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના પ્રમુખ અનુરાગ ઠાકુર, સેક્રેટરી અજય શિર્કેની હકાલપટ્ટી કરી છે. ભારતીય ક્રિકેટમાં ધરમૂળથી ફેરફાર કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી જસ્ટિસ લોઢા સમિતિની ભલામણો સ્વીકારવા બીસીસીઆઇના પદાધિકારીઓ સતત આનાકાની કરી રહ્યા હતા.

પત્નીએ પતિને કહ્યું બેન્કમાં એક પણ રૂપિયો જમા ના કરાવ્યો તો પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી નોટીસ આવીઃ કંઈક તો કમાઓ... બેશરમ!!!

• શ્રી ભારતીય મંડળ, ટેમીસાઈડ દ્વારા શનિવાર તા.૭-૧-૨૦૧૭ સાંજે ૭થી ૯ દરમિયાન ભજન-ભોજન કાર્યક્રમનું ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, ૧૦૩, યુનિયન રોડ, એશ્ટન-યુ-લેન OL6 8JN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07904 536 794

Asif Anwar

Asif Anwar

Asif Anwar

Vadodra 1

Vadodra 1

સમિત ગોહેલના અણનમ ૩૫૯ રન રણજીમ...

ગુજરાતની રણજી ટ્રોફી ટીમના ઓપનર સમિત ગોહેલે ઓડિશા સામેની કવાર્ટર ફાઇનલ મેચમાં ૩૫૯ રનની અણનમ ઇનિંગ રમીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કીર્તિમાન સર્જયા છે. ઓપનિંગમાં ઉતર્યા બાદ છેક સુધી અણનમ રહીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી મોટા સ્કોરની ઇનિંગ રમવાનો તેણે ૧૧૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે.