Advanced search


હેરાથની બોલિંગ સામે બાંગ્લાદ

રંગાના હેરાથે બીજા દાવમાં ઝડપેલી છ વિકેટની મદદથી શ્રીલંકાએ ઘરઆંગણે - ગાલેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના અંતિમ દિવસે બાંગ્લાદેશને ૨૫૯ રનના જંગી માર્જિન હરાવ્યું હતું. આ સાથે જ તેણે બે મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. શ્રીલંકાએ આપેલા ૪૫૭ રનના અશક્ય લક્ષ્યાંક સામે બાંગ્લાદેશના બીજો દાવ ૬૦.૨ ઓવરમાં ૧૯૭ રનમાં જ સમેટાઇ ગયો હતો. મેન્ડીસને મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.

ગાવસ્કરનો સવાલઃ તો શું કોહલી પ...

ભારતનાં પૂર્વ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે બેંગ્લૂરુ ટેસ્ટ મેચમાં સર્જાયેલા ડીઆરએસ વિવાદમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવન સ્મિથ પર કોઈ કાર્યવાહી ન કરાતાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની ટીકા કરી છે. બેંગ્લૂરૂ ટેસ્ટ મેચમાં સ્મિથે ડીઆરએસ લેવા મામલે ડ્રેસિંગ રૂમની મદદ માગી હતી, જે અંગે ભારતીય ક્રિકેટ બોર્ડે આઈસીસીમાં રજૂઆત કરી હતી. જોકે આઈસીસીએ આ મામલે સ્મિથ પર કોઈ કાર્યવાહી કરી નથી.

ડર્બીમાં બીજી જુલાઈએ ભારત-પાક....

આગામી ૨૪ જૂનથી શરૂ થઇ રહેલા આઈસીસી મહિલા વર્લ્ડ કપના પ્રથમ દિવસે ડર્બીમાં ભારત યજમાન ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ જ દિવસે બ્રિસ્ટલમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો ક્વોલિફાયર શ્રીલંકા સામે થશે.

સિંધૂ બાદ સાઇનાના અભિયાનનો અં

પી.વી. સિંધૂ બાદ સાઇના નેહવાલ પણ અહીં રમાતી ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપની વિમેન્સ સિંગલ્સમાં હારી જતાં ભારતના અભિયાનનો અંત આવી ગયો છે. ૧૧ માર્ચે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં સાઇનાનો વિશ્વની ત્રીજી ક્રમાંકિત કોરિયાની સુંગ જ હ્યુન સામે ૨૦-૨૨, ૨૦-૨૨થી પરાજય થયો હતો.

Naxal-attack

Naxal-attack

૧૫૦થી વધુના લક્ષ્ય સાથે રાજ્ય

પાંચ રાજ્યોના જાહેર થયેલા પરિણામોમાં રાજકીય રીતે સૌથી મહત્ત્વના ગણાતા ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રણનીતિથી આવેલા આશ્ચર્યજનક પરિણામોથી સૌથી વધારે ફાયદો ગુજરાતમાં થાય તેવી શક્યતા વધી છે. છેલ્લા બે વર્ષથી પાટીદાર આંદોલન સહિતના સામાજિક પડકારોથી હતોત્સાહ, વેરવિખેર ભાજપના કાર્યકરોથી માંડીને રાજ્યની ભાજપ સરકાર અને સંગઠનમાં એક નવો જ ઉત્સાહનો સંચાર થયો છે. આને લીધે ભાજપે વહેલી ચૂંટણીના સંકેતો સાથે તાબડતોબ સૂત્ર વહેતું મુક્યું છે કે, ‘યુપીમાં ૩૦૦, હવે ગુજરાતમાં ૧૫૦’, આ સૂત્રને પાર પાડવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ૧૨મીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કચ્છની ધરતી પર હવે થશે મશરૂમ...

