Advanced search


ગુજરાતનાં ૪૦ બંદરોના વિકાસ મા

દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાત રાજ્યના દરિયાઇ વિસ્તારના વિકાસ અને સમૃદ્ધિ માટે ભારત સરકાર ૪૫ હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરાશે. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ માર્ચે સોમનાથ ત્રિવેણી સંગમ પર યોજાયેલી અભિવાદન સભાને સંબોધતાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશભરમાં સમુદ્રીકિનારાઓના વિકાસની આઠ લાખ કરોડ રૂપિયાની સાગરમાલા યોજનાના ૪૦૦ પ્રોજેક્ટમાં ગુજરાતના ૪૦ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. યોજના અંતર્ગત રાજ્યનાં ૧૮ બંદરને આધુનિક બનાવાશે. દેશને તિરંગા ક્રાંતિથી વિકાસની ક્ષિતિજો સર કરવા માટે ભારત સરકાર પ્રયત્નશીલ છે એમ તેમણે કહ્યું હતું. વિશાળ અભિવાદન સભાને સંબોધ્યા બાદ વડા પ્રધાને સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપી હતી. તેમજ સોમનાથ મહાદેવની ષોડષોપચાર પૂજા કરી હતી.

ઉત્તર પ્રદેશ સહિતનાં ચાર રાજ્

પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાઓની ચૂંટણીના જુદાં જુદાં એક્ઝિટ પોલ્સના આંકડા બહાર પડી ગયા છે અને એ પાંચ પૈકીનાં ચાર રાજ્યોમાં ભાજપની સરકાર રચાશે અથવા ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવશે એવો અંદેશો રાજકીય એક્સપર્ટ્સ દ્વારા લગાવવામાં આવ્યો છે. ૪૦૩ જેટલી સૌથી વધુ બેઠકો ધરાવતી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ભાજપની બહુમતી સરકાર રચાશે તેવા એંધાણ છે. આ પ્રદેશમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવે એવું અનુમાન છે. ઉત્તરાખંડના મોટા ભાગના એક્ઝિટ પોલ્સમાં ભાજપને બહુમતી મળતી હોય એવું ચિત્ર અત્યારે ઊપસ્યું છે. પંજાબમાં કેટલાક એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસની તો કેટલાકમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાવાનો દાવો કરાયો છે.

સલમાને ‘ટાઈગર જિંદા હૈ’માં ગી

બોલિવૂડના દબંગ સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’ બનવાની શરૂઆત થઈ ગઈ છે. આ ફિલ્મમાં સલમાનની કથિત ગર્લફ્રેન્ડ અને ગાયિકા લૂલિયા વંતુરને એક ગીત ગાવાની ઓફર થઈ હતી, પણ સલમાનને એ ગીત માટે લૂલિયાનો અવાજ યોગ્ય લાગ્યો નહીં અને તેણે લૂલિયાને ફિલ્મમાં આ ગીત ગાવા માટે ના કહી.

bjp

bjp

Exit Polls

Exit Polls

The protest march of 35,000 people through London may have been just a single event lasting only a few hours, and all of twenty years ago, but in retrospect it can be considered as something of a turning point for Hinduism in Britain.

ઓએનજીસી ઓપાલ (ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ)નો પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે ઓએનજીસીના સૂત્રોનું કહેવું હતું કે આ કંપનીની સ્થાપના ૧૫ નવેમ્બર ૨૦૦૬ના રોજ કરવામાં આવી હતી. આ પ્લાન્ટમાં લગભગ રૂ. ૩૦૦૦૦ કરોડનું રોકાણ કરાયું છે. ઓપાલ પ્લાન્ટના કારણે અન્ય વ્યસાયોને વેગ મળશે અને વધુ ૪૦૦૦૦ કરોડ રૂપિયાના આડકતરા મૂડીરોકાણનું સર્જન થશે. તેના કારણે ૨૦૦૦૦ લોકોને રોજગારી મળશે.

અમેરિકામાં ભારતીયોને દેશ છોડીને જવા માટે વંશીય હુમલા અને ટિપ્પણીઓની ઘટમાળ અટકતી નથી. અમેરિકાના ઓહાયોમાં રહેતા ભારતીયોને દરરોજ જ અમેરિકામાંથી ભાગો, તમારા દેશ જાવો એવો દ્વેષ ખમવો પડી રહ્યો છે. ઘણા વખતથી અહીં રહેતા ભારતીયોને અનેક વખત એવા અનુભવ થયા છે અને અનેક વખત તમારા દેશમાં ભાગી જાવ એવી ચેતવણી મળી છે.

02-Manor

02-Manor