• ગાંધીજીની જગ્યાએ મોદીના ફોટોથી વિવાદ 18/01/2017 8:22 am Khushali Dave ખાદી ગ્રામોદ્યોગનાં કેલેન્ડર-ડાયરી પર ગાંધીજીના બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચરખા સાથેના ફોટા પર થયેલા વિવાદ વચ્ચે વડા પ્રધાન કાર્યાલયે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય પાસેથી સ્પષ્ટતા માગી છે. સૂત્રો અનુસાર ખાદી ગ્રામોદ્યોગનાં કેલેન્ડર-ડાયરી પર પીએમ મોદીનાં ફોટાનો ઉપયોગ પીએમઓની મંજૂરી વિના કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓએ રોજ થોડા કલાક માટે સ્માર્ટ ફોન બાજુ પર મૂકી દેવો જોઈએ 18/01/2017 8:08 am Khushali Dave નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાનિક ડો. વેંકટરામન રામક્રિષ્નનનું બાળપણ વડોદરામાં જ પસાર થયું હતું. એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાંથી વેંકીએ ડિગ્રી લીધી તે પહેલા તેઓ ફતેગંજની કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યા હતા. જૂના સ્કૂલ મિત્રો સાથે વેંકી ૧૨મીએ સવારે સ્કૂલની મુલાકાતે પહોંચી ગયા હતા. વેંકી આવવાના છે તેવી જાણ સ્કૂલના પ્રિન્સિપાલ સહિતના શિક્ષકોને પણ છેલ્લી ઘડીએ જ થઈ હતી. વેંકી સ્કૂલની વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરી શકે તે માટે દોડધામ કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વેંકીએ સ્કૂલના સ્ટુડન્ટસ સાથે પણ લગભગ અડધો કલાક સુધી વાર્તાલાપ કર્યો હતો. વિદ્યાર્થિનીઓએ પૂછેલા તમામ સવાલોના નિખાલસતાપૂર્વક જવાબો પણ તેમણે આપ્યા હતા.
મકરસંક્રાંતિ પર્વે બિહારમાં હોડી ડૂબતાં ૨૫નાં મોત 18/01/2017 8:19 am Khushali Dave બિહારના પટનામાંથી પસાર થઇ રહેલી ગંગામાં એક બોટ પલટી જતા તેમાં સવાર ૫૦ પૈકી ૨૫ મુસાફરોના મોત નિપજ્યા છે. આ ઘટના પટના અને સહાન વચ્ચે ચાલતી એક ખાનગી બોટમાં બની હતી. અહીંના એનઆઇટી ઘાટ પાસે જ્યારે આ બોટ ક્ષમતા કરતા ત્રણ ગણા વધુ મુસાફરો લઇને જઇ રહી હતી ત્યારે અચાનક તે પલટી ગઇ હતી.
• સાઉથ સીમાં ટાપુ બનાવતા રોકશો તો યુદ્ધ થશેઃ ચીન 18/01/2017 8:32 am Khushali Dave ચીનના સરકારી અખબારે ચીમકી ઉચ્ચારી છે કે જો અમેરિકા ચીનને દક્ષિણ ચીન સમુદ્રમાં ટાપુ બનાવતા રોક્યું તો યુદ્ધ થશે. ચીન તરફથી આ નિવેદન અમેરિકાના વિદેશ પ્રધાન રેક્સ ટિલરસનની ચેતવણી બાદ સામે આવ્યું છે.
