Advanced search


લોર્ડ ભીખુ પારેખે મ.સ. યુનિવર્

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખે તેમના ૮૧મા જન્મદિવસે - ચોથી જાન્યુઆરીએ પોતાની પર્સનલ લાઈબ્રેરીમાંથી છ હજારથી વધુ પુસ્તકોની ભેટ આપી હતી. યુનિ.માં બનાવવામાં આવેલા ઇન્સ્ટિટ્યૂટ ફોર પોલીસી રિચર્સ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડિઝને પાંચમીએ આ પુસ્તક અપાયા હતા. યુનિવર્સિટી તરફથી લાઈબ્રેરીને ‘લોર્ડ ભીખુ પારેખ પુસ્તકાલય’ નામ પણ આ દિવસે અપાયું.

ફ્લોરિડા એરપોર્ટ પર ગોળીબારમ

યુએસમાં આવેલા ફ્લોરિડાના આંતરરાષ્ટ્રીય વિમાની મથકે સાતમીએ એક હુમલાખોરે ગોળીબાર કરતાં પાંચ લોકો માર્યા ગયા હતા અને ૮ને ઇજા થઈ હતી. બેગેજ વિસ્તારમાં ગોળીબાર થતાં વિમાનીસેવા તાત્કાલિક અટકાવી દેવાઈ હતી અને પોલીસે એરપોર્ટને ખાલી કરાવી દીધું હતું. ઇજાગ્રસ્તોને જોકે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓ સારવાર હેઠળ છે. ઘટનાને નજરે જોનારે કહ્યું હતું કે આતંકીએ બાથરૂમમાંથી બહાર આવીને આડેધડ ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે હુમલાખોરને કસ્ટડીમાં લઇ લીધો હતો. હુમલાખોર એસ્ટબેન સેન્ટિયાગો (૨૬) તરીકે ઓળખાયો હતો. આ અમેરિકી નાગરિક ન્યૂ જર્સી સાથે સંબધ ધરાવે છે.

modi pravasi1

modi pravasi1

modi pravasi

modi pravasi

jamphal variyali sabji

jamphal variyali sabji

Leather jeckets

Leather jeckets

વડીલો માટે પોષણયુક્ત આહાર...

મોસમ બદલાવાની સાથે આપણે આપણા રોજિંદા આહારમાં પણ ફેરફાર કરીએ છીએ. આપણો આહાર કેવો હોવો જોઈએ એ નક્કી કરતી વખતે આપણી ઉંમર પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. વૃદ્ધાવસ્થા ઉંમરનો એક એવો પડાવ છે, જેમાં આરોગ્ય પર વાતાવરણ, ખોરાક, સ્થાન વગેરે જેવા પરિવર્તનોની તરત જ અસર થાય છે. આજે વાત કરીએ વૃદ્ધાવસ્થામાં ક્યા પ્રકારનો ખોરાક લેવો અને કેવો આહાર અવગણવો જોઈએ.

યુરોપિયન દેશના પ્રથમ ભારતવંશ

‘ભારત મારા પિતાનો દેશ છે. મને યુરોપના કોઈ દેશના પ્રથમ ભારતવંશી વડા પ્રધાન બનવાનો ગર્વ છે. હું ઇચ્છું છું કે પોર્ટુગલ અને ભારત વચ્ચે નવા અને મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભાગીદારી થાય.’ આ શબ્દો છે પોર્ટુગલના વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટાના. રવિવારે આઇટી મહાનગર બેંગ્લૂરુમાં ૧૪મા પ્રવાસી ભારતીય દિવસ સમારોહના મુખ્ય અતિથિ પદેથી સંબોધન કરતાં તેમણે આ શબ્દો કહ્યા હતા.

વાસી શાકભાજી - એંઠવાડમાંથી ખાત...

ફેંકી દેવાતા વાસી ટનબંધ શાકભાજી અને એંઠવાડ ઠેરઠેર દુર્ગંધ ફેલાવતા હોય છે. આવા કચરામાંથી નાના પાયે ખાતર બનાવવાની શરૂઆત રાજકોટ મહાપાલિકાએ ૨૨મી ડિસેમ્બરથી કરી છે. જ્યુબિલી શાકમાર્કેટે ૨૦૦ કિલોની ક્ષમતાના ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટરને કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાંથી જમીનને ફળદ્રુપ કરતું ખાતર રોજ ૬૦થી ૮૦ કિલો ઉત્પન્ન થશે.