• યુકેના vw કારચાલકોને વળતરનો મુદ્દો 05/01/2017 6:41 am Achyut Sanghavi જર્મન કાર ઉત્પાદક ફોક્સવેગન દ્વારા ડિઝલ એમિશન કૌભાંડ મુદ્દે બ્રિટનના આ કારચાલકોની કોઈ દરકાર કરાઈ નથી તેમ જણાવતા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર જ્હોન હાઈસે તેમને વળતર અપાવું જોઈએ તેમ કહ્યું છે. યુએસ જજના ચુકાદા મુજબ કંપનીએ ત્યાંના વાહનચાલકો માટે ૧૨ બિલિયન પાઉન્ડનું સમાધાન કરાવ્યું હતું, જે મુજબ ફોક્સવેગન કારચાલકને ૮,૦૦૦ પાઉન્ડ વળતર મળ્યું હતું. જોકે, બ્રિટિશ કારચાલકોને કોઈ વળતર જાહેર કરાયું નથી. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે આ મુદ્દે કંપની સાથે ચર્ચા હાથ ધરી છે.
ભરૂચની સુજની કળાને વિદેશમાં ઓળખ અપાવવા મથતા મેક્સિકોના પેટ્રીક ફી 05/01/2017 5:14 am Khushali Dave પ્રાચીન સુજની કળાને જીવંત રાખવા હવે વિદેશીઓએ પણ પ્રયાસો શરૂ કર્યાં છે. મેકસિકોના રહીશે શહેરમાં સુજની બનાવતાં ભરૂચના પરિવાર સાથે મુલાકાત કરી તાજેતરમાં જરૂરી માહિતી મેળવી હતી. તેમણે લખેલાં પુસ્તકમાં પણ ભરૂચની સુજની કળાની નોંધ લેવામાં આવી છે. ભરૂચની સુજની વિશ્વભરમાં વખણાય છે, પણ સમયની સાથે સુજની બનાવતાં કારીગરો લુપ્ત થઇ રહયાં છે શહેરમાં માત્ર એક પરિવાર સુજની કળાને જીવંત રાખી રહ્યો છે. સુજની બનાવતા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે મેકસિકોના પેટ્રીક ફીને તાજેતરમાં ભરૂચ શહેરની મુલાકાત લીધી હતી. પેટ્રીકે ભારતના રાજસ્થાન, બંગાળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાતમાં ફરીને ત્યાં બનતી રજાઇઓ વિષે Quilts of India નામનું પુસ્તક લખ્યું છે.
બેન્કની નોટો પર કિલર બેક્ટેરિયાનો વાસ 06/01/2017 6:59 am Khushali Dave તમારી ચલણી નોટો, કાગળો અને દસ્તાવેજો પર હજારોની સંખ્યામાં જીવલેણ બેક્ટેરિયા ઊભરાતા હોય તો હવે ચેતજો, આવા જીવલેણ બેક્ટેરિયા તમને હજારો રોગોના શિકાર બનાવી શકે છે. સંશોધકોને ૧ ડોલરની બેન્કની નોટો પર ૩૦૦૦ જેટલા જીવલેણ બેક્ટેરિયા મળી આવ્યા હતા. બેન્કની નોટો પર કિલર બેક્ટેરિયા, ડ્રગ્સ અને વ્હાઈટ રાઈનોના ડીએનએન હોય તો પણ આશ્ચર્ય પામશો નહીં. કેટલીક નોટો પર કાગળો પર ખીલ થાય તેવા બેક્ટેરિયા હોવાનું સંશોધકોને જણાયું છે. ઓછા મૂલ્યની ચલણી નોટો પર આવા બેક્ટેરિયાનો ભંડાર હોય છે. પોલિમરની નોટો કરતાં કોટન બેઝ્ડ નોટો પર બેક્ટેરિયા વધારે હોય છે.
ગુજરાતી રાજ શાહ ટ્રમ્પના ડેપ્યુટી રિસર્ચ ડાયરેક્ટર નિયુક્ત 06/01/2017 7:06 am Khushali Dave શલભકુમાર, નિકી હેલી અને પ્રીત ભરારા બાદ હવે નવા અમરેકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ભારતીયને મહત્ત્વની જવાબદારી સોંપી છે. ટ્રમ્પે ભારતીય મૂળના રાજ શાહને વ્હાઇટ હાઉસમાં કોમ્યુનિકેશન એન્ડ રિસર્ચ ડાયરેક્ટરના ડેપ્યુટી તરીકે નિયુક્તિ કરી છે.
મોદી - નીતિશના સામસામે એકબીજાના વખાણ કરતાં રાજકીય અટકળો 06/01/2017 7:11 am Khushali Dave બિહારના પટણામાં આવેલા ગાંધી મેદાનમાં આયોજિત પ્રકાશ પર્વમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં મુખ્યપ્રધાન નીતિશકુમારના દારૂબંધીના નિર્ણયને વખાણ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, નીતિશકુમારે અને યુવાનોની પેઢીઓ બચાવવાનું કામ કર્યું છે. બીજા રાજ્યોએ પણ બિહારમાંથી પ્રેરણા લેવી જોઈએ. વડા પ્રધાન મોદી અહીં ગુરુ ગોવિંદ સિંહના ૩૫૦મા પ્રકાશ ઉત્સવમાં ભાગ લેવા આવ્યા હતા. અહીંના ગુરુદ્વારામાં મોદીએ માથું ટેકવ્યું હતું અને પછી એરપોર્ટ થઈને ગાંધી મેદાન પહોંચ્યા હતા. અહીં મોદીએ પંજાબીમાં તમામનું સ્વાગત કર્યું હતું.