રૂ. ૧૫૫૦ કરોડનું કાળું નાણું ધોળું કરવાના એન્ટ્રી ડીલરોના રેકેટનો પર્દાફાશ 18/01/2017 8:20 am Khushali Dave આવકવેરા વિભાગે નોટબંધી પછી એન્ટ્રી ડીલરો અને હવાલા ઓપરેટરો દ્વારા રૂ. ૧૫૫૦ કરોડ રૂપિયાનું કાળું નાણું ધોળું કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આવકવેરા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ મુજબ દેશની રાજધાની દિલ્હીમાં હવાલા ડીલરોના એક જૂથના નેતૃત્વમાં આ કૌભાંડ આચરવામાં આવતું હતું. સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર નોટબંધી પછી આ જૂથે ગેરકાયદેસર રીતે ૯૩૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
વિમાન તૂટી પડતાં કિર્ગિસ્તાનમાં ૩૭નાં મોત 18/01/2017 8:38 am Khushali Dave તુર્કસ્તાનનું એક માલવાહક વિમાન ૧૬મીએ કિર્ગિસ્તાનનાં મનાસ એરપોર્ટ નજીક એક ગામ પર તૂટી પડતાં ૩૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોમાં ત્રણ પાઇલટ અને બાકીના સ્થાનિક રહીશોનો સમાવેશ થતો હતો. ચાર પાઇલટ પૈકીના એક પાઇલટનો મૃતદેહ હજુ કાટમાળમાં લાપતા હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત હજુ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાથી મૃત્યુઆંક વધવા શક્યતા છે.
નારાયણગંજ હત્યાકાંડઃ બાંગ્લાદેશમાં ૨૬ને ફાંસી 18/01/2017 8:29 am Khushali Dave બાંગ્લાદેશમાં નારાયણગંજ હત્યાકાંડ મામલે કોર્ટે સોમવારે ૨૬ લોકોને ફાંસીની સજા ફટકારી છે. તેમાં ભારતમાંથી પ્રત્યાર્પણ કરી મોકલેલા નારાયણગંજના કાઉન્સિલર અને પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ સહિત સેનાના ત્રણ મોટા અધિકારી સામેલ છે. કોર્ટે ૨૩ લોકોને તેમની ગેરહાજરીમાં સજા ફટકારી હતી. નારાયણગંજમાં ૨૦૧૪માં સાત લોકોનું અપહરણ કરી નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવાઈ હતી. નારાયણગંજના ડિસ્ટ્રિક્ટ તથા સેશન્સ જજ સૈયદ ઈનાયત હુસેને કેદીઓને કોર્ટમાં રજૂ કરતા જ કહ્યું કે તેમને છેલ્લા શ્વાસ સુધી ફાંસીના માંચડે લટકાવી દો.
ATMમાં રૂ. ૪૫૦૦ મળતા નથી ને લિમિટ ૧૦૦૦૦ની! 18/01/2017 8:17 am Khushali Dave એટીએમમાંથી નાણા ઉપાડવા અંગે રિઝર્વ બેંકે સોમવારે મોટી રાહત આપી. એટીએમમાંથી હવે એક દિવસમાં ૧૦ હજાર સુધીની રકમ ઉપાડી શકાશે. અત્યાર સુધી લિમિટ રોજના સાડા ચાર હજાર હતી. જોકે, બચત ખાતામાંથી અઠવાડિયામાં ૨૪ હજાર સુધીની રકમ ઉપાડવાની મર્યાદા યથાવત રખાઇ છે. બીજી તરફ કરન્ટ એકાઉન્ટ (ચાલુ ખાતા)માંથી નાણા ઉપાડવાની અઠવાડિક મર્યાદા વધી ગઇ છે. કરન્ટ એકાઉન્ટમાંથી હવે એક અઠવાડિયામાં ૫૦ હજારના બદલે એક લાખ સુધીની રકમ ઉપાડી શકાશે.
અમેરિકાસ્થિત કચ્છી દાતા દ્વારા બિદડાના જયા રિહેબ સેન્ટરને આધુનિક સાધનોની ભેટ 18/01/2017 7:57 am Khushali Dave મૂળ ભુજપુરના અને અમેરિકા રહેતા પીટર ભેદા અને ડોરોથી ભેદાના આર્થિક સહયોગથી અદ્યતન સાધનો જયા રિહેબિલિટેશન સેન્ટરને ૧૨મીએ ભેટ અપાયા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ છેડાએ ૪૩મા કેમ્પની વિસ્તૃત વિગતો આપીને કચ્છી દાતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. છેડાએ કહ્યું કે, દાતાએ આપેલા અનવેઇટ ટ્રેડ મિલ દર્દીને આરામથી ચાલવાની તાલીમ આપવા ઉપયોગી થશે. પેઇન મેનેજમેન્ટના સાધનોની મદદથી દર્દીઓના દુ:ખાવા દૂર થશે.