મા અંબાના પ્રાગટ્ય દિને અંબાજીમાં ભીડ 18/01/2017 7:43 am Khushali Dave યાત્રાધામ અંબાજીમાં પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્યોત્સવ પ્રસંગે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી શકિતપીઠ ગબ્બર ઉપરથી માતાજીની અખંડ જ્યોત નિજ મંદિરે લવાઇ હતી. જ્યાં માતાજીની મહાઆરતી બાદ ૧૧.૪૦ કલાકે આદ્યશકિતની શાહી વિરાટ શોભાયાત્રા નગર પરિભ્રમણ માટે પ્રસ્થાન કર્યું હતું. શોભાયાત્રામાં અંબાજી સહિત દેશ અને વિદેશમાંથી મા અંબાના દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
‘લપેટ લપેટ... કાપ્યો છે..’ની ધૂમથી ધાબા ગાજ્યા 18/01/2017 7:24 am Khushali Dave એ કાપ્યો એ કાપ્યો લપ્પેટ લપ્પેટ.... ની ચીચીયારીઓથી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે અગાશીઓ ગાજી ઊઠી હતી. શહેરનીજનોઓ મકરસંક્રાંતિએ કડકતી ઠંડીમાં સવારથી ધાબા ઉપર પહોંચી જઈને કાપ્યો ઢીલ આપને એ પતંગ આયોની બૂમાબૂમ કરી હતી. જોકે દર વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રમાણમાં ઓછા લોકો ધાબે ચડયાં હતાં. ઉત્તરાયણના દિવસે બપોર બાદ પવન થાપ આપીને પડી જતા પતંગ રસિયા નિરાશ થયા હતા. છેક સાંજે સાડા પાંચથી છ વાગ્યાની આસપાસ પવન પુનઃ ફુંકાતા પતંગ ચગવાનું ચાલુ થયુ હતું. સાંજે સાત વાગ્યે ચાઈનીઝ તુક્કલની સાથે લોકોએ દારૂખાનું ફોડીને આતશબાજી કરી હતી.
લંડનથી અમદાવાદ આવતી ફલાઇટના ઉતરાણને ઉત્તરાયણ નડી 18/01/2017 7:26 am Khushali Dave સરદાર પટેલ ઇન્ટરનેશનલ એર પોર્ટને આંતરરાષ્ટ્રીયકક્ષાની સુવિધાઓના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ ઉત્તરાયણમાં બે દિવસ દરમિયાન રન-વે પર મોટી સંખ્યામાં પતંગો અને ચાઇનીઝ તુક્કલો પડતાં રન વે પર વિમાની ઉડાનમાં મુશ્કેલી ઊભી થઈ હતી. જોકે ઓથોરિટીએ તાકીદે આ સમસ્યાનો નિકાલ કરવાની કોઇ વ્યવસ્થા કરી નહોતી. અમદાવાદ એર પોર્ટની આસપાસ રહેઠાણવાળો વિસ્તાર હોવાથી ઉત્તરાયણના બે દિવસ દરમિયાન રન-વે પર મોટી સંખ્યામાં પતંગો-તુક્કલો પડી હતી, જેના કારણે અનેક ફલાઇટોને ટેકઓફ-લેન્ડિંગમાં પાયલોટે ભારે સાવચેતી રાખવી પડી હતી. એર પોર્ટ સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે કે ખાસ કરીને સાંજે ચાઇનીઝ તુક્કલો ગમે ત્યારે વિમાનને અકસ્માતનું જોખમ ઉભું કરી શકે છે. જો કદાચ એન્જિનમાં સળગેલી તુક્કલ ફસાઇ જાય તો આગ લાગીને મોટો અકસ્માત થવાનો ભય રહેલો છે.
વાઇબ્રન્ટ પછીનાં ગુજરાતની હલચલ 18/01/2017 7:45 am Mukesh Patel બે મોટી સિદ્ધિઓગ્રામ પંચાયતોમાં સરપંચ અને બીજા સભ્યોની ચૂંટણીમાં ૮૦ ટકા જેટલા ઉમેદવારોનો વિજય અને ‘વાઇબ્રન્ટ ગુજરાત’નો સફળ કાર્યક્રમઃ આ બન્નેએ મુખ્ય પ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને પૂરી ટીમનો તેમજ કાર્યકર્તાઓનો ઉત્સાહ બેવડો કરી નાખ્યો. બેશક, સમગ્ર વાઇબ્રન્ટ ઇવેન્ટમાં મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ સહિત સમગ્ર વહીવટી તંત્રે એકદમ સજ્જતા દર્શાવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૩માં આ ‘ગાજતા ગુજરાત’ના ઉત્સવની શરૂઆત કરી હતી તેમાં વિવિધ ઉદ્યોગકારો એમઓયુનો મેળો માણે છે અને ભાવિ રોકાણ વિશે અંદાજ આપે છે. ટાટા, અંબાણી, અદાણી તેમાં ન હોય એવું કેમ બને? હવે સરકારની કસોટી બે બાબતોમાં રહેશે. એક તો, ખરેખરાં એમઓયુનું અમલીકરણ કેટલું-કેવું થશે અને બીજું, તેમાં કોઈની ખેતીની જમીનનું કેટલું સંપાદન થાય છે. જો ખેતી પર વધુ ધ્યાન રાખવાનો ઇરાદો હોય તો આમાં ઉદ્યોગકારો કોઈનું અતિક્રમણ કરી લેતા નથી ને, તેની દરકાર અને સાવધાની રાખવી જ પડે.