Gujarat make history; win Ranji Trophy 18/01/2017 7:06 am Mitul Paniker Gujarat made history last week by upsetting defending champions Mumbai to lift their maiden Ranji trophy at the Holkar Cricket Stadium in Indore
ધનાઢ્યોને સોનિયા ગોલાણીનો પ્રશ્નઃ વોટ આફ્ટર મની એન્ડ ફેમ? 18/01/2017 6:55 am Achyut Sanghavi બિઝનેસના પ્રભુત્વ અને માનસિકતા સાથેના વિશ્વમાં નવા વર્ષના આરંભે જ બેસ્ટ-સેલિંગ લેખિકા સોનિયા ગોલાણીએ સતત પૂછાતા પ્રશ્ન ‘નાણા અને પ્રસિદ્ધિ મેળવ્યાં પછી શું નો ઉત્તર ‘What After Money and Fame: Conversations with India’s Rich, Famous and Powerful’ પુસ્તકમાં આપવા પ્રયાસ કર્યો છે. પ્રસ્થાપિત રીક્રૂટમેન્ટ ફર્મના માલિક ગોલાણીના પુસ્તકમાં ધનવાન, પ્રસિદ્ધ અને શક્તિશાળી સાઉથ એશિયન નામોની ભરમાર છે. વિશ્વના ધનાઢ્યોમાં ૪૦૫મું સ્થાન ધરાવતા અને ગોદરેજ ગ્રૂપના વડા અદિ ગોદરેજથી માંડી બોલિવૂડ અને હિન્દી સિનેમાની લોકપ્રિય ગાયિકા કવિતા સેઠ જેવાં પ્રખ્યાત કલાકારો સહિત નોંધપાત્ર વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોના અનુભવોને સ્થાન અપાયું છે. સોનિયા ગોલાણીએ ખણખોદ કરી આ લોકોનાં વિચારોની ચોકસાઈપૂર્ણ અભિવ્યક્તિમાં મદદ કરી છે.
NHS કટોકટીઃ ૨૩ હોસ્પિટલો દ્વારા બ્લેક એલર્ટ 18/01/2017 5:18 am Achyut Sanghavi ઈંગ્લેન્ડની હોસ્પિટલો ભરચક થઈ જતાં પેશન્ટ્સને પથારી, સારવાર અને સલામતીની ખાતરી ન આપી શકાતાં ૨૩ જેટલી NHSહોસ્પિટલોએ બ્લેક એલર્ટ જાહેર કર્યો હતો. કેન્સરના ઓપરેશનો રદ કરાયા હતા તેમજ બર્થિંગ સેન્ટર પણ બંધ કરી દેવાયું હતું. આગામી સપ્તાહોમાં સમગ્ર દેશમાં અસામાન્ય ઠંડીની મોસમના લીધે શ્વાસોચ્છવાસ સહિતની સમસ્યાઓ વધવાથી હાલાકી વધશે તેવી પણ ચેતવણી અપાઈ છે. દરમિયાન, વડાપ્રધાન થેરેસા મેની ટીમના વરિષ્ઠ સભ્યોએ હોસ્પિટલોમાં વધતી અરાજકતા માટે NHSના ચીફ એક્ઝિક્યુટિવ સાયમન સ્ટીવન્સનની નબળી કામગીરીને જવાબદાર ઠેરવી છે. નેશનલ ઓડિટ ઓફિસના અહેવાલ મુજબ ઓફિસ કામકાજના સમય દરમિયાન GP દ્વારા ઓપરેશન્સ ન કરાતા હોવાથી એક્સિડન્ટ એન્ડ ઈમરજન્સીની કટોકટીમાં વધારો થયો છે.
ચેરિટી માટે £૮,૦૦૦ જીતીને હેરોની નવા વર્ષની શાનદાર શરૂઆત 18/01/2017 5:41 am Achyut Sanghavi સેન્ટ્રલ લંડનમાં યોજાયેલી ન્યુ યર્સ ડે પરેડમાં લંડનની ૧૭ બરોમાં ત્રીજા સ્થાન સાથે હેરોએ £૮,૦૦૦નું જંગી ઈનામ જીતીને નવા વર્ષની શાનદાર શરૂઆત કરી હતી. પરેડમાં દર વર્ષે લંડનની બરો દ્વારા રજૂ થતાં ફ્લોટ્સ વચ્ચે તીવ્ર સ્પર્ધા રહે છે. હેરો દ્વારા ચાર્લી ચેપ્લિનમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલા મૂવી સેટમાં પરેડ નિહાળવા શેરીઓમાં એકત્ર થયેલા હજારો દર્શકોની કલ્પનાને ધ્યાનમાં લઈને સેન્ટ્રલ લંડનના મહત્ત્વના સ્થળો દર્શાવાયા હતા. કોમેડી સ્ટાર ચાર્લી ચેપ્લિનની ઉમદા પળોને મૂર્તિમંત કરવા માટે ડાન્સરો અને રોલર સ્કેટર્સ મોટી બોલર હેટ અને ચેપ્લિનના પરિધાનમાં સજ્જ હતા.
આયર્લેન્ડમાં વસવાટના બનાવટી દસ્તાવેજોથી યુકેમાં પ્રવેશનું કૌભાંડ 18/01/2017 5:18 am Achyut Sanghavi મુક્ત અવરજવરના ઈયુ નિયમોનો ગેરલાભ લઈ આયર્લેન્ડમાં રહેતા હોવાના બનાવટી દસ્તાવેજો દ્વારા પરિવારના સભ્યોને યુકેમાં લાવવાનું કૌભાંડ બીબીસી તપાસમાં બહાર આવ્યું છે. યુરોપિયન ઈકોનોમિક એરિયા (EEA)ની બહાર રહેતા નિકટના સગાંને યુકેમાં પ્રવેશ અપાવવા યુકેના હજારો નાગરિકો આ કૌભાંડનો આશરો લે છે. પોલીસના જણાવ્યા અનુસાર ‘સુરિન્દર સિંહ રુટ’ તરીકે ઓળખાતા મલ્ટિ-મિલિયન પાઉન્ડના કૌભાંડમાં ઈમિગ્રેશન એડવાઈઝર્સ, વકીલો અને એકાઉન્ટન્ટ્સ સંડોવાયેલા છે. દર વર્ષે આશરે ૨૦,૦૦૦ બિન-યુરોપીય પરિવારજનો આ માર્ગે યુકેમાં આવે છે.