Jallikattu: To ban or not to ban 24/01/2017 9:16 am Anand Pillai Imagine tomorrow if cricket is banned in India on the grounds that it is a dangerous game where many cricketers have died on the field after being hit by the ball, what will be its implications? Certainly entire India will come out on the streets in protest. There will be an impromptu outpouring of public sentiment.
High Commissioner of India discusses student visa problem and Indo-British relationship at media reception 24/01/2017 10:50 am Rupanjana Dutta The new Indian High Commissioner to the UK, His Excellency Yashvardhan Kumar Sinha held a reception on 16th January, which saw participation of more than 70 eminent print, electronic and radio media personnel at India House.
• બ્રેક્ઝિટની પીડા તીવ્ર નહિ, લાંબી રહેશે 24/01/2017 11:15 am Achyut Sanghavi બ્રેક્ઝિટની આર્થિક અસર અગાઉની દારણાની સરખામણીએ તીવ્ર નહિ રહે પરંતુ, તેની પીડા લાંબો સમય રહેશે તેમ ટ્રેઝરીના આગાહી મોડેલનો ઉપયોગ કરતી EY Item Clubના ચીફ ઈકોનેમિક એડવાઈઝર પીટર સ્પેન્સર દ્વારા જણાવાયું છે. ક્લબની ધારણા છે કે આ વર્ષે અર્થતંત્રની વૃદ્ધિ ૧.૩ ટકા રહેશે, જે અગાઉની આગાહીઓમાં માત્ર ૦.૮ ટકાની વૃદ્ધિ જ જણાવાઈ હતી. જોકે, અર્થતંત્ર કન્ઝ્યુમર્સના ખર્ચથી દૂર થઈ નિકાસો તરફ જવાનું અનુકૂલન સાધશે તેથી ૨૦૧૮માં માત્ર ૧.૦ ટકાની વૃદ્ધિ થવાની ધારણા ક્લબે કરી છે.
• કોર્પોરેટ ટેક્સીસમાં કાપથી વેપારયુદ્ધ છેડાશે 24/01/2017 11:15 am Achyut Sanghavi થેરેસા મે બ્રેક્ઝિટ પછી બિઝનેસીસને આકર્ષવા કોર્પોરેટ ટેક્સીસમાં કાપ જાહેર કરશે તો બાકીના યુરોપ સાથે વેપારયુદ્ધ છેડાશે તેવી ચેતવણી ફ્રાન્સની પાર્લામેન્ટના નીચલા ગૃહના અધ્યક્ષ તેમજ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી બ્રેક્ઝિટ કમિટીના ચેરમેન ક્લોડ બાર્ટોલોને આપી છે. તેમણે યુકે સાથે સમાધાનવૃત્તિ અભિગમ ટાળવા ઈયુને સલાહ આપી છે. ધ ટાઈમ્સને તેમણે આપેલા ઈન્ટરવ્યૂના શબ્દો વ્હાઈટહોલની ચિંતામાં વધારો જ કરશે કે પેરિસ બ્રેક્ઝિટ વાટાઘાટોમાં અવરોધ બની રહેશે. બાર્ટોલોને ફાન્સમાં પ્રવર્તતા બહુમતી મતને અવાજ આપતા જણાવ્યું છે કે જો યુરોપ થેરેસા મેને રાહતો આપશે તો ઈયુના અન્ય સભ્ય દેશો પણ બ્રિટનને અનુસરી સંગઠનને છોડવા પ્રેરાશે. થેરેસા મેએ સ્પષ્ટ કર્યું છે કે બ્રેક્ઝિટ પછી યુકેને સારી શરતો નહિ અપાય તો બ્રિટન યુરોપના બિઝનેસીસને આકર્ષવા કોર્પોરેટ ટેક્સીસમાં કાપ મૂકી શકે છે. મેની આ વાતને ધમકી તરીકે જોવાઈ રહી છે.
£૨૦૦ના ટેક્સ વધારા માટે સરે કાઉન્સિલ દ્વારા રેફરન્ડમ 24/01/2017 11:15 am Achyut Sanghavi કન્ઝર્વેટિવ પાર્ટીના શાસન હેઠળની સરે કાઉન્સિલે વડીલોની સંભાળમાં અનુભવાતી આર્થિક મુશ્કેલીને ધ્યાનમાં લઈને કાઉન્સિલ ટેક્સમાં ૧૫ ટકા વધારા માટે રેફરન્ડમ યોજવાની જાહેરાત કરી હતી. કાઉન્સિલના વડા ડેવિડ હોજે જણાવ્યું હતું કે સરકારી ગ્રાન્ટમાં £૧૭૦ મિલિયનના કાપને લીધે કાઉન્સિલના બજેટમાં ભારે ફરક પડી ગયો છે. ટેક્સમાં વધારાને મંજૂરીથી દરેક રહીશને વર્ષે સરેરાશ વધુ £૨૦૦ ચૂકવવાના થશે.
કોર્બીન બ્રેક્ઝિટની તરફેણ કરશે 24/01/2017 11:15 am Achyut Sanghavi ઈયુથી બહાર થવા અંગે વડાપ્રધાન થેરેસા મેએ આપેલા વક્તવ્ય બાદ તેની શું પ્રતિક્રિયા આપવી તેને લઈને લેબર પાર્ટીમાં વિવાદ સર્જાયો હતો. જોકે, લેબર પાર્ટીના વડા જેરેમી કોર્બીને અણસાર આપ્યો હતો કે તે ત્રણ લીટીનો વ્હીપ જારી કરીને તમામ સાંસદોને ઈયુ છોડવાની વિરુદ્ધનું વલણ અપનાવવાને બદલે સરકારને સમર્થન આપવાનું જણાવશે.