Advanced search


હિજાબ પહેરીને બર્મિંગહામ સિટી સેન્ટરમાં ડાન્સ કરતી ૧૭ વર્ષીય મુસ્લીમ સગીરાનો વીડિયો ઓનલાઈન થયા પછી ઘણી વ્યક્તિઓ તરફથી તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. તે મિત્રો સાથે શોપિંગ કરવા ગઈ હતી તે પછી તે ખૂબ ટૂંકા વીડિયોમાં તે માસ્ક પહેરેલી એક વ્યક્તિ સહિત બે લોકો સાથે ડાન્સ કરતી નજરે પડી હતી.

સોશિયલ મીડિયા મારફતે પેરિસ હુમલાની પ્રશંસા કરતા સાહિત્યને મોકલવાના એક કેસની મુદત ૨૧ વર્ષીય શકમંદ આતંકી તહા હુસેન રમજાનના રોજા રાખી શકે તે માટે લંબાવી આપી હતી. હુસેન પર પેરિસ આતંકી અત્યાચારને બિરદાવતી સામગ્રી ડાઉનલોડ કરવાનો આરોપ છે. જજ પોલ ડોજસને જણાવ્યું હતું કે ૧૯ કલાક ખાધાપીધા વગર હું કેવી રીતે રહી શકું તે મારે મારા માટે વિચારવું જોઈએ.

આ વર્ષે યુકેમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઘટાડો થવાની આગાહી બ્રિટનમાં સૌથી મોટા ફ્યુનરલ પ્રોવાઈડર્સમાંના એક ડિગ્નિટી દ્વારા કરવામાં આવી છે. ડિગ્નિટીની આગાહી છે કે વર્ષ ૨૦૧૭માં અંદાજે ૩૦,૦૦૦ ઓછાં લોકો મૃત્યુ પામશે.

ફિલિપ હેમન્ડના ચોમેરથી ટીકાનો ભોગ બનેલા બજેટથી આગામી ૨૦૨૦ પહેલા ચૂંટણી યોજાવાની શક્યતા ધૂંધળી બની હોવાનું મિનિસ્ટરોએ કબૂલ્યું છે. એક મિનિસ્ટરે જણાવ્યું હતું કે નેશનલ ઈન્સ્યુરન્સ કોન્ટ્રીબ્યુશન્સ (NIC)માં કરાયેલો વધારો દર્શાવે છે કે ચાન્સેલર હેમન્ડને દેશમાં હજુ ત્રણ વર્ષ સુધી ચૂંટણી યોજવાની અપેક્ષા નથી.

યુવાનોમાં ખૂબ લોકપ્રિય સસ્તી તમાકુ બનાવટોને માર્કેટમાંથી દૂર કરવાના પ્રયાસરૂપે સરકાર આ વર્ષે સિગારેટ માટે તળિયાના ભાવ લાગૂ કરશે. ચાન્સેલર ફિલિપ હેમન્ડે જણાવ્યું હતું કે મે મહિનાથી મીનીમમ એક્સાઈઝ ટેક્સ વસૂલવાથી ગ્રાહકોને ૨૦ સિગારેટનું એક પેકેટ £૭.૩૫માં પડશે.

ઘરમાં રહેતા લોકોની વાતચીત સાંભળવા અને તેમના ફોટોગ્રાફ્સ લેવા માટે બ્રિટિશ જાસૂસી એજન્સીએ CIAસાથે મળીને ટેલિવિઝન, ટેબ્લેટ અને ફોનને હેક કર્યા હોવાનો વિકિલિક્સે મેળવેલા અને લીક થયેલા દસ્તાવેજોમાં સંકેત છે. CIA દ્વારા તેના એજન્ટ્સને ઘરેલૂ ઉપકરણોને નિયંત્રણમાં લઈ શકાય તે માટે કોમ્પ્યુટર હેકિંગ પ્રોગ્રામની સમજ આપતા દર્શાવાયા હતા.

સાઉથ શીલ્ડ્સમાં ગયા જાન્યુઆરીમાં એક પુરુષ પર હુમલો કર્યા પછી તેના પર બળાત્કાર આચરવાના બે ગુનાની આરોપી ૨૬ વર્ષીય મહિલા કેટી બ્રેનન ન્યૂકેસલ ક્રાઉન કોર્ટમાં હાજર થઈ હતી. બ્રેનન સુનાવણી દરમિયાન પોતાના નામની ખાતરી કરાવવા જ હાજર થઈ હતી.

Parliament witnesses celebration of International Women's Day...

London witnessed a number of International Women's Day celebration in the last week. On 9th March, the UK Women's Network organised a half day seminar at the House of Commons, where eminent Tamil women shared their life journey with a room full of women from different backgrounds. The event was presided over by Virendra Sharma MP and was graced by Ruth Cadbury MP. There were speeches from two chief guests and others including Dr Geetha Venkat, Director of Harley Street Fertility clinic and Anu Hasan, TV actress highlighted the challenges they had faced, intriguing ways including social media to beat the financial blues and develop successful businesses and careers.

‘શું વાત છે? બેસણામાં ડસ્ટબીન આપ્યા..?’ ‘કેટલો ઉમદા વિચાર છે આ પરિવારનો...’ ‘આ વિચાર તમને આવ્યો એ જ અભિનંદનને પાત્ર છે...’ આ અને આવા અનેક વાક્યો બોલાયા કે સંભળાયા હતા તાજતેરમાં એક બેસણામાં. પોતાના જીવનકાળ દરમિયાન કર્મ અને ધર્મના માર્ગે ચાલનારા, મહાગુજરાતની ચળવળના સક્રિય સભ્ય, પરમાર્થી વ્યક્તિત્વ અને પૂજ્ય મોરારીબાપુની કથાના શ્રોતા તથા કથાના સૂત્રોને જીવનમાં ઉતારનાર નરેન્દ્રભાઈ બંસીધરભાઈ દવેનું દુઃખદ અવસાન થયા બાદ કે. પી. વીલા- સાણંદ રોડ પર એમનું બેસણું હતું.

IWD2017_at_BAPS_Shri_Swaminarayan_Mandir_London_1

IWD2017_at_BAPS_Shri_Swaminarayan_Mandir_London_1