Advanced search


અનામત નહીં આપો તો ઝૂંટવી લઈશું...

ગુજરાત હાઈ કોર્ટના આદેશને પગલે હાર્દિક પટેલે છ માસ સુધી રાજસ્થાનના ઉદયપુરમાં રોકાણ કર્યું હતું અને ૧૭મી જાન્યુઆરીએ હાર્દિક આશરે ૧૦૦૦ જેટલી ગાડીઓના કાફલા સાથે ઉદયપુરથી રતનપુર બોર્ડર પર પહોંચ્યો હતો. દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ હાર પહેરાવીને હાર્દિકનું સ્વાગત કર્યું હતું. તેણે સ્વાગત કરતાં જણાવ્યું કે સમાજ સિવાય અન્ય મુદ્દે સાથે લડત આપીશું. હાર્દિક ઘરવાપસી કરી રહ્યો હોઈ શામળાજી ખાતે ૭૦૦થી વધુ પોલીસકર્મીઓનો કાફલો તૈનાત હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ અંગે કહ્યું કે સરકારે તેમને મંજૂરી આપી છે અને તે પ્રમાણે તેમનો રૂટિન કાર્યક્રમ થશે.

godavari village

godavari village

barack

barack

પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા નિર્

શિક્ષણનાં ઉત્કર્ષ માટે કાર્યરત પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ૧૦૮ પ્રાથમિક શાળાના નિર્માણના સંકલ્પ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગોદાવરી ગામે ૬૯મી શાળાનું લોકાર્પણ ખાસ અમેરિકાથી આવેલા દાતા પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં કરાયું હતું. જેમના નામે આ શાળાનું નિર્માણ કરાયું છે તે ડોલરબહેન ચીમનલાલ દોશીના હસ્તે જ લોકાર્પણવિધિ કરાઈ હતી. 

સપાનું સુકાન અને સાઈકલ અખિલેશ

સમાજવાદી પાર્ટીનાં ગૃહયુદ્ધમાં આખરે બેટાજી અખિલેશનો વિજય થયો છે. પક્ષનાં નામ અને નિશાન સાઇકલ માટે આમનેસામને પડેલા નેતાજી અને બેટાજીનાં દંગલમાં બેટાજીએ નેતાજીને ધોબીપછાડ આપી હતી. ચૂંટણી પંચ સમક્ષ રહેલા ચૂંટણી નિશાનના ચુકાદાને સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે સમાજવાદી પાર્ટીનું નામ અને તેનું સાઇકલનું નિશાન અખિલેશ જૂથને આપ્યાં હતાં. બીજી તરફ મુલાયમસિંહ પાસે અપમાનનું હળાહળ પીવા સિવાય અને હળનું નિશાન રાખવા સિવાય ખાસ કોઈ વિકલ્પ રહ્યા નથી.

હૃદયસ્પર્શી પ્રવચન સાથે ઓબામ

પ્રમુખ બરાક ઓબામાએ લાગણીસભર વિદાયસંબોધન કરતાં અમેરિકાવાસીઓને ગુડબાય કહ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા પછી ડહોળાયેલાં વાતાવરણમાં વધી રહેલા વંશવાદ, અસમાનતા, ભેદભાવને કારણે લોકશાહી સામે ખતરો સર્જાશે તેવી ચેતવણી આપતાં પ્રમુખપદેથી વિદાય લઈ રહેલા ઓબામાએ કહ્યું હતું કે, ‘હું તમને પરિવર્તન લાવવાની મારી ક્ષમતાઓમાં નહીં પરંતુ તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ ધરાવવા કહું છું. 

ટ્રમ્પ હોદ્દો સંભાળે તે પૂર્વ

ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકી રાષ્ટ્રપતિ તરીકેની શપથવિધિ ૨૦ જાન્યુઆરીએ છે. તેઓ અમેરિકાના ૪૫મા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બની જશે પણ અમેરિકામાં તેમનો વિરોધ વેગ પકડી રહ્યો છે. ચીનના મીડિયાએ તેમને ધમકી આપી દીધી છે કે તેઓ એક ચીનની નીતિ ઉલટવાનો પ્રયાસ ન કરે. અમેરિકી નેતૃત્વ હેઠળના નાટોને ટ્રમ્પે અપ્રાસંગિક ગણાવાતાં અમેરિકા સિવાયના તમામ ૨૭ સભ્ય દેશોએ ચિંતા વ્યક્ત કરી છે.
૨૦મીએ ટ્રમ્પના શપથવિધિ સમારોહમાં ૮થી ૯ લાખ લોકો લોકોની હાજરીનો અંદાજ છે. જોકે, તેમાં ટ્રમ્પના સમર્થકો કેટલા હશે અને વિરોધીઓ કેટલા તે કહી શકાય તેમ નથી.

Pragnesh Patel

Pragnesh Patel