લોભે લક્ષણ જાય: આવું તો કાંઇ થતું હશે! 06/12/2016 12:23 pm Kamal Rao કહેવાય છે કે ક્રોધ, મોહ, શંકા અને લોભ એ ચાર જડો જીવનના વૃક્ષને પાંગરવા દેતી નથી. લોભ માણસને ભાન ભુલાવે છે. થોડું મેળવવા કે બચાવવા માટે માટે માણસ કેટલું બધું ગુમાવે છે તેનો તેને ખ્યાલ રહેતો નથી. લોભના લીધે ભલભલા બુધ્ધીમાન માણસો પોતાનું માન, સન્માન અને મરતબો ગુમાવે છે અને તેને ક્યાંયનો રહેવા દેતો નથી. પરંતુ દુ:ખ સાથે ફરી એક વખત અમારે ન છુટકે લખવું પડે છે કે કેટલાક ગણ્યાગાંઠ્યા જ લવાજમી ગ્રાહકો વર્ષે ૩૬ પાઉન્ડ અને સપ્તાહના માત્ર ૭૦ પેન્સ બચાવવા માટે પોતાના ઘરે આવેલા 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' વાંચી લીધા બાદ પોતાના સગા સ્વજનોને 'રીડાયરેકટ' કરે છે.