નરેન્દ્ર મોદીનો કરિશ્મા અને અમિત શાહનો ચૂંટણીવ્યૂહ 15/03/2017 6:28 am Mukesh Patel ભાજપે ૧૯૯૧થી ૨૦૧૭ સુધીમાં રામમંદિર લહેરથી મોદી લહેર સુધીની સફર કાપી છે. ૧૯૯૧માં રામમંદિરની લહેરને કારણે ઉત્તર પ્રદેશમાં પહેલી વાર ભાજપનો કેસરિયો લહેરાયો હતો. તે વખતે ભાજપને સૌથી વધુ ૨૨૧ સીટો મળી હતી અને ૩૧.૭૬ ટકા મત મળ્યા હતા. આ વખતે ૨૦૧૭માં મોદીની સુનામીએ મેજિક સર્જ્યો છે. જેને કારણે ભાજપ અને સાથી પક્ષોએ ૩૨૫ સીટો પર જીત હાંસલ કરી છે. મોદી લહેરે પહેલીવાર સૌથી વધુ સીટો આંચકી છે અને ૪૨ ટકાથી વધુ મતો મળ્યા છે.
સંસ્થા સમાચાર તા. ૧૮-૩-૧૭ માટે 14/03/2017 3:43 pm Vikram Nayak • ગુજરાત સમાચાર- એશિયન વોઈસ તથા સ્થાનિક સંસ્થાઓના ઉપક્રમે ‘એ ટ્રીબ્યુટ ટુ મધર્સ’ માયા દીપકને સંગ મધર્સ ડે નિમિત્તે માતૃવંદના કાર્યક્રમનું રવિવાર તા.૨૬-૩-૧૭ સાંજે ૫.૩૦ વાગે ધ ભવન - ભારતીય વિદ્યા ભવન, 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07786 312 575
યુપીની જીત સાબિત કરે છે કે લોકો મોદીને 'મેન ઓફ એક્શન' ગણે છે: વૈષ્ણવ 15/03/2017 7:12 am Khushali Dave દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજયી દેખાવ પછી અમેરિકાસ્થિત નિષ્ણાતો પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સમરકંદ-બુખારા ઓવારી ગયા છે. અમેરિકન રાજકાજ સાથે સંકળાયેલા અનેક રાજકીય અને સામાજિક નિષ્ણાતોએ વડા પ્રધાન મોદીને 'મેન ઓફ એક્શન' ગણાવીને તેમના વખાણ કર્યા છે. કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પ્રાઇઝ- સાઉથ એશિયા પ્રોગ્રામના મિલન વૈષ્ણવે જણાવ્યું હતું કે, એ વાતમાં કોઇ શંકા નથી કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપની સ્પષ્ટ જીત થઈ છે. આ વાતથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે, લોકો નોટબંધી વિશે શું વિચારે છે.
વર્લ્ડ મીડિયા કહે છેઃ મોદી મેન ઓફ ધ સિરીઝ 15/03/2017 6:40 am Mukesh Patel ભાજપે ઉત્તર પ્રદેશમાં પ્રચંડ જીત હાંસલ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં વ્યક્તિગત રીતે નેતૃત્વ કર્યું. પક્ષની ચૂંટણી રણનીતિ ઘડવામાં તથા સપા-બસપા-કોંગ્રેસ વિરુદ્ધ આક્રમક ઢબે અભિયાન છેડવામાં મોદી કેન્દ્રમાં રહ્યા. તેઓ ઉત્તર પ્રદેશમાં વિકાસ અને આધુનિકતા લાવવાના તથા ભ્રષ્ટાચાર ડામવાના વચનો પર ચૂંટણી લડ્યા. આ ચૂંટણી પરિણામ પર દુનિયાભરના મીડિયાએ પ્રતિક્રિયા આપી અને ચૂંટણીના મેન ઓફ ધ મેચ ગણાવ્યા.
ખરાબ જીવનશૈલીથી સ્ત્રીમાં કેન્સરની શક્યતા છ ગણી વધુ 15/03/2017 7:16 am Mukesh Patel તબીબી નિષ્ણાતોએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે સ્ત્રીઓમાં કેન્સર થવાની શક્યતા પુરુષો કરતા છ ગણી વધારે છે. આ માટેના મુખ્ય કારણોમાં સ્થૂળતા, ધૂમ્રપાન અને શરાબનું સેવન છે. આ પરિબળો પછીનાં ૨૦ વર્ષમાં સ્તન, ગર્ભાશય, લીવર અને ફેફસાંનું કેન્સર થવાનું જોખમ વધારે છે.
