NRI કોમ્યુનિટીનો આક્રોશઃ જૂની ચલણી નોટ્સ બાળી નાખવી? 18/01/2017 5:18 am Achyut Sanghavi ‘ભારતની નિયમિત મુલાકાત લેતા કોઈપણ PIO અને તેના પરિવારના સભ્યો પાસે ભારતીય કરન્સીના રૂપિયા ૫૦,૦૦૦થી રૂ. ૧,૦૦,૦૦૦ સુધીની રકમ સરળતાથી મળી શકે છે. અને હું સરકારને આ બ્લેકમની હોવાનું પૂરવાર કરવા તેમજ અમારી પાસેથી તે જપ્ત કરી લેવાની ચેલેન્જ આપું છું.’, આ શબ્દો રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ની પ્રતિબંધિત ચલણી નોટો બદલાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની પાંચ શાખામાંથી એક સ્થળે લાંબી કતારમાં ઊભા રહેલા અમેરિકન નાગરિક ધરમવીરના છે.
બીમાર-વયોવૃદ્ધ લોકોને ખોરાક અને દવાનો સ્ટોક રાખવા સલાહ 18/01/2017 5:57 am Achyut Sanghavi બ્રિટન સૌથી ખરાબ શિયાળાનો સામનો કરવા કમર કસી રહ્યું છે ત્યારે બીમાર અને વયોવૃદ્ધ લોકોને ખોરાક અને દવાઓનો સ્ટોક એકઠો કરી રાખવા સલાહ અપાઈ છે. બ્રિટન આકરા અને લાંબા શિયાળા તરફ આગળ વધી રહ્યું છે તેના કારણે નાજૂક લોકો પર જોખમ હોવાની ચેતવણી આરોગ્ય નિષ્ણાતો દ્વારા અપાઈ છે. A&Eવિભાગ માગનો સામનો કરવાનો સંઘર્ષ કરી રહ્યો છે, જેમાં આકરો શિયાળો વધુ તકલીફ લાવ. ૪૦ ટકાથી વધુ હોસ્પિટલોએ તાકીદના પગલાં લેવાની ફરજ પડી છે. આ શિયાળામાં અત્યાર સુધી ફ્લુના કારણે ૩૨ મોત થયાં છે અને ગત વર્ષની સરખામણીએ નોરોવાઈરસ કેસીસ ૭૭ ટકા વધુ છે.
Crawling workouts are the next big fitness trend 18/01/2017 6:43 am Mitul Paniker Fitness enthusiasts have tried the most bizarre workouts such as naked yoga, tweaking to jogging barefoot and running backwards to get an envious body
બ્રિટિશ એરવેઝ પ્રવાસીને હવે મફત ફૂડ અને ડ્રિન્ક નહિ આપે 18/01/2017 5:57 am Achyut Sanghavi બ્રિટિશ એરવેઝ દ્વારા ટુંકા અંતરના ઈકોનોમી ક્લાસના પ્રવાસીઓ માટે મફત ફૂડ અને ડ્રિન્કની સેવા આપવાનું બંધ કરાયું છે. આ નિર્ણય સાથે એક યુગનો અંત આવ્યો છે. જોકે, બિઝનેસ (ક્લબ) અને ફર્સ્ટ ક્લાસના પેસેન્જર્સને મફત ફૂડ અને ડ્રિન્ક પીરસવાની સેવા ચાલુ રખાશે.