Didi launches All-in-One Transport Pass in Kolkata 16/03/2017 8:22 am Mitul Paniker The West Bengal state government has launched the brand new West Bengal Transport Card which, in all probabilities could evolve into something similar to London's all-in-one Oyster Card for the metropolis' transport.
ગોવાના દેવગામ બીચ પર વિદેશી યુવતી પર બળાત્કાર પછી તેની હત્યાની આશંકા 16/03/2017 9:52 am Khushali Dave ગોવાના દેવબાગ ગામ બીચ પર ૧૫મી માર્ચે એક વિદેશી યુવતીનો મૃત્યદેહ મળી આવ્યો છે. ફોરેન્સિક તપાસમાં યુવતીની વય ૨૮ વર્ષ જેટલી હોવાનો અને યુવતી બ્રિટનની નાગરિક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને શંકા છે કે બળાત્કાર પછી એની હત્યા કરી દેવાઈ છે. પોલીસે આ અપરાધમાં કથિત સંડોવણી બદલ એક પુરુષની ધરપકડ પણ કરી હતી. યુવતીનો મૃતદેહ તદ્દન નગ્ન અવસ્થામાં મળ્યો હતો.
બારમેરમાં સુખોઈ વિમાન તૂટી પડતાં ત્રણ ઘાયલ 16/03/2017 9:31 am Khushali Dave રાજસ્થાનના બારમેરમાં ૧૫મી માર્ચે એરફોર્સનું એક સુખોઇ વિમાન તૂટી પડયું હતું. જેના કારણે ત્રણ ગ્રામ્ય લોકો ઘાયલ થયા હતા. જોકે અકસ્માત સમયે બંને પાયલટ પેરાશૂટની મદદથી નીચે કૂદી ગયા હતા તેથી તેમનો જીવ બચી ગયો હતો. સુખોઇ વિમાન એની રાબેતા મુજબની ટ્રેનિંગ ફલાઈટ પર હતું.
નવી આરોગ્ય નીતિઃ સરકારની સૌને એશ્યોર્ડ હેલ્થ સર્વિસ 16/03/2017 9:22 am Khushali Dave કેન્દ્રીય પ્રધાનમંડળે ૧૫મીએ નવી સ્વાસ્થ્ય નીતિને મંજૂરી આપી. આ નીતિ હેઠળ કેન્દ્ર સરકાર દેશમાં સૌને એશ્યોર્ડ હેલ્થ સર્વિસ આપશે. પાત્રતાના આધારે લોકોને સ્વાસ્થ્ય સેવાઓ મળશે. બે વર્ષથી પડતર રહેલી આ નીતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ૧૫મીએ નવી દિલ્હીમાં મળેલી કેબિનેટની બેઠકમાં મંજૂરી અપાઈ.
Queen gives Royal Assent to the Brexit Bill 16/03/2017 9:47 am Rupanjana Dutta The Queen has given Royal Assent to the Brexit bill, which will allow Prime Minister Theresa May to trigger Article 50, and start the two years negotiations to exit the European Union by the end of the month. The Bill was passed by MPs and the Peers on Monday.
નવા વર્ષે ગુજરાત... કુછ યાદેં, કુછ લમ્હે, યે કહાની મેરી ભી, તેરી ભી... 03/01/2017 6:38 am Nilesh Parmar વર્ષ ૨૦૧૬ વીતી ગયું. અખબારોમાં તેની તસ્વીરો છપાઈ, ક્યાંક ખોયા પાયાની ગણતરી પણ થઇ. હાશ, વાહ અને આહ... ગુજરાતી નાગરિકની ટેવ તો દિવાળીના તહેવાર સાથેના સરવૈયાની છે, ઇસુ વર્ષે તો થોડી ધામધૂમ, પાર્ટી અને મોજમજા.
શિવ મંદિરોની વિશેષ પરંપરા સાચવી રહ્યું છે ગુજરાત 28/02/2017 10:33 am Nilesh Parmar આ વર્ષની મહા શિવરાત્રી કૈંક અલગ રીતે ઉજવાઈ. ભગવાન સોમનાથના પ્રાંગણમાં અઢી લાખ લોકો ઉમટ્યા. જીવંત પ્રસારણ થયું. દૂરદર્શને પણ બિન સાંપ્રદાયિકતાનો છોછ દૂર કરીને પ્રસારણ કર્યું. ટીવી ચેનલ એબીપી અસ્મિતાએ એક કલાક તેના ભૂલી જવાયેલા ઈતિહાસની ઝાંખી કરાવી.