સંસ્કૃતમાં જ વાત કરતો સતીષભાઈનો પરિવાર 07/12/2016 5:17 am Vikram Nayak આજના અનેક વાલીઓને પોતાના સંતાનોની ઉજજવળ કારર્કિદી માટે ઇગ્લીશ મીડિયમની સ્કુલોનું ઘેલું લાગ્યું છે ત્યારે સુરેન્દ્રનગરમાં રહેતા સતીષભાઇ ગજજર અને તેમનો પરિવાર છેલ્લા ૭ વર્ષથી એકબીજા સાથે સંસ્કૃત ભાષામાં જ વાત કરે છે. આ પરિવારની રોજિંદી જિંદગી સાથે સંસ્કૃત ભાષા એવી વણાઇ ગઇ છે કે તેઓ વિચાર પણ સંસ્કૃતમાં કરે છે. સતીષભાઇના બે સંતાનો પુત્રી દેવકી અને દીકરો વિદિત ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતા હોવા છતાં ગુજરાતી જેટલી જ સંસ્કૃત પર પણ પકડ ધરાવે છે.