ઓબામાએ મોદીને ટેલિફોનમાં કહ્યું: એક હિંદુ, યહૂદ કે સ્ત્રી યુએસ પ્રમુખ બને તેવી આશા છે 20/01/2017 2:49 am Khushali Dave વ્હાઇટ હાઉસ છોડતાં પહેલા યુએસના પ્રમુખ બરાક ઓબામાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને ભારત-અમેરિકાના સંબધો મજબૂત બનાવવા બદલ આભાર માન્યો હતો. મોદીના વડા પ્રધાન બન્યા પછી બંને દેશો વચ્ચે આર્થિક અને સુરક્ષા ક્ષેત્રે સહકારમાં વધારો થયો છે. ઓબામાએ વ્હાઇટ હાઉસમાં પ્રમુખ તરીકે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
નીરજ વોરાની તબિયતમાં સુધારો 20/01/2017 2:38 am Khushali Dave બોલિવૂડ અભિનેતા અને ફિલ્મનિર્માતા નીરજ વોરા ઓક્ટોબર મહિનાથી કોમામાં છે તથા એમ્સ હોસ્પિટલમાં દાખલ છે. નીરજને દિલ્હીમાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેથી એમ્સ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. નીરજના મિત્રોના કહેવા પ્રમાણે નીરજ લાંબા સમયથી વેન્ટિલેટર પર હતા. નીરજને તાજેતરમાં નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરાયા છે. હાલમાં નીરજની તબિયત ઠીક છે પરંતુ તેઓ સંપૂર્ણ રીતે નહીં અને તેમની તબિયતની કાળજી હોસ્પિટલમાં જ અનિવાર્ય હોવાનું તબીબોએ જણાવ્યું છે.
નાઇજિરિયન સૈન્યએ ભૂલથી રાહત કેમ્પ પર બોમ્બ ફેંક્યોઃ ૧૦૦નાં મોત 20/01/2017 3:12 am Khushali Dave નાઇજિરિયન સૈન્ય દ્વારા આતંકી સંગઠન બોકો હરામ વિરુદ્ધ અભિયાન છેડવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આતંકી સંગઠનના કેમ્પો પર હવાઇ હુમલા શરૂ કરી દેવાયા છે. જોકે સૂકા સાથે લીલું બળે એવી ઘટના સામે આવી છે. નાઇજિરિયન સૈન્ય દ્વારા આતંકીઓનો કેમ્પ સમજીને એક સ્થળ પર બોમ્બ ફેકવામાં આવ્યો હતો. આ બોમ્બ જે જગ્યાએ પડયો ત્યાં આતંકીઓ નહીં પણ રાહત છાવણી હતી. જેને પગલે ૧૦૦ જેટલા નિર્દોશ લોકો આ હુમલામાં માર્યા ગયા છે.
દીકરા સાથેના અણબનાવની રિશિની કબૂલાત 20/01/2017 2:35 am Khushali Dave રિશી કપૂર અને રણબીર કપૂર વચ્ચે એક પાતળી દિવાલ છે તે સૌ કોઇ જાણે છે. તાજેતરમાં રિશિએ પણ આ વાત કબૂલી છે. તેણે કહ્યું હતું કે, અમારી વચ્ચે મેં જ હંમેશાં એક અંતર બનાવાના પ્રયાસ જ કર્યા છે. મારા પુત્રને મારા સ્વભાવ તેમજ વર્તણૂકથી માઠું લાગ્યું હોય એવું લાગે છે અને તે મારા કરતા તેની માતાની વધુ નજીક છે.
નોટબંધીએ હાઉસિંગ ક્ષેત્રે ત્રણ ક્વાર્ટરના સુધારા પર પાણી ફેરવ્યું 20/01/2017 3:26 am Khushali Dave વર્ષ ૨૦૧૬ના જાન્યુઆરીથી પ્રથમ નવ મહિના સુધી રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં જોવા મળેલો સુધારો છેલ્લા ક્વાર્ટરમાં નોટબંધીના લીધે ધોવાઇ ગયો છે અને વર્ષ ૨૦૧૭માં પણ તેની અસરો જોવા મળશે એમ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી નાઇટ ફ્રાન્ક ઇન્ડિયાએ તેના ફ્લેગશિપ છ માસિક રિપોર્ટ ઇન્ડિયા રિયલ એસ્ટેટમાં જણાવ્યું છે. નાઇટ ફ્રાન્કના મતે, ૨૦૧૬માં અમદાવાદમાં મકાનોનું વેચાણ છેલ્લાં છ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું છે. નોટબંધી બાદ શહેરના રિયલ એસ્ટેટ ડેવલપરોએ કામકાજની પદ્ધતિમાં ધરમૂળથી બદલાવ કરવો પડશે એવું પણ કન્સલ્ટન્સી કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું. નોટબંધીના કારણે ઉદ્યોગને રૂ. ૫૦૦ કરોડનું રેવન્યૂ નુકસાન થયું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
બોરસદના કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ કરનારા રવિ પૂજારીનાં શૂટર સહિત ૩ પકડાયા 20/01/2017 4:17 am Khushali Dave આણંદ ચોકડી નજીક ૧૩મી જાન્યુઆરીએ બોરસદ પાલિકાના અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર હારેલા મહિલા ઉમેદવાર શાંતાબહેન રમેશભાઇ પટેલના પુત્રએ ફાયરિંગ કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે. ભાજપી ઉમેદવારના પુત્ર ચંદ્રેશે ૨૫ લાખમાં સોપારી ગેંગસ્ટર રવિ પૂજારીના શાર્પશૂટરને આપી હતી. અપક્ષ ઉમેદવાર પર હુમલા મામલે હત્યાના કાવતરાનો ગુનો નોંધાયો હતો. એટીએસએ ગેંગસ્ટર રવિ પૂજારીના શાર્પશૂટર, બાઇક ચલાવનાર અને આસરો આપનાર એમ કુલ ૩ આરોપીને પકડી પાડયા છે.
વરસાદી પાણીથી બચવા બે માળનું આખું ઘર જેકથી ૪ ફૂટ ઊંચું કરાવ્યું 20/01/2017 3:05 am Khushali Dave બીલખાડી પર થયેલા ગેરકાયદે દબાણો સામે વહીવટીતંત્રએ હાથ ઊંચા કરી દેતાં સ્થાનિક રહીશોએ પોતાના ઘરમાં પાણી ભરાતા અટકાવવા ઘર ઊંચા કરાવવાનું શરૂ કર્યું છે. વાપી ગુંજન વિસ્તારમાં એવન્યુ પાર્કમાં રહેતા સોસાયટીમાં રહેતા કેતનભાઈ પટેલે દર વર્ષે લાખ્ખોની નુકસાનીમાંથી બચવા માટે જેકથી પોતાનું ઘર ચાર ફૂટ ઊંચું કરાવવાનું શરૂ કર્યું છે. તેમણે પોતાનું બે માળનું મકાન જમીનથી ચાર ફૂટ ઊંચું કરાવવાનો નિર્ણય લીધો છે. ઘરને જમીનદોસ્ત કરી નવેસરથી બનાવવા કરતાં હયાત ઘર જ જેકથી ઊંચું કરવા તેમણે અમદાવાદની કન્સ્ટ્રક્શન કંપનીને કામ સોંપી દીધું છે.