અશક્યને શક્ય બનાવતું સામર્થ્ય 07/03/2017 2:46 pm Vikram Nayak વડીલો સહિત સહુ વાચક મિત્રો, અમેરિકન્સ તો શું વિશ્વભરના લોકો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બાબતમાં તેઓ શું શું કરશે કે શું શું નહીં કરે તે અંગે નાનીમોટી અમૂંઝણ, ચિંતા સેવી રહ્યા છે. ઘરઆંગણે બ્રિટનમાં પણ ‘બ્રેક્ઝિટ’ની વ્યથા કંઇ ઓછી નથી હં... વડા પ્રધાન સુશ્રી થેરેસા મે વિરાંગનાની જેમ દેશમાં કે અન્યત્ર ઝઝૂમી રહ્યાં છે. અમેરિકા જઇ આવ્યા. ચીનના પ્રવાસે જવાની તૈયારી કરી રહ્યા છે. ભારત સાથેના સારા સંબંધોને વધુ ઘનિષ્ઠ ગાઢ બનાવવા માટે માટે સતત સક્રિય છે. અને તેમાં વળી, હાઉસ ઓફ કોમન્સે તો વડા પ્રધાનને યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ લોર્ડસની ઉમરાવ સભામાં બધો મામલો સલવાણો છે.
હળવે હૈયે... 08/03/2017 6:04 am Mukesh Patel એક વાર, નાગર જ્ઞાતિના સિનિયર સિટીઝનોના કોઈ એવોર્ડ વિતરણ સમારંભમાં સંચાલકને ગ્લુકોઝના બાટલા ચડાવવા પડેલા! કારણ? કારણ કે... ધ્રુજરી ધરણેન્દ્ર, જળાંહળાં નિપૂણચંદ્ર, કાત્યાયીની બાળા, કાંક્ષીત્યાયીની બાળા, અનભિજ્ઞા દૈવત, મોહનાજ્ઞોશ, ઉચ્ચશ્રુંખલરાય, પ્રિયમ્વંદાગૌરી, દુર્લભરાયજી, પ્રત્યંચેશ્વર રાય, સર્વદમન નિર્ભિકરાય... આવાં અઢીસો નામોનાં સાચાં ઉચ્ચારણ કરવામાં જીભ ઉપરથી એટલું બધું થૂંક ઊડયું કે ભાઈને ડિ-હાઇડ્રેશન થઈ ગયું! પછી તો બાટલા ચડાવવા જ પડે ને...•
બાળકો માટે ચાંદીના વાસણ વાપરવાના ફાયદા 08/03/2017 6:02 am Mukesh Patel ભારતીય પરંપરા મહિલાના સીમંત પ્રસંગે કે બાળકનો જન્મ થાય ત્યારે સગાસંબંધીઓ દ્વારા ચાંદીની કડલીઓ, ઝાંઝર, ઘૂઘરા તથા ચાંદીના વાસણો ભેટમાં આપવાનો રિવાજ છે. ચાંદીના ઔષધીય ગુણોને ધ્યાનમાં રાખીને જ આ રિવાજ શરૂ કરવામાં આવ્યો હશે. બાળકને ચાંદીના વાસણમાં ભોજન કરાવવાથી શું હેલ્થ બેનિફીટ્સ મળે છે તે અંગે જાણીએ.
1984 riots case: SC asks petitioner to file suggestions 08/03/2017 6:10 am Mitul Paniker The Supreme Court has directed petitioner S Gurland Singh Kahlon to file his suggestions in connection with the 1984 anti-Sikh riots case and also sought a report from the Special Investigation Team (SIT) regarding the progress in the case
સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૪૩) 08/03/2017 6:19 am Mukesh Patel જવાહરલાલ તેમના પ્રશંસક હતા. લેખનનાં વિવિધ સ્વરૂપો પર ખોસલાએ હાથ અજમાવ્યો હતો. તપાસપંચોની કારવાઈમાં ભારે કુશળ હતા. નેતાજી સુભાષચંદ્ર તો તેમને ૧૯૨૦માં ઇંગ્લેન્ડમાં મળેલા. સુભાષબાબુ ભારતીય મિત્રો સાથે વાત કરી રહ્યા હતા કે આઈ.સી.એસ થઈને બ્રિટિશ સરકારની નોકરી કરવી એ તો દેશદ્રોહ છે. ખોસલા ત્યારે એ બેઠકની પાસેથી પસાર થતા હતા, તેમણે કહ્યું કે ભારતીયો અંગ્રેજોની જગ્યા લે તેમાં કોઈ દેશદ્રોહ નથી.
કરણ જોહર પિતા બન્યોઃ બાળકોનાં નામ રાખ્યાં યશ અને રૂહી 08/03/2017 6:16 am Mukesh Patel બોલિવૂડનો ફેમસ ફિલ્મમેકર કરણ જોહર સાતમી ફેબ્રુઆરીએ સરોગસી ટ્રીટમેન્ટથી જોડિયા બાળકોનો પિતા બન્યો છે. એક પુત્ર અને એક પુત્રીના પિતા કરણે બાળકોનું બર્થ રજિસ્ટ્રેશન ત્રીજી માર્ચે કરાવ્યું છે. આ રજિસ્ટ્રેશનમાં બાળકોના પિતા તરીકે કરણનું નામ છે, પણ માતાના નામનો કોઇ ઉલ્લેખ નથી.
ઓસ્કાર છબરડા બદલ બે એકાઉન્ટન્ટ પર પ્રતિબંધ 08/03/2017 6:12 am Mukesh Patel આ વર્ષના ઓસ્કાર એવોર્ડ સમારંભમાં શ્રેષ્ઠ ફિલ્મની જાહેરાતમાં છબરડા દ્વારા એવોર્ડને વિશ્વભરમાં હાંસીપાત્ર બનાવનારા એકાઉ્ન્ટન્સી ફર્મ PWCના બે એકાઉન્ટન્ટ બ્રાયન કુલીનન અને માર્થા રૂઈઝ હવે આ શો માટે ફરી ક્યારેય કામ કરી શકશે નહીં.