Advanced search


trump

trump

akhilesh

akhilesh

બોરસદના અપક્ષ કાઉન્સિલર પ્રજ

જિલ્લાના બોરસદમાં તાજેતરમાં અપક્ષ કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા અને આણંદમાં ફાઈનાન્સનો વ્યવસાય કરતા પ્રજ્ઞેશ પટેલ પર આણંદ ચોકડી પાસે ૧૩મીએ સવારે બાઈક પર આવેલા બે બુકાનીધારીઓએ ચાર રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાંથી બે ગોળી વાગતાં ૩૫ વર્ષીય પ્રજ્ઞેશ પટેલને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ચોંકાવનારી વાત એ છે કે એફઆઈઆરમાં બોરસદ પાલિકાના પૂર્વ અધ્યક્ષ અને શહેર ભાજપના અધ્યક્ષ દુષ્યંત પટેલ સહિત ભાજપના ચાર શખ્સોને શકમંદ દર્શાવાયા છે.

અમદાવાદ, જયપુર એર પોર્ટનો વહીવ...

એર પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ગુરુપ્રસાદ મહાપાત્રે ૧૬મીએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને જયપુર એર પોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનો વહીવટ માર્ચ સુધીમાં ખાનગી એકમને સોંપી દેવાશે. પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, બંને એર પોર્ટ પરના તમામ કર્મીઓને રિપ્લેસ કરવામાં આવશે. જે કંપનીની ટેન્ડર દ્વારા પસંદગી થશે તેમને એર પોર્ટનો હવાલો કોરી સ્લેટની જેમ આપવામાં આવશે. તે ખાનગી એકમ પોતાના કર્મચારીઓ કામે લગાડશે.

કોંગ્રેસ કૌશલ્યા, ભાજપ કૈકેયી:...

ભાજપ છોડીને કોંગ્રેસનો પંજો પકડનારા નવજોત સિંહ સિદ્ધુએ સોમવારે પહેલી વખત પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે ચર્ચા કરતા જણાવ્યું કે, હું મારા મૂળ સાથે ફરીથી જોડાયો છું. આ મારી ઘરવાપસી થઈ છે. મારું અસ્તિત્વ કોંગ્રેસ જ છે. મારા પિતા પણ ગદર પાર્ટીમાં હતા. તેમણે ભાજપ ઉપરાંત અકાલીદળ અને પંજાબના સીએમ પ્રકાશસિંહ બાદલને ઝાટકણી કાઢી હતી.

jaipur-airport-a

jaipur-airport-a

jaipur-airport-a

jaipur-airport-a

ahd air

ahd air

siddhu

siddhu

સલમાન ખાન આર્મ્સ કેસમાં મુક્ત...

વર્ષો જૂના આર્મ્સ કેસમાં જોધપુરની કોર્ટે બોલિવૂડના અભિનેતા સલમાન ખાનને ૧૮મી જાન્યુઆરીએ મુક્ત કરી દીધો છે. ૧૮મીએ સલમાન પોતાની બહેન અલવીરા સાથે કોર્ટ પહોંચ્યો હતો. એ પછી થોડી જ મિનિટમાં કોર્ટનો નિર્ણય આવી ગયો હતો અને સલમાનને મુક્ત જાહેર કરાયો હતો. આ પહેલાં જજે સલમાનના વકીલને અડધો કલાકમાં પોતાના અસીલને કોર્ટમાં રજૂ થવાનો આદેશ જોકે આપ્યો હતો. આ કેસ સાથે જોડાયેલા બંને પક્ષની દલીલો નવમીએ સાંભળવામાં આવી હતી. એ પછી જજ દલપત સિંહ રાજપુરોહિતે સલમાનને ૧૮મી જાન્યુઆરીએ કોર્ટમાં હાજર રહેવાના આદેશ સાથે પોતાનો નિર્ણય જાહેર કરવાની જાહેરાત કરી હતી. વર્ષ ૨૦૦૮માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન સલમાને ફિલ્મના કેટલાક સહકલાકારો સાથે મળીને ગેરકાયદેસર હથિયારોથી હરણનો શિકાર કર્યાનો આરોપ તેના પર હતો. આ ઘટનામાં સલમાન વિરુદ્ધ ચાર કેસ નોંધાયા હતા.