વાંકાનેરની રોલ્સ રોય્સ પ્રિઝર્વેટિવ કેટેગરીમાં દેશમાં પ્રથમ ક્રમાંકે આવી 15/03/2017 8:20 am Khushali Dave હૈદ્રાબાદમાં તાજેતરમાં યોજાયેલા હેરિટેજ કાર મેળામાં વાંકાનેરના રાજવી પરિવાર પાસે રહેલી રોલ્સ રોયઝને સાચવણીની દૃષ્ટિએ પ્રથમ ક્રમ મળ્યો છે.વાંકાનેરના રાજવી પરિવારની ચોથી પેઢી આ કાર તેમની અનોખી ઓળખ હોય તેવી રીતે જાળવણી કરે છે. જેના લીધે આ કારને પ્રિઝર્વેટીવ કેટેગરીમાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મળ્યું છે. હૈદ્રાબાદમાં કાર્ટિયર કંપની દ્વારા વિવિધ કેટેગરીમાં હેરિટેજ કારની કોમ્પિટિશન યોજાઈ હતી. તેમાં આ વખતે વાંકાનેર રાજવી પરિવાર પાસે રહેલી અનેક હેરિટેજ કારના કાફલામાંથી ૧૯૨૧માં વાંકાનેરના મહારાણા અમરસિંહજીએ ખરીદેલી કારને હાલના યુવરાજ કેશરીદેવસિંહજીએ પ્રિઝર્વેટીવ કેટેગરીમાં રજૂ કરી હતી.
અમેરિકાના ભારતીય મૂળના એટર્ની પ્રીત ભરારાની ટ્રમ્પ દ્વારા હકાલપટ્ટી 15/03/2017 7:15 am Khushali Dave ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ન્યૂ યોર્કના સધર્ન ડિસ્ટ્રીક્ટના એટર્ની તરીકે ફરજ બજાવી રહેલા ભારતીય મૂળના ૪૮ વર્ષીય પ્રીત ભરારાને ૧૧ માર્ચે તેમના પદેથી હાંકી કઢાયા હતા. તેના એક દિવસ અગાઉ એટર્ની જનરલ જેફ સેશન્સે અમેરિકાના પૂર્વ પ્રમુખ ઓબામા દ્વારા નિમાયેલા ભરારા સહિતના ૪૬ એટર્નીને રાજીનામાં ધરી દેવા આદેશ કર્યો હતો. ભરારાએ પોતે તેમની કારકિર્દીના સન્માનજનક હોદ્દા પર હોવાથી રાજીનામું આપવાનો ઈનકાર કરતા તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ‘શેરિફ ઓફ વોલ સ્ટ્રીટ’ તરીકે જાણીતા ભરારા આખા દેશમાં એક માત્ર ભારતીય અમેરિકી એટર્ની હતા. ભરારા ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડત માટે જાણીતા હતા.
અમદાવાદ લંડન ફ્લાઈટ કોન્ટેક્ટલેસ થયા બાદ એસ્કોર્ટ 15/03/2017 8:17 am Khushali Dave અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટે એર ટ્રાફિક કંટ્રોલ સાથે હંગેરીના આકાશમાં કોન્ટેક્ટ ગુમાવી દેતાં તેને ફાઈટર જેટની મદદથી એસ્કોર્ટ કરાઈ હતી. આ ફ્લાઈટમાં ૧૮ ક્રૂ સભ્યો અને ૨૩૧ મુસાફરો જઈ રહ્યા હતા. એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, ફ્રિકવન્સી ફ્લક્યુએશનના કારણે ફ્લાઈટે એટીસી સાથેનો કોન્ટેક્ટ ગુમાવી દીધો હતો.
આતંકી બંધુઓ અલહિલાલ ગ્રૂપના સંપર્કમાં હતા 15/03/2017 8:23 am Khushali Dave આતંકી ભાઈઓ વસિમ અને નઇમ રામોડિયા દેશમાં આતંકવાદી પ્રવૃત્તિના ગુનાસર પકડાયા બાદ દસમીએ બંનેના રિમાન્ડ પૂરા થતાં એટીએસે બંનેના વધુ ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા.
ફૈયાઝ ખાન જેવો સંગીતનો બાદશાહ ૧૦૦ વર્ષમાં થયો નથીઃ અમજદઅલી ખાન 15/03/2017 8:30 am Khushali Dave સયાજીરાવ જન્મજયંતી નિમિત્તે વડોદરાના કાર્યક્રમમાં આવેલા સરોદ વાદક પદ્મવિભૂષણ ઉસ્તાદ અમજદઅલી ખાને ૧૧મીએ વડોદરાના રાજ ગાયક ઉસ્તાદ ફૈયાઝ ખાનની મજારની મુલાકાત લીધી હતી.
જેએનયુમાં એડમિશનમાં ભેદભાવનો આરોપઃ વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું 15/03/2017 8:54 am Khushali Dave જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ૨૭ વર્ષીય સ્ટુડન્ટ જે મુથુકૃષ્ણન જીવાનાથમે કથિત રીતે ૧૩મીએ આત્મહત્યા કરી લીધાનું બહાર આવ્યું છે. તે આંધ્ર પ્રદેશના સેલમનો રહેવાસી હતો અને તે ડિપ્રેશનમાં હતો એવું કહેવાય છે. જોકે તેણે એક ફેસબુક પોસ્ટમાં એમ ફિલ અને પીએચડી એડમિશનને લઈને યુનિવર્સિટીમાં ભેદભાવ થતો હોવાનો આરોપ લગાવ્યો હતો.