નિર્વાસિતોને પાંચ વર્ષ પછી સ્વદેશ મોકલવા સમીક્ષાની નીતિ 15/03/2017 6:54 am Achyut Sanghavi હોમ ઓફિસ દ્વારા નિર્વાસિતોને યુકેમાં કાયમી વસવાટ મુદ્દે નવી નીતિ જાહેર કરવામાં આવી છે, જેમાં જે નિર્વાસિતો કાયમી વસવાટની અરજી કરે તેમને પાંચ વર્ષના મર્યાદિત વસવાટ પછી ‘સેફ કન્ટ્રી રીવ્યુ’નો સામનો કરવો પડશે. આ નીતિ હેઠળ હજારો અરજદાર નિર્વાસિતોને તેમના મૂળ દેશમાં પરત મોકલવાનું સલામત છે કે કેમ તેની સમીક્ષા કરવામાં આવશે. બ્રિટનમાં ગત પાંચ વર્ષમાં ૫૯,૦૦૦થી વધુ નિર્વાસિતોને રક્ષણ અપાયું છે અને ૨૦૧૦થી ૧૦૦,૦૦૦થી વધુ નિર્વાસિતોને વસવાટ અપાયો છે.
ચાન્સેલર હેમન્ડના બજેટમાં NIC ફાળામાં વધારાથી ભારે નિરાશા 15/03/2017 6:53 am Achyut Sanghavi ચાન્સેલર ફિલિપ હેમન્ડના સ્પ્રિંગ બજેટે મધ્યમ વર્ગના લોકોને તીવ્ર આઘાત પહોંચાડ્યો છે. તેમજ સ્ટોક માર્કેટ, પ્રોપર્ટી અને અન્ય મિલકતોમાં નાણા રોકાણ કરનારા માટે પણ નિરાશનું વાતાવરણ સર્જ્યુ છે. જોકે નાના બિઝનેસીસ માટે બિઝનેસ રેટ્સ સહિતના મુદ્દે યોગ્ય પગલાં લેવાયાં છે પરંતુ સેલ્ફ એમ્પ્લોઈડ માટે નેશનલ ઇન્સ્યુરન્સ ફાળામાં ભારે વધારો આઘાતજનક બની રહ્યો છે. તો લગભગ ડચકાં ખાતી સોશિયલ કેર સિસ્ટમમાં ૨ બિલિયન પાઉન્ડની ફાળવણી સારી નીવડી છે. ચાન્સેલર તરીકે પોતાના પ્રથમ બજેટમાં હેમન્ડે નેશનલ ઈન્સ્યુરન્સના મુદ્દે તીવ્ર વિરોધ વહોરી લીધો છે. સામાન્ય ચૂંટણીના ઘોષણાપત્રમાં NI, ઈન્કમટેક્સ અથવા VAT નહીં વધારવાના વચનનો ભંગ થયો હોવાનું ટોરી સાંસદોએ જણાવ્યું હતું. ભારે વિરોધના પગલે વડા પ્રધાન થેરેસા મેએ આ દરખાસ્તનો અમલ ઓટમ બજેટ સુધી મુલતવી રાખવાની ફરજ પડી હતી.
કોમનવેલ્થ ઈકોનોમી ઈયુને પાછળ રાખી દેશેઃ ક્વીન આગામી વર્ષે શિખર પરિષદ યોજશે 15/03/2017 6:53 am Achyut Sanghavi યુકે બ્રેક્ઝિટ પછી નવા વેપારી સંબંધો બાંધવા સજ્જ થઈ રહ્યું છે ત્યારે ક્વીન એલિઝાબેથ દ્વિતીય ૫૦થી વધુ કોમનવેલ્થ દેશોના નેતાઓ માટે બકિંગહામ પેલેસ અને વિન્ડસર કેસલના દ્વાર ખુલ્લાં કરી રહ્યાં છે. આગામી વર્ષે ઉનાળામાં કોમનવેલ્થ દેશોના વડા પ્રધાનો અને પ્રમુખો શાહી નિવાસોમાં બેઠકો માટે એકત્ર થવાના છે. કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મીટિંગ (ચોગમ) માટે સ્થળોની યાદીમાં પહેલી વખત શાહી નિવાસોનો સમાવેશ કરાયો છે. કોમનવેલ્થ ઘણી ઝડપથી અર્થતંત્રના કદના ધોરણે ઈયુને પાછળ રાખી દેશે તેવા ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સનના નિર્દેશની સાથોસાથ આ સમિટની જાહેરાત કરાઈ છે.
‘ભારતમાં સામાજિક સંવાદિતાનો માર્ગ’ વિષય પર સેમિનાર યોજાયો 15/03/2017 6:54 am Achyut Sanghavi ફેડરેશન ઓફ આંબેડકરાઈટ્સ એન્ડ બુદ્ધિસ્ટ ઓર્ગેનાઈઝેશન્સ યુકે (FABO UK) દ્વારા ૧૨ માર્ચ, રવિવારે વેસ્ટ લંડનમાં સાઉથોલના આંબેડકર ભવન ખાતે એક દિવસીય સેમિનાર ‘ધ વે અહેડ ઓફ સોશિયલ હાર્મની ઈન ઈન્ડિયા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિવૃત્ત અધિક ડીજીપી, લેખક અને ભારતના રાજસ્થાનની હાઈકોર્ટમાં એડવોકેટ ડો. પી.એન. રછોયા મુખ્ય વક્તા હતા. ભારતના વિવિધ રાજ્યો અને ધર્મોનું પ્રતિનિધિત્વ કરતા લોકોએ સેમિનારમાં હાજરી આપી હતી.
NHSને £૧,૦૦૦ના ચાર્જમાંથી મુક્તિ આપવા હેલ્થ યુનિયનોની માગણી 15/03/2017 6:53 am Achyut Sanghavi દરિયાપારના ડોક્ટર્સ અને નર્સીસ માટે ચુકવવાપાત્ર થનારા ૧,૦૦૦ પાઉન્ડના નવા ઈમિગ્રેશન સ્કિલ્સ ચાર્જમાંથી NHSને મુક્તિ આપવા બ્રિટિશ મેડિકલ એસોસિયેશન અને રોયલ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા માગણી કરવામાં આવી છે. એપ્રિલથી અમલી થનારા આ ચાર્જથી NHSના બજેટ્સ ખોરવાઈ જશે. યુરોપિયન યુનિયન બહારથી યુકેમાં આવનારા કોઈ પણ વર્કર માટે ૧,૦૦૦ પાઉન્ડનો વાર્ષિક ચાર્જ ચુકવવાનો થશે. નર્સીસ યુકેના શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટમાં સામેલ છે.
Over 30 dead as gunmen attack military hospital in Kabul 15/03/2017 7:11 am Mitul Paniker Afghanistan's largest military hospital was attacked last week, by gunmen dressed as doctors who stormed into the facility and killed over 30 people in a six-hour stint