જર્મનીમાં કરચોરી બદલ બ્રિટિશ શીખ બિઝનેસમેનની ધરપકડ 18/01/2017 5:41 am Achyut Sanghavi જર્મન ઓથોરિટીએ નોંધેલા લગભગ £૧૦૦ મિલિયનની કરચોરીના આરોપસર ૪૩ વર્ષીય બ્રિટિશ શીખ બિઝનેસમેન પીટર સિંઘ વીરડીની તાજેતરમાં હિથ્રો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. વીરડી સામેનો આરોપ પૂરવાર થાય તો તેને દેશનિકાલ કરીને જર્મની મોકલાશે અને ત્યાં ૧૫ વર્ષની કેદ ભોગવવી પડશે. જોકે, વીરડીએ કરચોરીનો ઈનકાર કર્યો હતો.
Vijay's 'Bairavaa' off to great start 18/01/2017 6:50 am Mitul Paniker Ilayathalapathy Vijay's 'Bairavaa' has been received with great response, surpassing the opening day numbers of Vijay's 'Theri'
‘મીનલ સચદેવઃ આધુનિક વિશ્વમાં સામાજિક જવાબદારી માટે લડત 18/01/2017 5:57 am Achyut Sanghavi વિશ્વની કેટલીક જટિલ સમસ્યાઓને લીધે આપણામાંથી કેટલાક લોકોને તેમની શક્તિ હણાઈ ગઈ હોય તેવું લાગે તેવા સમયમાં શિવા ફાઉન્ડેશનના મીનલ સચદેવ અને તેમની ટીમ વ્યક્તિગત કાર્યવાહીની શક્તિને ફરી જીવંત કરી રહ્યા છે. સંસ્થાના સહ-સ્થાપક અને ડિરેક્ટર તેમજ હર્ટ્સમીઅરના પ્રથમ ભારતીય મહિલા કાઉન્સિલર મીનલ સમગ્ર યુકેમાં માનવ હેરાફેરીના પ્રશ્રે સામાજીક અસર, સરકાર અને હોસ્પિટાલીટી સેક્ટરના પોતાના અનુભવ પરથી ઘણું શીખ્યાં છે. તેમણે કહ્યું, ‘ગયા વર્ષે નવો સ્લેવરી એક્ટ પસાર થયો ત્યારથી હું માનું છું કે સરકાર માનવતસ્કરીના દૂષણનો સામનો કરવા માટે તેને પ્રાથમિકતા આપી રહી છે. આપણા સમયમાં જ છાની રીતે થતા માનવશોષણને લીધે અમે ખૂબ ચિંતિત થયા હતા. તેથી મેં અને મારા પતિએ ૨૦૧૨માં શિવા ફાઉન્ડેશન શરૂ કર્યું.’
જેરેમી કોર્બીને ઊંચા વેતન પર મર્યાદા અને ઈમિગ્રેશન મુદ્દાઓ પર ફેરવી તોળ્યું 18/01/2017 5:41 am Achyut Sanghavi લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને ઊંચુ વેતન મેળવનારા માટે મહત્તમ મર્યાદા લાદવાની દરખાસ્ત કર્યાના ગણતરીના કલાકોમાં જ નાટ્યાત્મક પીછેહઠ કરી હતી. કોર્બીને તેમનો પક્ષ કંપની એક્ઝિક્યુટિવ્ઝ માટે ઊંચી વેતનમર્યાદા દાખલ કરશે તેમ જણાવ્યું હતું. બિઝનેસ અગ્રણીઓ અને આર્થિક નિષ્ણાતો દ્વારા તીવ્ર વિરોધ અને આના કારણે સ્માર્ટ લોકો સારા વેતનની શોધમાં દેશ છોડી જવાનું પસંદ કરશે તેવી દલીલો પછી કોર્બીને પીછેહઠ કરી હતી. તેમણે અસમાન વેતનનો મુદ્દો હલ કરવા ટેક્સ સિસ્ટમમાં ફેરફારનું સૂચન પણ કર્યું હતું. આ જ રીતે પાર્ટી યુકેમાં અનિયંત્રિત માઈગ્રેશનનો વિરોધ કરશે તેમ કહ્યાના ગણતરીના કલાકોમાં તેમણે મુક્ત અવરજવરના મુદ્દે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો.
GAA લંડન કોમ્યુનિટી દ્વારા વાર્ષિક ક્રિસમસ પાર્ટી યોજાઈ 18/01/2017 5:41 am Achyut Sanghavi બ્રેન્ટના મેયર કાઉન્સિલર પરવેઝ અહમદ, કાઉન્સિલર રેજ કોલ્વિલ તથા ન્યૂઝ વિક્લીઝ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના તંત્રી અને પ્રકાશક સી.બી. પટેલ GAAલંડન કોમ્યુનિટીના સભ્યો અને સ્થાનિક નિવાસીઓની હાજરીમાં કેન્ટોન હોલ ખાતે આયોજિત વાર્ષિક ક્રિસમસ પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતા. થોડા દિવસ પછી મેયર GAAસીનિયર સિટિઝન પાર્ટીમાં પણ સામેલ થયા હતા, જ્યાં ૨૦૦થી વધુ લોકોએ કોમ્યુનિટીના સભ્યો દ્વારા જ તૈયાર કરાયેલા ક્રિસમસ ભોજનનો રસાસ્વાદ માણ્યો હતો.