પાકિસ્તાન આતંકવાદી સંગઠનોનો સફાયો કરેઃ હાર્ટ ઓફ એશિયાનો સૂર 05/12/2016 9:07 am Nilesh Parmar અમૃતસરમાં યોજાયેલા બે દિવસીય સંમેલન હાર્ટ ઓફ એશિયા- ૨૦૧૬માં ભારત અને અફઘાનિસ્તાને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ભીંસમાં લીધું હતું. સંમેલનમાં ભાગ લેનાર તમામ ૪૦ દેશોને સ્થાનિક અને સરહદ પારના આતંકવાદ મુદ્દે મજબૂત રીતે આગળ આવવાનો પણ અનુરોધ કરાયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથી ડિસેમ્બરે સંમેલનને સંબોધતા પાકિસ્તાનનું નામ લીધા વિના જ આતંકવાદ મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘અમે ફક્ત આતંકવાદ સામે આકરા પગલાં નથી ઈચ્છતા, પરંતુ જે લોકો આતંકવાદનું સમર્થન કરે છે, તેમને આશરો આપે છે, તાલીમ આપે છે અને આર્થિક સહાય પણ કરે છે તેમની સામે પણ એકસંપ થઈને પગલાં લેવાનું કહીએ છીએ. આતંકવાદના કારણે અફઘાનિસ્તાન જેવા દેશની શાંતિ, સંતુલન અને સમૃદ્ધિ ખોરવાઈ ગઈ છે. અફઘાનિસ્તાન મુદ્દે મૌન અને નિષ્ક્રિયતાને પગલે જ આજે આતંકવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે, એમ તેમણે કહ્યું હતું.
• બ્રિટનમાં રેસ્ટોરાં બિઝનેસ પડી ભાંગશે 06/12/2016 5:12 am Achyut Sanghavi એકાઉન્ટ્સી પેઢી મૂર સ્ટીફન્સે ચેતવણી આપી છે કે બ્રેક્ઝિટ વોટ પછી સ્ટર્લિંગ પાઉન્ડની કિંમત નીચી જવાથી આયાતી ફૂડ અને વાઈનની કોસ્ટ ઘણી ઊંચે ગઈ છે, જેના પરિણામે બ્રિટનમાં હજારો રેસ્ટોરાં બંધ પડી શકે છે. આગામી ત્રણ વર્ષમાં ૫,૫૭૦ રેસ્ટોરાં બિઝનેસીસ નાદારી નોંધાવે તેવું ૩૦ ટકા જોખમ છે. યુકે તેના ફૂડનો ૪૮ ટકા હિસ્સો આયાત કરે છે અને મોટા ભાગના રેસ્ટોરાં આયાતી ફૂડ અને વાઈન પર જ ભારે આધાર રાખે છે. આ ઉપરાંત, નેશનલ મિનિમમ વેજમાં વધારો થતાં શ્રમિકખર્ચ પણ વધ્યો છે. રેસ્ટોરાં સેક્ટરમાં ભારે સ્પર્ધા છે અને ગત વર્ષે લંડનમાં જ ૨૦૦ નવા રેસ્ટોરાં ખૂલ્યાં હતાં.
• બ્રેક્ઝિટથી યુકેમાં વધુ ક્રિમિનલ્સ આવવાની આશંકા 06/12/2016 5:13 am Achyut Sanghavi નોર્થમ્બ્રિયા પોલીસના વડા ચીફ કોન્સ્ટેબલ સ્ટીવ અશ્માને આશંકા વ્યક્ત કરી છે કે યુકે ઈયુને છોડ્યા પછી વિદેશી ક્રિમિનલ્સ માટે વધુ આકર્ષક સ્થળ બની રહેશે. યુરોપિયન બ્લોકને છોડ્યા પછી યુકેમાંથી કામગીરી કરતા વિદેશી ક્રિમિનલ્સમાં ઘટાડો થશે તેવી દલીલને ફગાવતા તેમણે કહ્યું હતું કે અલગ થયા પછી યુકે પોલીસ યુરોપિયન એરેસ્ટ વોરન્ટનો અમલ કરી શકશે નહિ અથવા તેમના સમકક્ષ યુરોપીય સાથીઓ પાસેથી સર્વેલન્સ કે માહિતીમાં સહભાગી થવાની સિસ્ટમની સુવિધા મેળવી શકશે નહિ. તમે લોકોના પ્રત્યાર્પણની તાકાત ગુમાવી દેશો તો ચોક્કસ ક્રિમિનલ ગેંગ માટે યુકે લલચાવનારું સ્થળ બની જશે.
વિશ્વની ૧૦૦ સદાબહાર તસવીરોમાં બાપુ અને ચરખો 05/12/2016 9:32 am Nilesh Parmar રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સન ૧૯૪૬માં ચરખા સાથે લેવામાં આવેલી તસવીરને ‘ટાઇમ’ મેગેઝિને ઇતિહાસની ૧૦૦ સૌથી પ્રભાવશાળી તસવીરોમાં સ્થાન આપ્યું છે. ‘ટાઇમ’ મેગેઝિને દુનિયાને બદલી નાખનારી ૧૦૦ તસવીરોમાં આ તસવીરનો સમાવેશ કર્યો છે. મહાત્મા ગાંધીની આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર અમેરિકન ફોટોગ્રાફર માર્ગારેટ બર્ક-વ્હાઇટે ઝડપી હતી.
HMRCએ ૩૦૦ મિલિયન સ્કેમ ઈમેઈલ્સનો ઘટાડો કર્યો 06/12/2016 5:13 am Achyut Sanghavi રેવન્યુ અને કસ્ટ્મ્સ વિભાગે તેના ગ્રાહકો મળતાં નકામા ઈમેઈલ્સની સંખ્યામાં આ વર્ષે ૩૦૦ મિલિયનનો સફળ ઘટાડો કર્યો છે, જેના પરિણામે કરદાતાઓને ફ્રોડ અને ઓળખની ચોરીમાંથી સારી સુરક્ષા આપી શકાશે. કથિત ‘@HMRC.gov.uk’ ઈમેઈલ એડ્રેસ મારફત ૨૦૧૪ અને ૨૦૧૫માં ગ્રાહકોને નકામા કે ગેરમાર્ગે દોરતાં અડધા બિલિયન જેટલાં ઈમેઈલ્સ મોકલાયાં હતા, તેમાં આટલો મોટો ઘટાડો સૂચવે છે કે વિભાગ આ પ્રકારની સાયબર ધમકીઓ સામે સફળ કામગીરી બજાવી રહ્યો છે.
ટાટા ટાલ્બોટ પ્લાન્ટને ૨૦૨૦ સુધી ચલાવવા યુનિયન સાથે કરાર કરશે 06/12/2016 5:12 am Achyut Sanghavi સાઉથ વેલ્સસ્થિત સૌથી મોટા પરંતુ નાણાકીય તંગીમાં ફસાયેલા પોર્ટ ટાલ્બોટ સ્ટીલ પ્લાન્ટને ઓછામાં ઓછાં ૨૦૨૦ સુધીમાં ચાલુ રાખવા ટાટા સ્ટીલ યુકે લેબર યુનિયન સાથે કરાર કરશે, તેમ એહેવાલો કહે છે. યુનિયનના નેતાઓ સમક્ષ મૂકાનારી નવી યોજનામાં સ્ટાફની શરતો પર કન્સેશન માટે સારા નફાની આશા સાથે યુકેના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટમાં નવુ રોકાણ જોવા મળશે.