Advanced search


Anil Sharma with son, Udaya copy

Anil Sharma with son, Udaya copy

Anil Sharma with son, Udaya copy

Anil Sharma with son, Udaya copy

Amit and Kika

Amit and Kika

નેત્રહીન અમિત પટેલની આંખો બને

પાંચ વર્ષ અગાઉ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન આંખોની રોશની ગુમાવી ચૂકેલા અમિત પટેલ માટે પાલતુ શ્વાન કીકા તેમની આંખો બની ચૂક્યો છે. કીકા અમિતને માર્ગ ચીંધવાની સાથોસાથ તેમના માટે સીસીટીવી કેમેરાનું કામ પણ કરે છે. પોતાના માલિકને એસ્કેલેટર પર લઈ જવા તાલીમબદ્ધ હોય એવા પાંચ ટકા ડોગમાં તેનો સમાવેશ થાય છે. અમિત રોજ રસ્તા પર ચાલતા હોય ત્યારે કીકાના શરીર પર લાગેલા ગો-પ્રો કેમેરાથી તેમની સાથે થતા વર્તનનું રેકોર્ડિંગ કરે છે. અમિતે કેમેરા એટલા માટે લગાવ્યો છે કે જેથી તે દુનિયાને બતાવી શકે કે પ્રજ્ઞાચક્ષુ લોકો સાથે કેવું વર્તન થાય છે.

ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝા

હૈદરાબાદના મિસિસ સુરૈયા બદરુદ્દીન ફૈઝ તૈયબજીએ આ ધ્વજની ડિઝાઈન કરી હતી અને ૧૭ જુલાઈ, ૧૯૪૭ના દિવસે તેને બહાલી અપાઈ હતી. જોકે, ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ડિઝાઈન કરવામાં અનેક લોકોનો ફાળો હતો પરંતુ તેને મૂર્તિમંત સ્વરૂપ સુરૈયા તૈયબજીએ આપ્યું હતું. સુરૈયા તૈયબજીનાં પતિ બદરુદ્દીન ફૈઝ તૈયબજી ૧૯૪૭માં PMO- વડા પ્રધાન કાર્યાલયમાં ICS ઓફિસર હતાં.

બ્રિટિશ પોલીસ શસ્ત્રસજ્જ બનશ

સમગ્ર યુરોપમાં ત્રાસવાદી હુમલાઓ થઈ રહ્યાં છે તેને નજરમાં રાખી બ્રિટનમાં હવે સશસ્ત્ર પોલીસ ફોર્સ રાખવા ગંભીર વિચારણા થઈ રહી છે. સ્કોટલેન્ડ યાર્ડમાં કરાઈ રહેલા એક સર્વેમાં પોલીસ અધિકારીઓને તેઓ ગન રાખવા માગે છે કે કેમ તેવો પ્રશ્ન કરાયો છે. જો પોલીસને શસ્ત્રસજ્જ બનવાનું આવે તો નોકરી છોડવાની સંભાવના કેટલી તેની પણ ચકાસણી કરાઈ રહી છે.

વેમાઉથ દંપતીને સરોગસીથી પુત્

વાઈકાઉન્ટ અને લેડી વેમાઉથ સરોગસી દ્વારા સંતાનપ્રાપ્તિ કરનારા પ્રથમ બ્રિટિશ એરિસ્ટોક્રેટ્સ બન્યાં છે. બીજા બાળકને જન્મ આપવામાં લેડી વેમાઉથનું મોત નીપજી શકે તેવી ડોક્ટરોની ચેતવણીના પગલે દંપતીએ સરોગસીનો સહારો લીધો હતો અને ૩૦ ડિસેમ્બરે અમેરિકામાં ખાનગી ક્લિનિકમાં ભાડૂતી માતાએ તેમના માટે હેન્રી થાઈનને જન્મ આપ્યો હતો.

ડ્રગ લાઈસન્સ વેચીને પાંચ જ વર્...

૬૪ વર્ષીય બ્રિટિશ ઉદ્યોગપતિ અનિલ શર્માએ છેલ્લાં પાંચ વર્ષમાં કંપનીઓને ડ્રગ લાઈસન્સ વેચીને £૧૦૦ મિલિયનની મબલખ કમાણી કરી છે. તેમાંની ઘણી કંપનીઓએ પોતાની દવાઓના ભાવમાં જંગી વધારો કરી દીધો છે. શર્મા NHSના નિયમોમાં રહેલી છટકબારીનો ગેરલાભ ઉઠાવીને વ્યક્તિગત સૌથી મોટો ફાયદો ઉઠાવનાર બન્યા છે. શર્મા કુટુંબ દવાના સોદાઓમાં નફાથી વૈભવી અને એશોઆરામનું જીવન વીતાવે છે.

Anil Sharma with son, Udaya copy

Anil Sharma with son, Udaya copy