માઈગ્રન્ટ્સને ચોક્કસ સ્થળોએ જ વસવાની ફરજ પાડવાનો પ્રસ્તાવ 09/01/2017 7:28 am Achyut Sanghavi બ્રિટનમાં ઈન્ટર્નલ વિઝા સિસ્ટમના પ્રસ્તાવની જોગવાઈ હેઠળ માઈગ્રન્ટ્સે દેશના ચોક્કસ વિસ્તારોમાં વસવાટ કરવો પડશે. બ્રિટનમાં આવનારા નવા માઈગ્રન્ટ્સ વસવાટના પાંચ વર્ષ પછી બ્રિટનની સંપૂર્ણ નાગરિકતા માટે અરજી કરવાને લાયક બને નહિ ત્યાં સુધી તેમના માન્ય વિઝામાં દર્શાવેલા વિસ્તારમાં રહેવાની અપેક્ષા રાખવામાં આવશે.
એક બ્લડ ટેસ્ટથી ભવિષ્યમાં થનારા રોગોની જાણકારી મેળવી શકાશે 09/01/2017 7:28 am Achyut Sanghavi વ્યક્તિ વૃદ્ધ થાય ત્યાં સુધીનું જીવન કેવી રીતે વીતશે તેની જાણકારી માત્ર એક બલ્ડ ટેસ્ટથી મળી શકશે. લોહીનાં થોડાં જથ્થાના પરીક્ષણથી ડોક્ટરો દર્દીઓમાં કોઈ રોગના લક્ષણો જોવા મળે તેના વર્ષો પહેલા જ ડિમેન્શિયા, કાર્ડિયોવાસ્કુલર રોગો, સ્ટ્રોક, ટાઈપ-ટુ ડાયાબિટીસ, કેન્સર તેમજ અન્ય રોગો થવાની શક્યતાનું મૂલ્યાંકન કરી શકશે. Ageing Cell જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસમાં બોસ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ ૫,૦૦૦ લોકોના અભ્યાસમાં લોહીમાં મળતા ચોક્કસ ‘બાયોમાર્કર્સ’ અથવા કેમિકલ્સના કોમ્બિનેશન્સ કે પેટર્ન્સ શોધી છે.
આરોગ્યપ્રદ આહા૨ છતાં સ્થૂળતા 09/01/2017 7:28 am Achyut Sanghavi બ્રિટનમાં સલાડના વેચાણમાં ઘટાડો, રેડ મીટનું વેચાણ વધ્યું, દરરોજ સવારે ઈંડા અને બેકન ફ્રાય-અપ્સ ખવાવાનું પ્રમાણ બમણું થયું છે અને માખણના વપરાશમાં ત્રણ ગણો વધારો થયો છે. સરેરાશ જોઈએ તો લોકો દરરોજ ૫૦૦ કેલરી વધુ લે છે. દેખીતી રીતે તો આ આંકડા વર્તમાન સ્થૂળ બ્રિટનની આહારની આદતોના લાગે છે. એમ નથી, આ આંકડા ૪૦ વર્ષ અગાઉ એટલે કે ૧૯૭૪ના છે અને વિરોધાભાસ તો એ છે કે તે સમયે લોકો વધુ પાતળાં હતાં. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના આંકડા અનુસાર આજે યુકેમાં મધ્ય વયના ૭૦ ટકા લોકો સ્થૂળ અથવા વધુ વજન ધરાવનારાં છે.
ટેસ્કો સ્ટોર્સમાં પાયજામા વિવાદ 09/01/2017 7:28 am Achyut Sanghavi ટેસ્કો સ્ટોર્સમાં નાઈટસૂટ કે પાયજામાં પહેરીને આવતા ખરીદારો બાબતે ફરિયાદ કરાતા ટેસ્કોએ તેના સ્ટોર મેનેજરોને આવા ખરીદારોને બહાર ધકેલી દેવાની સૂચના આપી છે. ટેસ્કોના સ્ટોરમાં લઘરવઘર રોબ અને સ્લીપર પહેરીને આવેલી ખરીદાર વિશે એક ગ્રાહકે સોશિયલ મીડિયામાં જાહેર ઔચિત્યનો મુદ્દો ઉઠાવતા આ પાયજામા વિવાદ શરૂ થયો છે. યુકેમાં આખો દિવસ પાયજામા પહેરીને ફરવાની જાણે ફેશન થઈ પડી છે.
ઈન્હેરિટન્સ ટેક્સથી મધ્યમવર્ગને મુશ્કેલી 09/01/2017 7:28 am Achyut Sanghavi બ્રિટનમાં ગત દસ વર્ષમાં વારસામાં મોટી રકમો આપી જાય તેવા વયોવૃદ્ધ લોકોની સંખ્યા બમણી થયાનું કહેતા થિન્ક ટેન્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિસ્કલ સ્ટડીઝે વારસા વેરો ચુકવનારાં લોકોની સંખ્યામાં તીવ્ર વધારો થશે તેવી ધારણા દર્શાવી છે. વર્ષ ૨૦૦૩-૨૦૧૩ના ગાળામાં ૮૦ વર્ષથી વધુ વયના લોકોની સંપત્તિ ૪૫ ટકા વધી છે, જ્યારે પરિવારોને વારસામાં ૧૫૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ આપી જવાનું માનનારાં લોકોની સંખ્યા ૨૪ ટકાથી વધી ૪૪ ટકા થઈ છે.