પાકિસ્તાનના બેવડાં વલણ સામે ડોનાલ્ડ ટ્રમ્પની લાલ આંખ 06/01/2017 7:02 am Khushali Dave પાકિસ્તાન આતંકવાદના મુદ્દે તેના બેવડાં ધોરણો માટે જાણીતું છે. વળી વર્ષોથી અમેરિકી સરકારો પણ આ બેવડાં ધોરણોને પોષતી આવી છે. પરિણામે પાકિસ્તાને આતંકવાદના સફાયાની માત્ર વાતો કરી છે. સફાયા માટે નક્કર કામગીરી કરી નથી. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનની આ ગરબડ ચલાવવાના મૂડમાં નથી. અમેરિકાસ્થિત યુ.એસ. રિપબ્લિકન હિન્દુ કોઅલિએશને દાવો કર્યો હતો કે પાકિસ્તાન મુદ્દે ટ્રમ્પ આકરા પાણીએ છે.
નોટબંધીને લીધે નક્સલવાદીઓની રૂ. ૮૦ કરોડથી વધુની જૂની નોટો રદ્દી 06/01/2017 7:15 am Khushali Dave ભારતમાં નોટબંધીના નિર્ણયથી ઝારખંડમાં માઓવાદીઓ સહિત તમામ નક્સલીઓ સંગઠનનોની કમર તૂટી ગઈ છે. ગુપ્ત માહિતી મુજબ નક્સલવાદીઓના ઓછામાં ઓછા ૮૦ કરોડ રૂપિયાની રોકડ કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને કારણે રદબાતલ થઈ ગઈ છે.
• આંખોમાં જોવાથી જ આકર્ષણ થાય 06/01/2017 7:27 am Achyut Sanghavi પુરુષો ચશ્મા પહેરેલી છોકરીઓ તરફ ભાગ્યે અથવા અછડતી નજર જ નાખે છે. ઓનલાઈન ડેટિંગ એપ ટિન્ડર દ્વારા કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચશ્મા પહેરતાં સ્ત્રી- પુરુષો માટે સામેની વ્યક્તિને પસંદ કરે છે તેવો સંકેત આપવાનું પ્રમાણ ૧૨ ટકા જેટલું ઘટી જાય છે. સોશિયોલોજિસ્ટ સંશોધક ડો. જેસિકા કાર્બિનોએ કહ્યું હતું કે આપણે સામેની વ્યક્તિ પ્રત્યે આકર્ષાયા છીએ કે નહિ તેનો નિર્ણય કરવામાં સંભવિત પાર્ટનરની આંખોમાં જોવાની બાબત મહત્ત્વપૂર્ણ છે. આંખની કીકીને નિહાળવાથી તે વ્યક્તિ પર વિશ્વાસ મૂકી શકાય કે નહિ તેની ચાવી મળે છે.
IITમાં પહેલી વાર કમ્પ્યુટર જોયું હતું: સુંદર પિચાઈ 06/01/2017 7:24 am Khushali Dave ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ ભારતની મુલાકાતે છે. પશ્વિમ બંગાળમાં ખડગપુર સ્થિત આઈઆઈટીમાં અભ્યાસ કરનારા સુંદર પિચાઈએ ખડગપુરમાં આઈઆઈટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને સ્પર્ધાત્મક યુગમાં કરિયર બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પશ્વિમ બંગાળની ખડગપુર આઈઆઈટીમાં ૧૯૯૩માં અભ્યાસ કર્યો હતો. ચેન્નઈમાં જન્મેલા અને ભારતમાં જ ઉચ્ચ અભ્યાસ કરનારા સુંદર પિચાઈ ૨૦૧૫થી ગૂગલના સીઈઓ છે.
• ક્રીએટિવ લોકોને મોતનો ઓછો ભય 06/01/2017 7:27 am Achyut Sanghavi ક્રીએટિવ લોકોને મોત વિશે ઓછો ભય ધરાવે છે કારણકે તેમની કળામય રચનાઓ તેમના મૃત્યુ પછી પણ જગતમાં જીવંત રહે છે. યુનિવર્સિટી ઓફ કેન્ટના સંશોધકોનો અભ્યાસ જણાવે છે કે સર્જનાત્મક મહત્ત્વાકાંક્ષા અને સિદ્ધિઓ ધરાવતા લોકો મોતની ચિંતાઓ પ્રતિ વિશેષ ધ્યાન આપતાં નથી કારણકે તેઓ પોતાના સર્જનો થકી એક પ્રકારનું અમરત્વ મેળવે છે
Bengaluru and The Night of Shame 06/01/2017 7:56 am Mitul Paniker Four youths have been arrested in connection with a molestation case that occurred on New Year's Eve. CCTV footage of two men approaching a girl and molesting her before throwing her against the ground did the rounds on the internet helping the police catch the culprits. It wasn't a good start of the new year for India as several cases of molestation shone bright on the first day of 2017.