લોકબોલીમાં ‘બિલાડીનો ટોપ’ તરીકે જાણીતું ‘મશરૂમ’ શાકાહારી પાક હોવા છતાં લોકોના ખાણામાં જોઈએ એટલાં પ્રચલિત નથી અને આજે પણ લોકોનો એક વર્ગ મશરૂમ બિનશાકાહારી ઉત્પાદન છે એવું માને છે. હકીકતમાં મશરૂમ સંપૂર્ણ શાકાહારી ખાદ્ય વસ્તુ છે. પર્યાવરણક્ષેત્રે ‘ગાઇડ’ના નામથી જાણીતી સંસ્થાએ કચ્છમાં આવેલા તેમની સંસ્થાની ઓફિસના પરિસરમાં મશરૂમની કેટલીક જાતને વિકસાવી છે. જો આ ઉત્પાદન અંગેનાં આગામી પરીક્ષણો સફળ રહેશે તો કચ્છમાં પર્યાવરણની દૃષ્ટિએ, ખોરાકની દૃષ્ટિએ અને આર્થિક દૃષ્ટિએ પણ પાસું પલટાવનારા છોડ તરીકે મશરૂમની ગણતરી થશે.

સાડા ત્રણ વર્ષની બ્રેઈન ડેડ દી...

સાડા ત્રણ વર્ષની દીઝા ગોળવાળાના અંગદાનથી ત્રણ બાળકોને નવજીવન અને બે વ્યક્તિઓને દૃષ્ટિ મળી છે. દીઝા ૧૧મી માર્ચે સવારે ઊંઘમાંથી ઊઠી ત્યારે તેને ઉલટી થવા સાથે ખેંચ આવી હતી. તેને પિડિયાટ્રિશિયન ડો. નિખિલ પરીખની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. વધુ સારવાર માટે તેને નીઓ પ્લસ હોસ્પિટલના આઈસીયુમાં ખસેડાઈ હતી. ત્યાં તે શ્વાસ લઈ શકતી ન હોવાથી તેને વેન્ટીલેટર પર રખાઈ હતી. દીઝાનું સિટી સ્કેન થતાં તેનાં મગજમાં પાણીનો ભરાવો થયાનું જાણવા મળ્યું હતું. જેના કારણે તેનાં નાના મગજને નુકસાન થયું હોવાનું નિદાન થયું અને દીઝાને બ્રેઈનડેડ જાહેર કરાઈ હતી. જેથી દીઝાની એક કિડની પોરબંદરના રહેવાસી ગોકુલેશ મોહનભાઈ ઓડેદરા (ઉ. વ. ૮) અને બીજી કિડની અમદાવાદની રહેવાસી રિતિકા કમલેશભાઈ દેસાઈ (ઉં. વ. ૬)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. લીવર વિસનગરના રહેવાસી શ્રેય પટેલ (ઉં. વ. ૫)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

જૈન સાધુઓ માટે બની સોલાર સિસ્ટ...

જૈન સાધ્વીજીઓ અને મુનિજી વિહાર કરે ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે પદયાત્રા જ કરતા હોય છે અને કોઈ મોટી ઉંમરના સાધ્વીજી કે મુનિજી હોય તો તેમને વ્હીલચેરમાં બેસાડીને એક ગામથી બીજે ગામ વિહાર કરાવાય છે. હાલમાં વિહાર માટે જે વ્હીલચેર વપરાય છે એની ઘણી મર્યાદા છે. 

દાંડી યાત્રાઃ ઐતિહાસિક ફોટોન

૮૭ વર્ષ અગાઉ ૧૨મી માર્ચ ૧૯૩૦ના દિવસે મહાત્મા ગાંધીએ ૭૮ સાથીદારો સાથે અમદાવાદથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ નવસારી નજીક આવેલા દરિયાકિનારેના દાંડી ગામે આ યાત્રા પૂરી કરી હતી. ઉલ્લેખનીય છે કે દાંડી યાત્રાની ઓળખ બની ચૂકેલો આ ફોટો ગુજરાતી ફોટોગ્રાફર કર્નલ બળવંત ભટ્ટ દ્વારા પાડવામાં આવ્યો હતો. એક નોંધ પ્રમાણે આ પ્રખ્યાત ફોટો હકીકતમાં રિ-ટેક છે. બન્યું હતું એમ કે દાંડી યાત્રીઓએ ચાલવાનું શરૂ કરી દીધું. એ વખતે કર્નલ ભટ્ટ બરાબર તૈયાર નહીં હોવાથી ફોટો બરાબર આવી શક્યો નહોતો. જેના લીધે તેઓએ ગાંધીજી અને અન્ય સાથીદારોને ફરીથી ચાલવા કહ્યું.

દાંડી સંઘે એમ કર્યું પણ હતું અને જેથી આપણને આ યાદગાર તસવીર મળી છે.