હિન્દુ ધર્મના અપમાનથી યુએસનાં હિન્દુઓમાં CNN સામે રોષ 15/03/2017 7:13 am Khushali Dave અમેરિકાના ૧૬ હિન્દુ સંગઠનોએ અગ્રણી ન્યૂઝ ચેનલ સીએનએનને જણાવ્યું છે કે તે પોતાના કાર્યક્રમમાં વારાણસીને મોતનું શહેર કહેવા બદલ અને હિન્દુ ધર્મનું અપમાન કરવા બદલ માફી માગે. આ સંગઠનોએ સીએનએનનો ૬ એપિસોડનો કાર્યક્રમ ‘બિલીવર વિથ રઝા અસલાન’ બંધ કરવાની પણ માગ કરી છે. આ કાર્યક્રમના વિરોધમાં ૧૧મીએ અમેરિકાના ઘણા નાના-મોટા શહેરોમાં દેખાવો પણ થયા.
નૈરોબીમાં લૂંટના ઈરાદે થયેલા ગોળીબારમાં મૂળ જામનગરના રમેશભાઈ ગોસરાણીનું મૃત્યુ 15/03/2017 7:15 am Khushali Dave મૂળ જામનગરના એક વૃદ્ધની ૧૧મી માર્ચે ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હોવાના સમાચાર છે. આ ઘટનામાં મૃતકની પત્નીને ભારે ઈજા પહોંચી હતી. નૈરોબીનાં સ્પ્રિંગ વેલી વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોસરાણી (ઉં. વ. ૮૪) તથા તેમનાં પત્ની મુક્તાબહેન (ઉં. વ. ૮૦) એમનાં ઘરે હતાં ત્યારે લૂંટના ઇરાદે આવેલા કેટલાક માણસોએ અંધાધૂંધ ગોળીબાર કરતાં રમેશભાઈને ગોળી વાગતાં તેમનું મૃત્યુ થયું હતું.
• એર ઇન્ડિયાની યુકે, નેવાર્કની ફ્લાઇટ બે કલાક વહેલી થશે 15/03/2017 7:21 am Khushali Dave એર ઇન્ડિયાની અમદાવાથી યુકે અને યુકેથી નેવાર્ક જતી ફ્લાઈટ સવારે ૭ વાગે ટેક ઓફ થતી હતી જેના બદલે હવેથી સવારે ૪.૫૫ વાગે ટેક ઓફ થશે. સમર શિડ્યૂલમાં એર ઇન્ડિયાએ ફેરફાર કરતાં તમામ એજન્ટો અને પેસેન્જરોને તેની જાણ કરી દેવામાં આવી હોવાનું એર પોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે.
વિપદ પડે પણ વણસે નહિ... 14/03/2017 3:45 pm Vikram Nayak વડીલો સહિત સહુ વાચક મિત્રો, ભારતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ એક આગવો સંદેશ બુલંદ અવાજે સહુને આપી રહી છે. ભારતભરમાં, સવિશેષ ઉત્તર પ્રદેશમાં, મતદાન જ્ઞાતિ-જાતિ, ઊંચનીચના ભેદભાવના આધારે જ થતું હોવાનું અત્યાર સુધી માનવામાં આવતું રહ્યું છે. આશરે ૨૦ કરોડની જનતા કે જેમાં ૨૨ ટકા દલિત, ૨૦ ટકા મુસ્લિમ અને અછતવાળા ૧૮ ટકા એટલે કે ૬૦ ટકાની મતબેન્ક સાબદી કરવા માટે અત્યાર સુધી સમાજવાદી પાર્ટી (સપા), બહુજન સમાજ પાર્ટી (બસપા) અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો પ્રયત્નશીલ રહેતા હતા.
UP UP and Away! 15/03/2017 5:59 am Mitul Paniker Prime Minister Narendra Modi's Bharatiya Janata Party gave an exceptional performance, sweeping Uttar Pradesh off Akhilesh Yadav's feet as local political parties sulked in response.