જૈન સેન્ટર, કોલીન્ડલમાં અન્નદાન સહિત ક્રિસમસની શાનદાર ઊજવણી 04/01/2017 5:14 am Vikram Nayak જૈન સેન્ટર, કોલીન્ડલ ખાતે ગત ૧૧ ડિસેમ્બરને રવિવારે ક્રિસમસ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રેમ અને મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું વહ્યું. કેરોલ ગીતો ગવાયા. સેન્ટરના સેવાભાવી સ્વયંસેવકો અને ભાવિકજનો દ્વારા કોલીન્ડલ ફૂડ બેન્ક માટે હજારેક ખાદ્ય સામગ્રી સાદર પ્રસ્તુત કરવામાં આવી હતી. સેન્ટરની બહેનોએ પણ શુદ્ધ, સાત્વિક, શાકાહારી ગરમાગરમ ભોજન તૈયાર કરીને મહેમાનોને ભાવપૂર્વક પીરસ્યું હતું.
નરેન્દ્ર મોદીને પત્ર મળતાં ૧૨ વર્ષના બાળક પાર્થનો મફત ઈલાજ 11/01/2017 6:11 am Khushali Dave બાર વર્ષનો પાર્થ ગુજરાતના અમરેલી જિલ્લામાં રહે છે. તેને સબેક્યૂટ સ્કલેરોજિંગ પેનેન્સે ફલાઈટીસ નામની મગજની ગંભીર બીમારી છે. ચાર માસ અગાઉના આ બીમારીની પાર્થના પરિવારને જાણકારી મળી. પાર્થના પિતાએ જણાવ્યું કે મેં અમરેલી અને અમદાવાદના બધા જ સ્પેશિયાલિસ્ટ્સ પાસે પાર્થનો ઇલાજ કરાવ્યો, પણ કંઈ ચોક્કસ પરિણામ - નિદાન થઈ શક્યું નહીં. મારી બધી જ મૂડી પાર્થના ઇલાજ પાછલ ખર્ચાઈ ગઈ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ અંગે મદદ માગી.
ચારણ કવિ તખતદાન ગઢવી ‘અલગારી’નું નિધન 11/01/2017 6:14 am Khushali Dave ચારણી સાહિત્ય અને લોકસાહિત્યના વિદ્વાન કવિ તખતદાન રોહડિયા ‘દાન અલગારી’નું ટૂંકી બીમારી બાદ સાતમી જાન્યુઆરીએ અમદાવાદમાં અવસાન થયું હતું. તખતદાનનો જન્મ તેમના વતન મોરબીના વાવડી ગામે થયો હતો. તેમની ઉંમર ૮૫ વર્ષ હતી. અવિવાહિત રહીને લોકસાહિત્યની સાધના કરનારા તખતદાને જૂનાગઢ લોકસાહિત્ય વિદ્યાલયમાં ભીખુદાન ગઢવી, હરસૂર ગઢવી સહિત અન્ય નામાંકિત કલાકારો સાથે લોકસંગીત અને લોકસાહિત્યનો અભ્યાસ કર્યો હતો. તેમણે રાજકોટ, મુંબઈ, મદ્રાસ, દિલ્હી અને વિદેશમાં પણ લોકસંગીત ડાયરાના કાર્યક્રમો આપ્યા હતા.
વર્ષે રૂ. ૫૦૦ કરોડનું ચૂકવણું કરતી સરહદ ડેરી કેશલેસ બની 11/01/2017 6:18 am Khushali Dave વાર્ષિક રૂ. ૫૦૦ કરોડનું ચૂકવણું કરતી કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ. સરહદ ડેરી હવે સંપૂર્ણપણે કેશલેસ પદ્ધતિથી ચાલતી થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેશલેસ વ્યવહારોને પ્રાધાન્ય આપવા વિવિધ યોજનાઓ અમલમાં આવી રહી છે. તેવી યોજનાઓને અનુસરતા કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સરહદ ડેરીના દૂધ ઉત્પાદકોને દૂધના ચૂકવણાની તમામ રકમ બેંક મારફત સીધી પશુપાલકોના બેંક એકાઉન્ટમાં મળી રહેશે. તે માટે તમામ દૂધ ઉત્પાદકોના કુલ રૂ. ૨૫ હજારથી વધારે બેંક એકાઉન્ટ તાજેત
અંબાજી મંદિરની ૫૧ ફૂટ સુવર્ણ શિખરની કામગીરી સંપન્ન 11/01/2017 6:19 am Khushali Dave યાત્રાધામ અંબાજીનું મંદિર સુવર્ણમય બની રહ્યું છે. જેમાં અત્યાર સુધી ૧૦૩ કિલો ૧૨૪ ગ્રામ સોનાના વપરાશ દ્વારા મંદિરની ૫૧ ફૂટ સુવર્ણ શિખર બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. બાકીનું કામ પણ તબક્કાવાર પૂર્ણ કરાશે તેમ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે આ મંદિર પર ૩૫૮ સુવર્ણ કળશ લાગી ચૂક્યા છે. હાલમાં ટ્રસ્ટ દ્વારા આ મંદિરને સુવર્ણમય બનાવાવની કામગીરી ચાલે છે. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સુવર્ણ દાનના આવેલા રૂપિયાથી મંદિર ટ્રસ્ટે ૫ કિલો ૩૫૦ ગ્રામ સોનું અગાઉ ખરીદ્યું હતું.
પાસપોર્ટના રંગનું નહીં, લોહીના સંબંધોનું વધુ મહત્ત્વ 11/01/2017 7:01 am Khushali Dave વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ૧૪મા પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) સંમેલનને સંબોધતાં કહ્યું હતું કે ભારત સરકાર પાસપોર્ટના રંગને નહીં, લોહીના સંબંધને વિશેષ મહત્ત્વ આપે છે. ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત આશરે ૬૦૦૦થી વધુ વિદેશવાસી ભારતીયોને સંબોધતા તેમણે પ્રવાસી ભારતીયની સુરક્ષાથી માંડીને બ્રેઇન-ડ્રેઇનને બ્રેઇન-ગેઇનમાં બદલવાના મુદ્દાઓ પર ભાષણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે નવમી જાન્યુઆરીએ ૩૦ NRIનું રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
રફ એન્ડ ટફ લુક આપતા લેધર જેકેટ 11/01/2017 7:27 am Khushali Dave શીતપ્રદેશોમાં લેધર જેકેટ્સ બારે મહિના માટે હોટ ફેવરિટ ગણાય છે. જોકે પહેલાં તો વધુ પડતી ઠંડી હોય તો જ સામાન્ય રીતે લેધર જેકેટ્સ પહેરી શકાતાં. હવે લેધર સાથે અનેક કોમ્બિનેશનથી ગુલાબી ઠંડીમાં પણ લેધર જેકેટ્સ પહેરી શકાય છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં લેધર જેકેટ્સ પસંદીદા પહેરવેશ છે.