સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષપદે ફરી કેશુભાઇ 09/03/2017 2:44 am Nilesh Parmar સોમનાથ ટ્રસ્ટની ૧૧૬મી બેઠક ટ્રસ્ટનાં વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં મળી હતી. જેમાં વર્ષ ૨૦૧૭ માટે અધ્યક્ષ તરીકે કેશુભાઈ પટેલની ફરી સર્વાનુમતે વરણી કરાઇ છે. બેઠકમાં કેશુભાઇના નામની દરખાસ્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૂકી હતી અને લાલ કૃષ્ણ અડવાણીએ તેને સમર્થન આપ્યું હતું. આઠ માર્ચે એક દિવસની સોમનાથની મુલાકાતે આવેલા વડા પ્રધાને સોમનાથ મહાદેવના દર્શન કર્યાં હતા અને ગુજરાતના વિકાસ માટે નવી યોજનાઓની જાહેરાત પણ કરી હતી.
આતંકી દીકરાનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા પિતા 09/03/2017 2:07 am Khushali Dave ઠાકુરગંજમાં સાતમીએ આતંકવાદી હુમલો થયો હતો. નવાઈની વાત એ છે કે પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર મારેલા શંકાસ્પદ આતંકવાદી સૈફુલ્લાહના પિતાએ દીકરાનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. સૈફુલ્લાહના પિતાએ તેને દેશદ્રોહી ગણાવીને કહ્યું હતું કે, તે એક દેશદ્રોહીનો મૃતદેહ નહીં સ્વીકારે. બીજી તરફ સૈફુલ્લાહનાં નજીકનાં સંબંધીઓ પણ સૈફુલ્લાહની હકીકત જાણીને આશ્ચર્ય પામ્યા છે. જોકે ધરપકડ કરાયેલા અન્ય ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓના પિતાઓએ તેમના પુત્રોને નિર્દોષ ઠેરવ્યા છે.
કોંગ્રેસના ૯ MLA પાસે ગેંગસ્ટર રવિ પૂજારીએ ખંડણી માગી 09/03/2017 1:49 am Khushali Dave રાજ્ય સરકારની ખામીઓ, ત્રૂટીઓ વિધાનસભા ગૃહમાં જાહેર કરતા કોંગ્રેસના ૯ ધારાસભ્યને ગેંગસ્ટર રવિ પૂજારીએ મારી નાંખવા સહિત રૂ. ૧૦ કરોડની ખંડણી માગતા ધમકીભર્યા ફોન આવ્યા હોવાની અધ્યક્ષ રમણલાલ વોરાને કોંગ્રેસે સાતમીએ રજૂઆત કરી હતી. અગાઉ એકાદ વખત ફોન આવતાં સભ્યોએ આ વાતને હળવાશથી લીધી હતી, પણ પછી વારંવાર અને ગૃહની કામગીરી શરૂ હોઈ ફોન કે મેસેજ આવતાં વિધાનસભા વિરોધપક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ ગૃહમાં સાતમીએ મુદ્દો મૂક્યો હતો.
અજમેર બ્લાસ્ટ કેસમાં ચાર ગુજરાતી દોષમુક્તઃ એક દોષી 09/03/2017 2:12 am Khushali Dave અજમેરઃ ૨૦૦૭માં અજમેર દરગાહમાં બોમ્બ વિસ્ફોટના કેસમાં સ્વામી અસીમાનંદ સહિત ૭ આરોપીઓને શંકાનો લાભ આપીને દોષમુક્ત અને ત્રણને આઠમી માર્ચે કોર્ટે દોષિત જાહેર કર્યાં છે. દોષમુક્તમાં ચાર અને દોષિતમાં એક ગુજરાતી છે.