Advanced search


અથાક પ્રયાસો બાદ માંડ માંડ શરૂ થયેલી રાજકોટ-દિલ્હીની ફ્લાઇટ એર ઇન્ડિયાએ આર્થિક બહાના હેઠળ એકાએક બંધ કરી દેતાં વેપાર-ઉદ્યોગ અને સામાન્ય પ્રજામાં ભારે રોષ વ્યાપ્યો છે. 

પૂણે એર પોર્ટની જેમ સુરત એર પોર્ટ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કસ્ટમ ઇમિગ્રેશનની વ્યવસ્થા અલગથી ઉભી કરવાનું આયોજન છે. એર પોર્ટના વર્તમાન ટર્મિનલ બિલ્ડિંગમાં ઇન્ટરનેશનલ ફલાઇટ આવે ત્યારે એન્ટ્રી અને એકિઝટ અલગ રાખવા તથા ડોમેસ્ટિક ફલાઇટ માટે વ્યવસ્થા જુદી રાખવા એર પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં પ્લાન રજૂ થયો છે. 

રણમાં ધોધમખતા તાપ કે કડકડતી ઠંડીમાં મીઠું પકવતા અગરિયાઓ અત્યાર સુધી સૂરજ સામે અરિસો ધરીને પ્રકાશની મદદથી એકબીજા સાથે કમ્યુનિકેશન કરતા હતા. હવે રણમાં અગરિયાઓ માટે ડિજિટલ મોબાઇલ વાન દોડતી થતાં એકબીજા માટે કમ્યુનિકેશન સરળ બનશે. ઓસામા મંજર ડિજિટલ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન અને અગરિયા હિતરક્ષક મંચ દ્વારા તાજેતરમાં આધુનિક ડિજિટલ મોબાઇલ વાન મુકાઇ છે.

૨૦૦૭માં થયેલા દરગાહ બોમ્બ બ્લાસ્ટમાં ગોધરાના મુકેશ વસાણીનું નામ ખૂલતાં એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોર્ડની ટીમ તેની ગોધરાથી ધરપકડ કરીને ૨૦૧૦માં જયપુર લઈ ગઈ હતી. છ વર્ષ બાદ આ કેસમાં મુકેશ વસાણી નિર્દોષ છૂટ્યો છે. જ્યારે ભરૂચ શહેરના બહાદુર બુરજ વિસ્તારમાં રહેતા ભાવેશ પટેલને અજમેર બોમ્બ બ્લાસ્ટમાં એનઆઇએની વિશેષ અદાલતે દોષી કરાર કર્યો છે. ૧૬મી માર્ચે  તેની સજા નક્કી થશે. 

સારંગપુર તીર્થમાં આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ત્રિદિવસીય પુષ્પદોલોત્સવ   યોજાયો હતો. મહોત્સવના પ્રથમ દિવસે સાડા પાંચ હજાર સ્વયંસવકો મહંતસ્વામી મહારાજના હસ્તે રંગાયા હતા. જ્યારે મહોત્સવનાં બીજા દિવસે બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજની ૧૮૮મી જન્મજયંતીની સભા યોજાઈ હતી અને સાંજે સંતો દ્વારા સુમધુર કીર્તન આરાધનાનું આયોજન કરાયું હતું.

rolse royes

rolse royes

ahd-london

ahd-london

ડીઆરએસ વિવાદઃ આખરે ઓસ્ટ્રેલિ

ડીઆરએસ વિવાદનો ખૂબ જ નાટકીય અંત આવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને પીટર હેન્ડકોમ્બ સામે ડીઆરએસમાં ગેરરીતિ આચરવાની ફરિયાદ કરાઇ હતી. ટેસ્ટ દરમિયાન મેદાન ઉપર થયેલા વિવાદ અંગે વિરાટ સાથે ચર્ચા કર્યા બાદ બીસીસીઆઈએ આ વિવાદમાં બન્ને બેટ્સમેન સામે આઇસીસીમાં ફરિયાદ કરી હતી. જોકે ૧૦ માર્ચે બીસીસીઆઇએ ગમે તે કારણોસર આ ફરિયાદ પાછી ખેંચી લીધી છે.

amjad ali khan

amjad ali khan