Advanced search


ભેંસ દિવસમાં ૩ કિલો, વાછરડું ૧

ભારત સરકારે સોનું રાખવાની મર્યાદા જાહેર કરી છે તેની મજાક ઉડાવવા અમરેલી નગરપાલિકા પ્રમુખ અલકાબહેન ગોંડલિયાએ એક હાસ્યાસ્પદ આદેશ કરીને ગાય તથા ભેંસને ૩ કિલો અને પાડરું તથા વાછરડાને ૧ કિલો પોદળો કરવાની જ છૂટ આપતો આદેશ કર્યો હતો.

ભચાઉ તાલુકાના રણદ્વીપ ખડીરમાં નોટબંધીની માઠી અસરોનો પ્રજા ભોગ બની રહી છે. ખડીર પંથકનો ૧૨ ગામડાં અને સાત ગ્રામ પંચાયતો ધરાવતો આ વિસ્તાર રોજના પાંચ હજાર લીટર દૂધ સરહદ રેન્જમાં અને માહિ ડેરીમાં ભરે છે. અહીં લગભગ રોકડ છૂટક નાણાકીય વ્યવહાર થાય છે. 

ચીનમાં મોડર્ન રૂદાલી પ્રથાઃ ત

ચીનમાં ધનાઢય અને પ્રતિષ્ઠિત માણસના કોફિન સામે ભાડૂતી માણસોને રડાવવાની પ્રથા ચાલે છે. આ ભાડૂતી માણસો જાણે કે ખરેખર આઘાત લાગ્યો હોય એમ રડવાની આબેહૂબ એકટિંગ કરે છે. તેમને આ રીતે ધ્રુસકેને ધ્રુસકે રડતા જોઇને મૃતકના સગા પણ રડી પડે છે. સાઉથ ઇસ્ટ ચીનના ફુજિયાન પ્રાંતમાં ૩૫ વર્ષની મહિલા ચેન સોકિંયાંગ ભાડેથી રડવા માટેનું ગ્રુપ ચલાવે છે. સાત લોકોનું આ ગ્રુપ અડધો કલાક રડવાના ૩૦૦ ડોલર વસૂલે છે. અહીંના પૈસાદાર ફેમિલીમાં રડવા માટે માણસો ભાડે લાવવાની પ્રથા ચાલતી હોવાથી રડીને રુપિયા કમાનારાઓને બખ્ખા થઈ ગયા છે.

ઉદ્યોગપતિ નીરજ શાહ Wayfairને ઘર-ઘર

Wayfairના ૪૨ વર્ષીય સહસ્થાપક અને સીઈઓ નીરજ શાહ નજીકના ભવિષ્યમાં તેમની કંપનીને ઘર-ઘરની મુખ્ય બ્રાન્ડ બનાવવા ઉત્સુક છે. ભારતીય અમેરિકન ઉદ્યોગપતિ શાહ કંપનીની ચોખ્ખી રેવન્યુ ત્રણ બિલિયન ડોલરથી ઊંચે લઈ જવામાં સફળ નીવડ્યા છે. નીરજ શાહ અને સ્ટીવ કોનીને ૨૦૦૨માં સાથે મળી Wayfairની સ્થાપના કરી હતી. આજે યુએસમાં હોમ ફર્નિશિંગ્સના સૌથી મોટા ઓનલાઈન રીટેઈલર્સમાં તે સ્થાન ધરાવે છે.

હિલેરીએ બોલેલું પાછું વાળ્યુ

પોપ્યુલર વોટ જીત્યા બાદ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી હારનારાં હિલેરી ક્લિન્ટને ચોથી જાન્યુઆરીએ બોલેલું ફોક કરીને કહ્યું હતું કે, રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્ર પ્રમુખ તરીકેના શપથવિધિમાં તે હાજરી નહીં આપે. તેમણે પહેલાં કહ્યું હતું કે, ટ્રમ્પના શપથવિધિમાં તે નહીં જાય. હવે હિલેરીએ કહ્યું છે કે, તેઓ તો શપથવિધિમાં જશે, પણ તેમની સાથે તેમના પતિ અને યુએસના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન પણ સમારોહમાં જશે. ટ્રમ્પના શપથવિધિ ૨૦ જાન્યુઆરીએ છે.

bikram_choudhury_tk_121203_wmain

bikram_choudhury_tk_121203_wmain

professional crier

professional crier

hillary

hillary

bihar-election_636600

bihar-election_636600

niraj shah

niraj shah