Advanced search


ઉંદરોનો ઉપદ્રવઃ પાઉન્ડલેન્ડે...

ફૂડ સેફ્ટી એન્ડ હાઈજીન (ઈંગ્લેન્ડ) રેગ્યુલેશન્સ ૨૦૧૩ હેઠળ છ ગુના માટે દોષિત ઠરેલા મીડલેન્ડસ્થિત ડિસ્કાઉન્ટ રિટેલર પાઉન્ડલેન્ડ લિમિટેડને ૧૩૪,૦૦૦ પાઉન્ડનો દંડ, કોસ્ટ પેટે ૧૮,૧૬૨ પાઉન્ડ તથા ૧૨૦ પાઉન્ડ વિક્ટીમ સરચાર્જ સહિત ૧૫૨,૨૮૨ પાઉન્ડ ચુકવવા બર્મિંગહામ ક્રાઉન કોર્ટે આદેશ કર્યો હતો.

બ્રિટનમાં ટુંકી દૃષ્ટિ ધરાવન

બ્રિટનમાં માયોપિયા અથવા તો ટુંકી દૃષ્ટિ ધરાવનારાની સંખ્યા વધી રહી છે. વયસ્કોના ૨૭ ટકા અને ૧૬ વર્ષથી ઓછી વયના ૨૦ ટકા તરુણો ટુંકી દૃષ્ટિથી પીડાય છે અને સંખ્યા વધશે તેવી ચેતવણી વિજ્ઞાનીઓ આપી રહ્યા છે. નિષ્ણાતોએ ઘરની બહાર ગાળવામાં આવતા ઓછા સમયને આ માટે જવાબદાર ગણાવ્યો છે. યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં ૪૦ વર્ષથી વધુ વયના ૫૪ ટકા લોકોને દૃષ્ટિની રીફ્રેક્ટિવ સમસ્યા હોવાનું જણાયું હતું. ૨૦ લાખ બ્રિટિશર કોઈ પ્રકારની દૃષ્ટિહીનતાથી પીડાય છે.

ખાદ્યપદાર્થોનો વેડફાટ વધ્યો...

બ્રિટનમાં દર વર્ષે પરિવારો દ્વારા સરેરાશ ૭૦૦ પાઉન્ડના ખાદ્યપદાર્થો ફેંકી દેવાય છે. ઘરમાંથી દર વર્ષે એક ટન ખોરાકનો ચોથો હિસ્સો વેડફાય છે, જે ૫૦૦ થાળીની સમાન છે. સુપરમાર્કેટ્સની કિંમતોની ગળાકાપ સ્પર્ધાના કારણે ખોરાક સસ્તો બન્યો છે પરંતુ તેનાથી લોકોની ખોરાક વેડફવાની આદતને ઉત્તેજન મળ્યું છે. ફેંકી દેવાતા ખોરાકનો અડધો હિસ્સો તેના ઉપયોગની તારીખ જતી રહેવાના કારણે થાય છે જ્યારે બાકીનો મોટા ભાગનો હિસ્સો વધારે રાંધવા કે પીરસવાના કારણે ફેંકવામાં જાય છે.

Old Fivers-£5 Notes copy

Old Fivers-£5 Notes copy

Headmaster Gregg Davies

Headmaster Gregg Davies

Food Wastage-2

Food Wastage-2

સાઉથ એશિયાનું ભાવિ બદલવાનું બ

પ્રિન્સ ઓફ વેલ્સની ચેરિટી પૈકીની એક અને બ્રિટિશ એશિયન લોકસેવા માટેની યુકેની અગ્રણી સંસ્થા બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા ગુરુવાર, ૨જી ફેબ્રુઆરીએ લંડનમાં ગીલ્ડહોલ ખાતે યોજાનારા ૪થા વાર્ષિક ગાલા ડિનરની વિગતો જાહેર કરવામાં આવી છે. આ ડિનરમાં સંસ્થાના સ્થાપક અને પ્રમુખ પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ ખાસ ઉપસ્થિત રહેશે.

યુકેમાં બેરોજગારી ઘટી, કમાણી વ...

યુકે સમગ્ર યુરોપમાં ૪.૮ ટકાનો સૌથી નીચો બેરોજગારી દર ધરાવે છે. નવેમ્બર ૨૦૧૬ સુધીના ત્રિમાસિક ગાળામાં યુકેમાં બેરોજગારોની સંખ્યા ૫૨,૦૦૦ના ઘટાડા સાથે ૧.૬ મિલિયન થઈ છે, જે ૨૦૦૬ પછી સૌથી તળિયે છે. રોજગારી દર વિક્રમી ૭૪.૫ ટકા કહ્યો છે. આની સાથે નવેમ્બર સુધીના ૧૨ મહિનામાં સરેરાશ કમાણીમાં ૨.૮ ટકાનો પણ ઉછાળો નોંધાયો હતો, જે બ્રિટિશ અર્થતંત્રની મજબૂતાઈની નિશાની દર્શાવે છે.

સગર્ભાવસ્થામાં મલ્ટિવિટામીન

સગર્ભા માટે સપ્લીમેન્ટ્સ લેવાનો મુદ્દો વિવાદાસ્પદ રહ્યો છે. પરંતુ, હાવર્ડ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને યુનિવર્સિટી ઓફ લેંકેસ્ટરના સહિત આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમના નવા અભ્યાસમાં જણાયું છે કે મલ્ટિવિટામીન્સને લીધે નવથી બાર વર્ષના બાળકની જ્ઞાનક્ષમતામાં એક વર્ષ જેટલો વધારો થાય છે.

Headmaster -Shiplake College Oxfordshire

Headmaster -Shiplake College Oxfordshire