સગીર સાથે દુષ્કર્મ બદલ દોષિત પુરુષને આજીવન કેદની સજા 15/03/2017 7:09 am Achyut Sanghavi ૧૩ વર્ષથી નાના કિશોર સાથે ૨૦૧૩માં જાન્યુઆરીથી નવેમ્બર વચ્ચે દુષ્કર્મના આરોપસર સ્લાઉના ગ્રેનવિલે એવન્યુના ૪૧ વર્ષીય મોહમ્મદ કાબરી અનીસ યુનુસને ૩ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ બળાત્કારના બે ગુના બદલ દોષિત ઠેરવીને ઓછામાં ઓછી છ વર્ષની જેલ સાથે આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી.
એકતા અને સમાનતા માટે હેરો દ્વારા કોમનવેલ્થ ડેની ઉજવણી 15/03/2017 6:53 am Achyut Sanghavi હેરો કાઉન્સિલે ગ્લોબલ ફ્લેગ રેઈઝિંગ સેરિમનીમાં ભાગ લઈને કોમનવેલ્થ ડેની ઉજવણી કરી હતી. ફ્લેગ રેઈઝીંગમાં ડેપ્યુટી લેફ્ટનન્ટ જહોન પર્નેલ મેયર કાઉન્સિલર રેખાબહેન શાહ સાથે જોડાયા હતા.
બ્રિટિશ પાર્લામેન્ટમાં મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી અને જૈન લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પ્રદાન 15/03/2017 7:09 am Achyut Sanghavi બ્રિટિશ પાર્લામેન્ટ સમગ્ર વિશ્વમાં ‘મધર ઓફ ઓલ ડેમોક્રસી’નું માનવંતુ સ્થાન ધરાવે છે. આ સ્થળેથી વિશ્વભરમાં લોકોને ડેમોક્રસીની મહાન પ્રેરણા પ્રાપ્ત થઈ છે. અત્યારે બ્રિટનમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા ૧૩ લાખથી પણ વધારે છે. આ દેશમાં જૈન પ્રજાએ પણ ધર્મના ઉચ્ચતર મૂલ્યોનો સારો એવો પ્રચાર કરેલો છે. આ મૂલ્યપ્રચાર અને પ્રસારના કાર્યમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી (IOJ) અને ‘વન જૈન’ સંસ્થાઓનો સિંહફાળો છે. આ સંસ્થાએ જૈન ધર્મને વિશ્વના ફલક પર મૂક્યો છે અને ખુબ જ મોટા પાયે કાર્ય કરી રહી છે.
બ્રિટિશ રાજના દુષ્કૃત્યો બદલ ક્વીન માફી માગેઃ શશી થરુર 15/03/2017 7:09 am Achyut Sanghavi ભારતીય રાજકારણી અને વર્તમાન કોંગ્રેસી સાંસદ તેમજ પૂર્વ યુએન રાજદ્વારી શશી થરુરે તેમના નવા પુસ્તક ‘Inglorious Empire: What the British did to India’માં ૧૭૫૭થી ૧૯૪૭માં ભારતની આઝાદી સુધીના વર્ષોમાં બ્રિટિશ શાસને જે કાંઈ કર્યું તેનું પ્રાયશ્ચિત કરવા ક્વીન એલિઝાબેથ દ્વિતીયે ભારતીય પ્રજાની સ્પષ્ટ માફી માગવી જોઈએ તે સંબંધિત પ્રશ્નો ઉઠાવ્યા છે. અમૃતસર હત્યાકાંડ, ૩૫૦ લાખ ભારતીયોને દુકાળના ખપ્પરમાં હોમી દેવાની બ્રિટિશ ચાલનું વર્ણન તેમણે આ પુસ્તકમાં કર્યું છે.