બિઝનેસમેન જીતેન્દ્ર શાહની પૌત્રીની સગાઈમાં દારૂની મહેફિલઃ ચિરાયુ અમીન સહિતના જાણીતા અગ્રણીઓ દારૂબંધીના કાયદાની ઝપટે ચડી ગયા 04/01/2017 5:21 am Khushali Dave અંપાડમાં આવેલા અખંડ ફાર્મહાઉસમાં ઉદ્યોગપતિ જીતેન્દ્ર શાહની પૌત્રીની સગાઈના ફંક્શનમાં દારૂ-બિયરના રંગમાં પોલીસે ભંગ પાડીને ૧૩૬ મહિલા સહિત કુલ ૨૭૩ માલેતુજારોને ઝડપી પાડ્યા હતા. આઇપીએલના પૂર્વ કમિશ્નર ચિરાયુ અમીન સહિત ઉદ્યોગપતિઓ, ક્રિકેટર્સ અને રાજકારણીઓ પણ આ કેસમાં પોલીસની હડફેટમાં આવ્યા હતા. પોલીસે રૂ. ૧૭.૭૫ કરોડની કાર, રૂ. ૧.૭૦ લાખના દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ત્રણ યુવકોએ રિવોલ્વર બતાવીને રૂ. ૯૦ લાખનું સોનું લૂંટી લીધું 04/01/2017 5:36 am Khushali Dave ધોરાજીમાં જેતપુર રોડ પર સોના-ચાંદીના દાગીના પર ધિરાણ કરતી ખાનગી કંપની મુથુટ ફિન. કોર્પોરેશનમાં ઇન્ચાર્જ મેનેજર હિરેન અઘેરા, એક્ઝિક્યુટિવ પાયલ ઠકરાર, ઉર્મિલાબહેન કગથરા અને સફાઇ કામદાર દક્ષાબહેન ૨૮મી ડિસેમ્બરે સવારે ૧૦ કલાકે કંપનીની ઓફિસમાં હતા ત્યારે ત્રણ માણસો રિવોલ્વર અને છરી સાથે ઓફિસમાં ધસી આવ્યા હતા.
સિંહ સ્થળાંતર સામે ગુજરાત સરકાર નારાજ 04/01/2017 5:34 am Khushali Dave ગીરના સાવજોને સ્થળાંતરિક કરવા માટે કુનો-પાલપુર અભ્યારણ્ય અનુકૂળ હોવાનું ભલે સુપ્રીમ કોર્ટના આદેશોથી રચાયેલી ૧૨ સભ્યોની નિષ્ણાત સમિતિએ કહ્યું હોય પણ ગુજરાત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી પ્રકૃતિના જતન માટે આંતરરાષ્ટ્રીય સંઘના સ્થળાંતર સંબંધિત તમામ ૩૬ અધ્યયનો કરવામાં ન આવે ત્યાં સુધી ગુજરાત સરકાર આ વિશે વિચારવાની નથી.
Karnataka plans 100% job quota for Kannadigas 04/01/2017 6:46 am Mitul Paniker Karnataka government is planning to introduce 100 per cent reservation to Kannadigas in blue-collar jobs in private sector industries across the region
Madras HC summons Chief Election Commissioner 04/01/2017 6:46 am Mitul Paniker The Madras High Court has summoned the Chief Election Commissioner of India, to be present in the court next month for a case hearing
પાંચ વર્ષની કચ્છી બાળાએ લંડનમાં કેન્સરગ્રસ્ત મિત્ર માટે વાળ દાન કર્યા 04/01/2017 5:42 am Khushali Dave કચ્છમાં આવેલા દહીંસરાના હરિભાઈ કારા તથા તેમનાં પત્ની રસિકાબહેન પરિવાર સાથે લંડન વસે છે. આ દંપતીની પાંચ વર્ષની પુત્રી તેજસ્વીએ જોયું કે તેની સાથે ભણતી તેની દોસ્તે કેન્સરની સારવાર દરમિયાન પોતાના વાળ ગુમાવી દીધા છે ત્યારે આ પાંચ વર્ષની છોકરીનું દિલ દ્રવી ઊઠયું. તેણે આ છોકરીના માથે પણ વાળ હોય તે માટેના રસ્તા શોધવા શરૂ કર્યાં. અંતે મોટાઓની સલાહ લઈને તેણે કેન્સરગ્રસ્ત દોસ્ત માટે પોતાના વાળ કપાવી નાંખ્યા અને પોતાના લાંબા વાળની વ્હીગ બનાવીને તેની દોસ્તને ગિફ્ટ આપી. તેના નિર્ણયમાં તેના માતા પિતાએ પણ તેજસ્વીને સહકાર આપ્યો.
સો અશ્વોની હણહણાટીથી વેકરિયા ગાજ્યું 04/01/2017 5:44 am Khushali Dave નાતાલની રજાઓને પગલે એક તરફ ધોરડોનું સફેદ રણ તાજેતરમાં પ્રવાસીઓથી ઊભરાયું હતું. વેકરિયા રણ ઘોડાઓની હણહણાટી અને લોકોની ચિચિયારીથી ગાજી ઊઠયું હતું. હજારથી વધુ લોકોની ઉપસ્થિતિ વચ્ચે અશ્વદોડે ફિલ્મ જેવાં દૃશ્યો સર્જ્યાં હતાં. ભુજ અશ્વપાલક ગ્રુપ દ્વારા આયોજિત અશ્વદોડમાં સમગ્ર કચ્છ તથા બહારગામથી મોટી રેવાલમાં ૧૬ અશ્વો, નાની રેવાલમાં ૩૪ અને સરડામાં ૧૮ અશ્વોએ દોડમાં ભાગ લીધો હતો.
SRK to complete 25 years in films soon 04/01/2017 6:57 am Mitul Paniker Bollywood Badshah Shah Rukh Khan will complete 25 years in the film industry in 2017 and the superstar walked down nostalgia lane as he cleaned his costumes collected since the beginning of his career