Advanced search


વધુ શાકભાજી ખાવ, હળવાશ માણો...

દરરોજ વધુ પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સથી સમૃદ્ધ શાકભાજી અને ફળો ખાવાથી સ્ટ્રેસ-તણાવનું જોખમ ઘટે છે. એક અથવા ઓછાં સર્વિંગ લેનારાની સરખામણીએ રોજ ત્રણ-ચાર સર્વિંગ લેનારા લોકોમાં સ્ટ્રેસનું જોખમ ૧૨ ટકા જેટલું ઘટે છે. મહિલાઓમાં તો દિવસમાં શાકભાજીના પાંચ-સાત સર્વિંગ લેવામાં આવે તો સ્ટ્રેસનું જોખમ ૨૩ ટકા ઘટે છે.

ACT FAST-logo

ACT FAST-logo

PEACE-BUILDING-COMMONWEALTH copy

PEACE-BUILDING-COMMONWEALTH copy

ACT FAST- Jaswant Naker

ACT FAST- Jaswant Naker

યુકે પાર્લામેન્ટમાં આંતરરાષ્...

તાજેતરમાં લંડનમાં ઘણાં સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા. યુકે વિમેન્સ નેટવર્ક દ્વારા ૯ માર્ચે હાઉસ ઓફ કોમન્સમાં અડધા દિવસના સેમિનારનું આયોજન થયું હતું, જેમાં અગ્રણી તમિળ મહિલાઓએ સેમિનારમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રની મહિલાઓ સમક્ષ પોતાના જીવનની યાત્રાની વાત કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષપદે વીરેન્દ્ર શર્મા MP હતા અને રૂથ કેડબરી MP ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાર્લી સ્ટ્રીટ ફર્ટિલીટી ક્લિનિકના ડિરેક્ટર ડો. ગીતા વેંકટ અને ટીવી અભિનેત્રી અનુ હસન સહિત બે મુખ્ય અતિથિઓ અને અન્ય વક્તાઓએ પોતે જીવનમાં કરેલા પડકારોનો સામનો, આર્થિક મુશ્કેલી દૂર કરવા અને બિઝનેસને તેમજ કારકિર્દીને સફળ બનાવવા માટે સોશિયલ મીડિયા સહિતના ક્ષેત્રે કરેલી મહેનતની વિગતો આપી હતી.

બ્રેક્ઝિટ બિલને ક્વીનની બહાલ

મહારાણી એલિઝાબેથ દ્વિતીયે ગુરુવાર, ૧૬ માર્ચે યુરોપિયન યુનિયન બિલ (નોટિફિકેશન ઓફ વિથ્ડ્રોઅલ)ને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. ક્વીનની બહાલીના પગલે વડા પ્રધાન થેરેસા મે માટે આર્ટિકલ-૫૦ને આરંભવાનો માર્ગ મોકળો બન્યો છે. જોકે, તેમણે એવો સંકેત આપ્યો છે કે આ મહિનાના અંત સુધી તેઓ સત્તાવાર પ્રક્રિયા આરંભશે નહિ.

ટોની બ્લેર સામે વધુ તપાસ નહિ...

યુકે પાર્લામેન્ટને ગેરમાર્ગે દોરી દેશને ૨૦૦૩માં ઈરાક યુદ્ધમાં ધકેલવા બાબતે પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર સામે હવે વધુ તપાસ કરવામાં નહિ આવે. સર જ્હોન ચિલ્કોટની ઈરાક ઈન્ક્વાયરીમાં બ્લેરે ઈરાક અને સામૂહિક વિનાશના શસ્ત્રો મુદ્દે પાર્લામેન્ટને ગેરમાર્ગે દોરી હોવાના નકકર પૂરાવા અપાયા નથી.

Karnataka CM goes for a populist budget...

The Congress government in Karnataka, in its last full budget before the upcoming re-election, has announced plans to set up 198 Namma canteens in Bengaluru, which will serve breakfast for Rs 5, and lunch and dinner for Rs 10

Late chief minister Jayalalithaa's niece Deepa Jayakumar's MGR Amma Deepa Peravai party suffered a major setback after her husband broke ties with the outfit and declared the launch of his own political party