Advanced search


આજે દેશના ૭૦ ટકા રાજ્યો ‘વાઇબ્...

દહેજ અને ભરૂચના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોડી સાંજે અમદાવાદ પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ઉપરાંત ભાજપના પ્રધાન મંડળના સભ્યો અને ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો એરપોર્ટ પર પહોંચ્યા. જ્યાં મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

વિધાનસભા પરિસરમાં જાડેજા પર જ

ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં બની હોય તેવી ઘટનાઓ વખતના બજેટ સત્રમાં બની રહી છે. બજેટ રજૂ થયા પછીના દિવસોમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ગૃહની અંદર ઝપાઝપીની ઘટના પહેલી વાર બની હતી. જ્યારે બીજીએ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે એક ફિક્સ પગારદાર ગોપાલ ઈટાલિયાએ તેમના પર ઉપરા છાપરી બે વખત જૂતાનો ઘા કરી દીધો. ત્યાર બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ઘટના પાછળ કોંગ્રેસનો હાથ હોવાની શંકા વ્યક્ત કરતા કોંગ્રેસના શક્તિસિંહે વાઘાણીની પરિપકવતા અંગે સવાલ ઉઠાવ્યો હતો.

આતંકી બંધુઓ વસીમ-નઈમને સાથે રા...

આતંકવાદી સંગઠન ISIS સાથે સંબંધ ધરાવતા રાજકોટના નહેરુનગરમાં રહેતા વસીમ આરિફભાઈ રામોદિયા અને ભાવનગરના પ્રભુદાસ તળાવ પાસે રહેતા તેના ભાઈ નઈમને એટીએસ ટીમે બાતમીના આધારે ૨૬ ફેબ્રુઆરીએ ઝડપી લીધા હતા. બંનેની પૂછપરછમાં વિગતો મળી કે, રામોદિયા બંધુઓનો ISIS અને ૪૦ માણસો સાથે જોડાઈને ચોટીલામાં લોનવુલ્ફ હુમલો તથા રાજ્યમાં બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો. રાજકોટમાં વસીમનો ત્રિકોણબાગ અને ગુંદાવાડીમાં પેટ્રોલ બોમ્બથી દુકાનો બાળવાનો પ્લાન હતો અને રાજ્યમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું હતું. 

અંજારમાં અજંપાની આગ પછી પોલીસ

થોડા દિવસ પહેલાં અંજારની બે કન્યાઓ પરીક્ષા આપવા જઇએ છીએ તેમ કહીને ઘરેથી નીકળી હતી. બાદમાં પરત ન આવતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. આ અંગે અંજારમાં પહેલીએ એક બેઠક પૂરી થયા પછી ટોળાએ દેખાવો શરૂ કર્યાં હતાં અને ૧૨ મીટર માર્ગ ઉપર મુખ્ય બજારમાં ધસી ગયા હતા. બાળકીઓને ઉઠાવી જવાનો એક મુસ્લિમ યુવાન પર શક હોઈ તેની બેગની દુકાનમાં ટોળું ઘૂસી ગયું હતું અને ઉશ્કેરાઇને દુકાનમાં આગ ચાંપી દીધી હતી. જેના પગલે આસપાસની દુકાનો ઝડપથી બંધ થઇ ગઇ હતી. બજારમાં પરિસ્થિતિ તંગ થવાની પોલીસને તુરંત જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભીડને કાબૂમાં લીધી હતી.

Shanker Chhaganbhai Patel

Shanker Chhaganbhai Patel

anjar

anjar

pradip singh

pradip singh

૧૯૯૧માં પત્નીની ક્રૂર હત્યા બ

પોલીસને ૨૨ કરતાં વધુ વર્ષથી મૂંઝવી રહેલો કેસ આખરે ગત ૩ માર્ચે ૫૩ વર્ષીય ભારતીય અમેરિકી શંકર છગનભાઈ પટેલને પત્ની ઉષા પટેલની હત્યાનું કાવતરું ઘડવા બદલ આજીવન કેદની સજા સંભળાવાઈ તે સાથે પૂરો થયો હતો. પટેલે ઉષાની હત્યા માટે સ્ટેનલી મેડિનાની મદદ લીધી હતી અને તેણે આ કામ મીગુલ ગાર્સિયાને સોંપ્યુ હતું. ઝામ્બિયામાં જન્મેલી ૨૯ વર્ષની ત્રણ બાળકોની માતા ઉષાની ગત ૧૯ નવેમ્બર, ૧૯૯૧માં કેલિફોર્નિયાના સાન ડિમાસના ઘરના ગેરેજમાં છૂરાના ૨૪ જીવલેણ ઘા મારીને હત્યા કરાઈ હતી. 

US snubs India, suspends priority H-1B visas...

The Trump administration has temporarily suspended the expedited premium processing of H-1B visas, as part of its cleaning of its guest worker program